Home Blog Page 863

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ઈદગાહ મસ્જિદના સર્વેના નિર્ણય પર રોક લગાવવાનો કર્યો ઈન્કાર

0

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટથી મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે. ગઈકાલે હિન્દૂ પક્ષની અરજીનો સ્વીકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ પરિસરના સર્વેનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટના આદેશને મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષકારોને કોઈ રાહત ન આપી. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે.

મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ મામલે હિન્દૂ પક્ષને મોટી સફળતા મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટે પરિસરના સર્વેની ગઈકાલે મંજૂરી આપી દીધી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરથી જોડાયેલા શાહી ઈદગાહ પરિસરના સર્વેક્ષણ માટે કોર્ટની દેખરેખમાં એક એડવોકેટ કમિશ્નરની નિયુક્તિની માંગ સ્વીકારી લીધી છે. હવે કોર્ટ ૧૮ ડિસેમ્બરે નક્કી કરશે કે સર્વેની રૂપરેખા શું હશે. મતલબ કે સર્વે ક્યાં સુધી ચાલશે, પરિસરના કયા કયા ભાગમાં થશે સર્વે, સર્વેમાં કેટલા લોકો રહેશે સામેલ. આ તમામ પાસાઓ પર ૧૮ ડિસેમ્બરે હાઈકોર્ટ નિર્ણય લેશે.

મથુરાની શાહી ઈદગાહ મસ્જિદના મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે જેમાં મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ પર ASI સર્વેને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત હાઇકોર્ટે સર્વેની મંજુરી સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા પણ જણાવ્યું છે. ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળને અડીને આવેલી મસ્જિદમાં એડવોકેટ પાસેથી સર્વે કરાવવાની માંગણી કરવા માટે ૧૮ અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અલાહાબાદ હાઈકોર્ટે એક સાથે સુનાવણી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદના સ્તંભના પાયામાં હિન્દુ ધર્મનું પ્રતીક છે જે મંદિરની કોતરણીમાં સ્પષ્ટ દેખાય છે.

આ પણ વાંચો :-

સુરતમાં ૮ વર્ષનો બાળક બીજા માળેથી ૨૫ ફૂટ નીચે પટકાતા, હાલત ગંભીર

0

સુરતના વેસુ વિસ્તારમાં ૮ વર્ષીય બાળક નવનિર્મિત બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરથી ૨૫ ફૂટ નીચે બેઝમેન્ટમાં લિફ્ટની વેલમાં પટકાયો. જેને પગલે માતા દોડી ગઈ હતી અને જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર માટે ૧૦૮માં એમ્બ્યુલન્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકને તાત્કાલિક દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. અવધ નામની નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા શ્રમિકનો દીકરો મસ્તી કરતો હતો એ દરમિયાન બીજા માળેથી પટકાયો હતો.

બિહારનો સુંદરલાલ શર્મા બિલ્ડીંગમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વેસુ વિસ્તારમાં આવેલા અવધ નામની સાઈટ પર કામ કરે છે. અને પરિવાર સાથે ત્યાં જ રહે છે. પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. સૌથી નાનો દીકરો બંટી છે. શ્રમિકાનો સંતાનોને નજીકમાં આવેલા જૈન દેરાસર ખાતે અભ્યાસ કરાવવામાં આવે છે. અભ્યાસ બાદ બાળકો મસ્તી કરતા હતા. મસ્તી કરતા બાળકનો પગ સ્લીપ થયો ને બીજા માળેથી નીચે પટકાયો હતો. ૧૦૮માં બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. હાલ બાળકની હાલત નાજૂક હોવાનું સામે આવ્યું છે.

૧૦૮ની ટીમ દ્વ્રારા બાળકને સિવિલ હોસ્પિટલ લઈ ને પહોચતા ટ્રોમા સેંટરમાં દાખલ કરી દેવામાં આવે છે. હાલ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત બાળકની સારવાર ચાલી રહી હોવાનું સિવિલ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જો કે બાળક ગંભીર હોવાનું તબીબો દ્વારા કહેવાયું છે.

