સંસદ સ્મોક એટેકના માસ્ટર માઈન્ડ લલિત ઝાને લઈને મોટો ખુલાસો

Share this story

સંસદ સ્મોક એટેકના માસ્ટર માઈન્ડનું નામ સામે આવ્યું છે. મૂળ બંગાળના લલિત ઝા નામના એનજીઓના કાર્યકરે તેના ૫ દોસ્તો સાથે મળીને આખું કાવતરું ઘડ્યું હતું અને હુમલા માટે ૧૩ ડિસેમ્બરનો દિવસ પણ તેણે નક્કી કર્યો હતો. હુમલાના દિવસ ૧૩ ડિસેમ્બરે શું બન્યું હતું તેને લઈને હવે મોટું અપડેટ સામે આવ્યું છે. લલિત ઝાએ હુમલા પહેલા ગુરુગ્રામમાં તેના ઘેર આરોપીઓ દોસ્તોની બેઠક બોલાવી હતી અને તેમને જરુરી સૂચનાઓ આપી હતી અને બધાના ફોન લઈ લીધા હતા અને પછી ભાગી ગયો હતો.

લલિત સંસદની સુરક્ષાનો ભંગ કરવાનો માસ્ટરમાઈન્ડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તે પોતાને એક સામાજિક કાર્યકર કહે છે. તેઓ કોલકાતામાં અનેક જાહેર વિરોધ પ્રદર્શનોમાં પણ ભાગ લેતા રહ્યા છે. તેઓ બંગાળની ઘણા NGO સાથે સંકળાયેલા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ હાલમાં લલિતને શોધી રહી છે.

લલિતના નજીકના સહયોગી અને NGO પાર્ટનર નીલક્ષ આઈચનો સંપર્ક કરતાં સામે આવ્યું કે તે પશ્ચિમ બંગાળનો વિદ્યાર્થી છે, જે સામાજિક પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલો છે. લલિત કથિત રીતે કોમ્યુનિસ્ટ સુભાષ સભા નામના નીલક્ષ દ્વારા સ્થાપિત NGOના જનરલ સેક્રેટરી હતા. વાતચીત દરમિયાન નીલક્ષે જણાવ્યું કે, લલિતે છેલ્લે સંસદની સુરક્ષાનો ભંગ કર્યા બાદ જ તેમનો સંપર્ક કર્યો હતો. લલિતે બપોરે ૧ વાગ્યે સંસદની બહાર થયેલા પ્રદર્શનનો વીડિયો પણ મોકલ્યો હતો. લલિતે વીડિયો મોકલ્યો હતો અને લખ્યું હતું કે, ‘મીડિયા કવરેજ માટે આ જુઓ આ સિવાય તેમણે એમ પણ લખ્યું કે,આ વીડિયોને સુરક્ષિત રાખજો જય હિંદ.

લલિત ઝાએ તેના ૫ દોસ્તો સાથે મળીને સ્મોક એટેકનું કાવતરું ઘડ્યું હતું અને આખો પ્લાન તેની દોરવણી હેઠળ પાર પડાયો હતો. તેણે સંસદમાં ઘુસણખોરી માટે ૧૩ ડિસેમ્બરનો દિવસ નક્કી કર્યો હતો કારણ કે તે દિવસે સંસદ આતંકી હુમલાની ૨૨મી વરસી હતી તેથી દેશ-દુનિયાનું વધારે ધ્યાન ખેંચાય.

આ પણ વાંચો :-