ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ખેડૂતોની ચિંતામાં વધારો

Share this story

ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાત જાણે એમ છે કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ૧૮ ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. આ તરફ ૨૩ ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ થશે. આગાહી મુજબ ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે તો આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.

રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે નતાલ સુધીમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે તેમજ ૨૩મી ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ, કરા સાથે વરસાદ વરસી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું. અંબાલાલની વરસાદની આગાહીએ પગલે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. આ ઉપરાંત તેમણે આગાહી કરી છે કે ૧૮મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે તેમજ ૨૩મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ સિવાય તેમણે ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડી શરૂ થશે જે ફેબ્રુઆરી સુધી રહેશે તેમ જણાવ્યું હતું.

ગુજરાતમાં આગામી ૨-૩ દિવસ સરેરાશ લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે. ગત રાત્રિએ અમદાવાદમાં ૧૬.૫ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો થયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં ૧૭ થી ૧૯ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના છે. ગત રાત્રિએ નલિયામાં ૧૦.૫ ડિગ્રી તાપમાન હતું. રાજ્યમાં અન્યત્ર રાજકોટમાં 14.5, ભુજમાં ૧૪.૬, ગાંધીનગરમાં ૧૪.૯, અમરેલીમાં ૧૬, પોરબંદરમાં ૧૬.૪, વડોદરામાં ૧૬.૪, ભાવનગરમાં ૧૭.૯, સુરતમાં ૨૧.૪ ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો હતો.