આ પણ વાંચો :-

ડેડીયાપાડા કોર્ટે આપના ધારાસભ્ય ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

0

ડેડીયાપાડાના AAPના MLA ચૈતર વસાવાએ ગઈકાલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ આજે તેમને કોર્ટમાં લઈ જવાયા હતા જ્યાં પોલીસે ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે સરેન્ડર કર્યા બાદ આજે તેમને ડેડીયાપાડા કોર્ટમાં લઈ જવાયા હતા. રાજપીપળા LCB દ્વારા ચૈતર વાસાવાની પૂછપરછ કરાઈ હતી. જે બાદમાં પોલીસે ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કર્યા બાદ ચૈતર વસાવાના ૧૪ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આ તરફ કોર્ટે ચૈતર વસાવાના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, MLA ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ તેઓ એક મહિનાથી ફરાર હતા. જોકે ગઈકાલે તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગનના સબંધિત અધિકારીઓ દોડી ગયા હતા. જ્યા કામગીરી અટકાવી હતી. આ દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બીચકાયો હતો. આ ઉપરાંત હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ મામલામાં પોલીસે FIR દાખલ કર્યા બાદ તેમની પત્ની, PA અને એક અન્ય વ્યક્તિની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :-

સુરતમાં PM મોદીના આગમન પૂર્વે ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ લાંબી હ્યુમન ચેઇન રચીને આપ્યો સ્વચ્છતાનો સંદેશ

0

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા અને સમગ્ર દેશને સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્યનો સામૂહિક સંદેશ આપવા સુરત શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના આશરે ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે શહેરીજનોએ સ્વયંભૂ જોડાઈને ‘સદ્દભાવના માનવ સાંકળ’ (હ્યુમન ચેઇન) રચી હતી. જેમાં સાંસદશ્રી સી.આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શહેરીજનોને પ્રોત્સાહિત કર્યા હતા.

સુરત શહેરમાં ૪૩ શાળાઓમાંથી આશરે ૨૫ હજાર અને ૨૨ કોલેજો મળી ૩૦૦૦થી વધુ બાળકો સાથે શહેરીજનોએ સમગ્ર દેશને ‘ક્લીન સુરત, ગ્રીન સુરત અને ફિટ સુરત’નો સંદેશો આપ્યો હતો. માનવ સાંકળમાં બાળકોએ વિવિધ પ્લે કાર્ડ, રાષ્ટ્ર ધ્વજ હાથમાં રાખી ‘ક્લીન, ગ્રીન અને ફિટ સિટી’ના નારા સાથે હાથમાં ટ્રાઈ કલર બેન્ડ બાંધી માનવ સાંકળમાં સહભાગી બન્યા હતા.

પોલીસ કમિશનર કચેરી, જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમ અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પીપલોદના વાય જંકશન અને ત્યાંથી ખટોદરા સ્થિત ચોસઠ જોગણી માતાના મંદિર સુધી ૧૫ કિ.મી. લાંબી માનવસાંકળ રચી હતી. સમગ્ર દેશમાં મોજીલા સુરતી તરીકે ઓળખાતા સુરતવાસીઓએ રાજ્યમાં પ્રથમવખત આટલી લાંબી માનવસાંકળ રચી ઈતિહાસ રચ્યો છે.

સ્વચ્છ, સુરક્ષિત અને ફિટ સુરતના સંદેશા સાથે માનવ સાંકળે સુરતમાં નવો ઈતિહાસ સર્જ્યો છે એમ જણાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માધ્યમકર્મીઓ વાત કરતા કહ્યું હતું કે, સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યમાં સૌ પ્રથમવાર ૧૫ કિમી લાંબી માનવ સાંકળ રચાઈ છે. સુરત શહેર સમગ્ર ભારતમાં અર્બન ગવર્નન્સ અને ક્લીનલીનેસ માટે જગવિખ્યાત થઈ રહ્યું છે એમ જણાવી વડાપ્રધાનશ્રી તા.૧૭મી ડિસેમ્બરે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સુરતીઓમાં જોવા મળેલો અદમ્ય ઉત્સાહ સરાહનીય છે

આ પણ વાંચો :-

ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા CM તરીકે શપથગ્રહણ કર્યા

0

રાજસ્થાનમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ હવે આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથગ્રહણ કર્યા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા તેમના માતા-પિતાના પગ ધોયા અને આશીર્વાદ લીધા હતા. ભજનલાલ શર્માએ રાજસ્થાનના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.

ભજનલાલ શર્મા ૧૫મી ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. પોતાના જન્મદિવસના અવસર પર મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા તેઓ પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. ભજનલાલ માટે બેવડી ખુશી છે. મહત્વનું છે કે, ભજનલાલે ગુરુવારે રાત્રે ૧૨ વાગ્યા પછી સોડાલાના ચંબલ ગેસ્ટ હાઉસમાં તેમના સમર્થકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી અને તેમના સમર્થકો દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. આ શિબિરનું આયોજન ધોલપુરમાં કરવામાં આવશે.

