મોરબીમાં નકલી ટોલનાકાનું પ્રકરણમાં ૧૧ દિવસ બાદ હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર

Share this story

મોરબીમાં નકલી ટોલનાકું ઊભું કરી કરોડો રૂપિયા ખંખેરવાના કેસમાં પોલીસ ફરિયાદના ૧૦ દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ મોરબીમાં નકલી ટોલનાકા મામલે પાટીદાર આગેવાન જેરામભાઈના દીકરા અમરશી પટેલ સહિત રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્ર ઝાલા, યુવરાજસિંહ ઝાલા સામે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આમ છતાં હજી સુધી આરોપીઓ નહીં પકડાતાં અનેક સવાલો ઊભા થયા છે.

બામણબોર-કચ્છ હાઇવે ઉપર વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા નજીક ગેરકાયદે રસ્તાઓ બનાવીને લાખો રૂપિયા ઉઘરાવવામાં આવતા પ્રકરણમાં વધુ એક ખુલાસો થયો છે જેમાં એક સ્થાનિક યુવાને આ મામલે અગાઉ મોદી અને ગડકરીને પણ લેખિત ફરિયાદ કરી ગેરકાયદે ટોલનાકા અંગે જાણ કરી હોવાનું બહાર આવ્યું છે.જેમાં વઘાસિયા ગામમાં રહેતા દિલીપભાઈ કરશનભાઇ વાઢેર નામના ખેડૂતે ૨૮ એપ્રિલ ૨૦૨૩ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીને ઉદ્દેશીને ટોલનાકા નજીક ચાલતા ખેલ મામલે સ્ફોટક પત્ર લખ્યો હતો.

મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા માટે ખુલાસો થવા પામ્યો છે. જેમાં આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે. પાટીદાર અગ્રણી જેરામ પટેલનાં દીકરા અમરશી પટેલનાં નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. ફરિયાદમાં અમરશી પટેલ સહિત ૫ લોકોનાં નામે ફરિયાદ નોંધાઈ છે. વઘાસીયા ગામનાં સરપંચ ધર્મેન્દ્ર ઝાલા અને તેનાં ભાઈ યુવરાજસિંહ ઝાલાના નામે પણ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો :-