સુરતમાં PM મોદીના આગમન પૂર્વે ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ લાંબી હ્યુમન ચેઇન રચીને આપ્યો સ્વચ્છતાનો સંદેશ

Share this story

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા અને સમગ્ર દેશને સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્યનો સામૂહિક સંદેશ આપવા સુરત શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના આશરે ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે શહેરીજનોએ સ્વયંભૂ જોડાઈને ‘સદ્દભાવના માનવ સાંકળ’ (હ્યુમન ચેઇન) રચી હતી. જેમાં સાંસદશ્રી સી.આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શહેરીજનોને પ્રોત્સાહિત કર્યા હતા.

સુરત શહેરમાં ૪૩ શાળાઓમાંથી આશરે ૨૫ હજાર અને ૨૨ કોલેજો મળી ૩૦૦૦થી વધુ બાળકો સાથે શહેરીજનોએ સમગ્ર દેશને ‘ક્લીન સુરત, ગ્રીન સુરત અને ફિટ સુરત’નો સંદેશો આપ્યો હતો. માનવ સાંકળમાં બાળકોએ વિવિધ પ્લે કાર્ડ, રાષ્ટ્ર ધ્વજ હાથમાં રાખી ‘ક્લીન, ગ્રીન અને ફિટ સિટી’ના નારા સાથે હાથમાં ટ્રાઈ કલર બેન્ડ બાંધી માનવ સાંકળમાં સહભાગી બન્યા હતા.

પોલીસ કમિશનર કચેરી, જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમ અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પીપલોદના વાય જંકશન અને ત્યાંથી ખટોદરા સ્થિત ચોસઠ જોગણી માતાના મંદિર સુધી ૧૫ કિ.મી. લાંબી માનવસાંકળ રચી હતી. સમગ્ર દેશમાં મોજીલા સુરતી તરીકે ઓળખાતા સુરતવાસીઓએ રાજ્યમાં પ્રથમવખત આટલી લાંબી માનવસાંકળ રચી ઈતિહાસ રચ્યો છે.

સ્વચ્છ, સુરક્ષિત અને ફિટ સુરતના સંદેશા સાથે માનવ સાંકળે સુરતમાં નવો ઈતિહાસ સર્જ્યો છે એમ જણાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માધ્યમકર્મીઓ વાત કરતા કહ્યું હતું કે, સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યમાં સૌ પ્રથમવાર ૧૫ કિમી લાંબી માનવ સાંકળ રચાઈ છે. સુરત શહેર સમગ્ર ભારતમાં અર્બન ગવર્નન્સ અને ક્લીનલીનેસ માટે જગવિખ્યાત થઈ રહ્યું છે એમ જણાવી વડાપ્રધાનશ્રી તા.૧૭મી ડિસેમ્બરે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સુરતીઓમાં જોવા મળેલો અદમ્ય ઉત્સાહ સરાહનીય છે

આ પણ વાંચો :-