મોરબીમાં નકલી ટોલનાકાનું પ્રકરણમાં ૧૧ દિવસ બાદ હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર

0

મોરબીમાં નકલી ટોલનાકું ઊભું કરી કરોડો રૂપિયા ખંખેરવાના કેસમાં પોલીસ ફરિયાદના ૧૦ દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ મોરબીમાં નકલી ટોલનાકા મામલે પાટીદાર આગેવાન જેરામભાઈના દીકરા અમરશી પટેલ સહિત રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્ર ઝાલા, યુવરાજસિંહ ઝાલા સામે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આમ છતાં હજી સુધી આરોપીઓ નહીં પકડાતાં અનેક સવાલો ઊભા થયા છે.

બામણબોર-કચ્છ હાઇવે ઉપર વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા નજીક ગેરકાયદે રસ્તાઓ બનાવીને લાખો રૂપિયા ઉઘરાવવામાં આવતા પ્રકરણમાં વધુ એક ખુલાસો થયો છે જેમાં એક સ્થાનિક યુવાને આ મામલે અગાઉ મોદી અને ગડકરીને પણ લેખિત ફરિયાદ કરી ગેરકાયદે ટોલનાકા અંગે જાણ કરી હોવાનું બહાર આવ્યું છે.જેમાં વઘાસિયા ગામમાં રહેતા દિલીપભાઈ કરશનભાઇ વાઢેર નામના ખેડૂતે ૨૮ એપ્રિલ ૨૦૨૩ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીને ઉદ્દેશીને ટોલનાકા નજીક ચાલતા ખેલ મામલે સ્ફોટક પત્ર લખ્યો હતો.

મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા માટે ખુલાસો થવા પામ્યો છે. જેમાં આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે. પાટીદાર અગ્રણી જેરામ પટેલનાં દીકરા અમરશી પટેલનાં નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. ફરિયાદમાં અમરશી પટેલ સહિત ૫ લોકોનાં નામે ફરિયાદ નોંધાઈ છે. વઘાસીયા ગામનાં સરપંચ ધર્મેન્દ્ર ઝાલા અને તેનાં ભાઈ યુવરાજસિંહ ઝાલાના નામે પણ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો :-

સેન્સેક્સનો આજે આ નવો રેકોર્ડ સ્થાપી દીધો, રોકાણકારોને બખ્ખા

0

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ પોઈન્ટનો સંવેદનશીલ ઈન્ડેક્સ ‘સેન્સેક્સ‘ શુક્રવારે વધુ એક માઈલસ્ટોન પાર કરી ગયો હતો. આજના કારોબારની શરૂઆતના લગભગ એક કલાક બાદ સેન્સેક્સે ૭૧,૦૦૦નો આંકડો પાર કર્યો હતો.

સેન્સેક્સ ૭૧,૦૮૪ના આંકડાને સ્પર્શી ગયો છે અને હાલમાં ૭૧ હજારની નીચે ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSEનો મુખ્ય સૂચકાંક નિફ્ટી ૨૧,૩૦૦ની ઉપર પહોંચી ગયો છે.

ગઇ કાલે અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ તરફથી મળેલા સકારાત્મક સંકેતોને કારણે બજારમાં તેજી આવી છે. ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલે બુધવારે સંકેત આપ્યો હતો કે ફુગાવો નિયંત્રણમાં રહેશે તેવી અપેક્ષાને કારણે ૨૦૨૪માં વ્યાજ દરોમાં ત્રણ વખત ઘટાડો કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં APMCના વાઈસ ચેરમેન સહિત ૬ વેપારીઓની ઘરે GSTના દરોડા

0

ગુજરાતના ઊંઝામાં APMCના વાઈસ ચેરમેન સહિત છ વેપારીઓને ત્યાં GSTના દરોડા પડ્યા છે. જેમાં વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. અમદાવાદની ફ્લાઈંગ સ્ક્વોડ, મહેસાણાના GST અધિકારીના દરોડામાં છ વેપારી પેઢીઓ માલમાં ભેળસેળ કરતી હોવાની આશંકાથી તપાસ શરૂ કરાઇ છે.

ઊંઝા સૈનિક ટ્રાન્સપોર્ટની ગાડી અમીરગઢ ચેકપોસ્ટ પર અમદાવાદ ફ્લાઇંગ સ્કોડ સ્ટેટ GST અધિકારીઓએ માલના બિલો ચેક કરતાં તેમને વાંધાજનક લાગતાં ગાડી ડિટેઇન કરી ઊંઝા ખાતે સૈનિક ટ્રાન્સપોર્ટ, મહાશક્તિ ટ્રાન્સપોર્ટ અને ઊંઝા એપીએમસીના વાઈસ ચેરમેન અરવિંદ પટેલ સહિત ૬ જેટલા વેપારીઓના ત્યાં GST અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરતાં વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે.

