સુરત શહેરના પીપલોદ વિસ્તારમાંથી રખડતા કૂતરાઓના આતંકની ઘટના સામે આવી છે. પીપલોદ વિસ્તારમાં આવેલા કુબેરા ગાર્ડન પાસેથી વહેલી સવારે ૯ વર્ષનો બાળક શાળાએ જઈ રહ્યો હતો. આ દરમિયાન ૧૫થી ૨૦ જેટલા રખડતા કૂતરાનું ટોળું તેની પાછળ દોડ્યું અને નીચે પાડી દીધો હતો અને બાદમાં શરીરના ભાગે ૨૫થી વધુ બચકા ભરી લીધા હતા. જેના કારણે બાળક લોહી લુહાણ થઈ ગયો હતો. હાલમાં બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સ્થાનિક રહેવાસી ચિનુભાઈએ જણાવ્યું હતું કે, પંદરેક જેટલા શ્વાનો બાળકને પછાડી દીધો હતો. અમે સમયસર દોડી જતા બાળક બચી ગયો હતો. અહિયાં શ્વાનોનો ખુબ જ આંતક છે. અહીં ચીકનની લારીઓ છે જેથી શ્વાનો અહીં જ રહે છે. અહીં બાઈક પર પસાર થતા લોકોને પણ બચકાં ભરવા તેઓ દોડે છે. SMC વાળા અહીં આવે છે તો ફરીને જતા રહે છે પણ પકડતા નથી. બાળકને માથામાં તો આખું ચામડું કાઢી નાખ્યું છે. આ ઉપરાંત ગળા અને ડાથ પગ પર ઈજાઓ થઈ હતી.
આ પણ વાંચો :-