અમદાવાદ ફ્લાઇંગ સ્કોડ સ્ટેટ GST અધિકારીઓ દ્વારા ઊંઝાની સૈનિક ટ્રાન્સપોર્ટની અમીરગઢ ચેકપોસ્ટ પર બીલો ચેક કરતો ટ્રાન્સપોર્ટમાં ભરેલા ટ્રાન્સપોર્ટ માલિક સહિત ૬ જેટલા વેપારીઓના માલના બિલોમા વાધા જનક લાગતા અધિકારીઓ દ્વારા ઊંઝા શહેરમાં જય વિજય સોસાયટી રોડ પર આવેલ સૈનિક ટ્રાન્સપોર્ટ, મહાશક્તિ ટ્રાન્સપોર્ટ, તેમજ ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ સહિત ૬ જેટલી વેપારી પેઢીઓ પર દરોડા પાડી તપાસ શરૂ કરી છે.

ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ખેડૂતોની ચિંતામાં વધારો

0

ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાત જાણે એમ છે કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ૧૮ ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. આ તરફ ૨૩ ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ થશે. આગાહી મુજબ ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે તો આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.

રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે નતાલ સુધીમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે તેમજ ૨૩મી ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ, કરા સાથે વરસાદ વરસી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું. અંબાલાલની વરસાદની આગાહીએ પગલે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. આ ઉપરાંત તેમણે આગાહી કરી છે કે ૧૮મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે તેમજ ૨૩મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ સિવાય તેમણે ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડી શરૂ થશે જે ફેબ્રુઆરી સુધી રહેશે તેમ જણાવ્યું હતું.

ગુજરાતમાં આગામી ૨-૩ દિવસ સરેરાશ લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે. ગત રાત્રિએ અમદાવાદમાં ૧૬.૫ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો થયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં ૧૭ થી ૧૯ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના છે. ગત રાત્રિએ નલિયામાં ૧૦.૫ ડિગ્રી તાપમાન હતું. રાજ્યમાં અન્યત્ર રાજકોટમાં 14.5, ભુજમાં ૧૪.૬, ગાંધીનગરમાં ૧૪.૯, અમરેલીમાં ૧૬, પોરબંદરમાં ૧૬.૪, વડોદરામાં ૧૬.૪, ભાવનગરમાં ૧૭.૯, સુરતમાં ૨૧.૪ ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો હતો.

શૂટિંગ પતાવીને ઘરે આવ્યા બાદ અભિનેતા શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ એટેક

0

બોલિવૂડ અને મરાઠી સિનેમાના જાણીતા એક્ટર શ્રેયસ તલપડે ગુરુવાર ૧૪ ડિસેમ્બરે મુંબઈમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ પૂરું કરીને સાંજે ઘરે પરત ફર્યો એ સમયે તેને અસ્વસ્થતા અનુભવાઈ. આ પછી જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે કારમાં તેમને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેઓ બેભાન થઈ ગયો હતો.

બોલીવુડ અને ટેલીવુડના આ જાણીતા અભિનેતા પર પણ આરોગ્ય સંકટ આવ્યું છે. અભિનેતા શ્રેયસ તળપદેને ગુરુવારે સાંજે શુટિંગ પૂરું થયા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ શ્રેયસને તરત જ અંધેરી પશ્ચિમમાં આવેલ બેલેવ્યુ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેની એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી છે.  શ્રેયસ તળપદે તેની આગામી ફિલ્મ વેલકમ ટૂ દ જંગલનું શુટિંગ કરી રહ્યો હતો. જોકે આ ઘટના અચાનક જ ઘટી છે. હાલમાં તે સારવાર હેઠળ છે.

શ્રેયસ તળપદે આખો દિવસ શુટિંગમાં વ્યસ્ત હતો. ત્યાં તેને કોઇ જ તકલીફ થઇ નહતી. શુટિંગમાં તેણે એક્શન સિક્વન્સ પણ કર્યા. શુટ પતાવીને તે ઘરે પહોંત્યો હતો. તેણે પત્નીને કહ્યું કે તેને અસ્વસ્થ લાગી રહ્યું છે. તેથી તેની પત્ની તરત જ શ્રેયસને હોસ્પીટલ લઇ આવી હતી. જોકે રસ્તામાં જ તેને ચક્કર આવી ગયા હતાં. આ અંગે હોસ્પિટલના સૂત્રોએ કહ્યું કે, શ્રેયસ તળપદે હોસ્પિટલમાં દાખલ છે, તેમને ગઇ કાલે મોડી સાંજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અને તરત જ તેમની એન્જિઓપ્લાસ્ટિ કરવામાં આવી. જોકે હવે અભિનેતાની તબીયત સુધારા પર છે.

આ પણ વાંચો :-