Home Blog Page 865

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી લીધો મોટો નિર્ણય, ધાર્મિક સ્થળોએ અમાન્ય લાઉડસ્પીકર પર પ્રતિબંધ

0

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી, મોહન યાદવે બુધવારે પોતાનો પહેલો મોટો નિર્ણય લીધો અને ધાર્મિક તથા જાહેર સ્થળોએ અમાન્ય લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. ઉજ્જૈન દક્ષિણના ભાજપના ધારાસભ્ય મોહન યાદવે ગઈકાલે બુધવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

સીએમ ડો. મોહન યાદવે બુધવારે જ મંત્રાલય સ્થિત મુખ્યમંત્રીના રૂમમાં વિધિવત પૂજા કર્યા બાદ ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ આ આદેશ આપ્યો છે. આ આદેશ હેઠળ રાજ્યમાં લાઉડ સ્પીકરના મોટા અવાજ પર અંકુશ લગાવવામાં આવ્યો છે. આ અંતર્ગત જો લાઉડસ્પીકર નિર્ધારિત ડેસિબલથી વધુ અવાજે વગાડવામાં આવશે તો તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે. આ આદેશ માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ટાંકવામાં આવી છે.

૧૩ ડિસેમ્બર ૨૦૨૩ના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ધાર્મિક નેતાઓ સાથે યોગ્ય સંચાર અને સંકલન કર્યા પછી મંદિરો અને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવાના પ્રયાસો કરવામાં આવશે. નિયમોનું પાલન ન કરતા ધાર્મિક સ્થળોની યાદી તૈયાર કરવામાં આવશે. આદેશમાં વધુમાં જણાવાયું છે કે, લાઉડસ્પીકરના બિનજરૂરી ઉપયોગથી અવાજનું પ્રદૂષણ થાય છે, જેનાથી કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની માનવ ક્ષમતામાં ઘટાડો થાય છે અને મોડી રાત્રે તેનો ઉપયોગ લોકોની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. તેથી લાઉડ સ્પીકર કે ડીજેનો દુરુપયોગ ન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સીએમ મોહન યાદવ આરએસએસ સાથે જોડાયેલા છે. તેમના પ્રથમ આદેશને લઈને અટકળો અને ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. આ પહેલા શિવરાજ સરકારમાં ડો. મોહન યાદવ શિક્ષણ મંત્રી પદ પર હતા. તેમણે ૨૦૨૧માં કોલેજોમાં હિન્દુ મહાકાવ્ય ‘શ્રી રામચરિતમાનસ’ને વૈકલ્પિક વિષય બનાવવાની જાહેરાત કરી હતી. મોહન યાદવને હિન્દુત્વના પ્રખર સમર્થક માનવામાં આવે છે.

આ પણ વાંચો :-

અલ્હાબાદ યુનિવર્સિટીના હોસ્ટેલમાં બોમ્બ બનાવતી વખતે બ્લાસ્ટ થતાં વિદ્યાર્થી ઘાયલ

0

અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના પીસીબી હોસ્ટેલના રૂમ નંબર ૬૮માં એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પ્રભાત નામનો વિદ્યાર્થી ગંભીર રીતે ઘવાયો હતો. તેના હાથનો એક પંજો જ ગાયબ થઇ ગયો અને છાતીમાં બોમ્બના છરાં વાગ્યા હતા. પીસીબીના આ રૂમમાં આ વિદ્યાર્થી કબજો કરીને ગેરકાયદે રીતે રહેતો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી છે.

બોમ્બ વિસ્ફોટને કારણે હોસ્ટેલમાં અફરાતફરી મચી ગઈ હતી. બોમ્બ વિસ્ફોટને કારણે પ્રભાત નામનો વિદ્યાર્થી ઘાયલ થયો હતો. તેના એક હાથનો પંજો ઉડી ગયો હતો અને તેની છાતીમાં બોમ્બના ટુકડા પણ વાગ્યા હતા. જાણકારી મુજબ વિદ્યાર્થી આ રૂમ પર કબજો કરી ગેરકાયદેસર રીતે રહેતો હતો. વિદ્યાર્થી કથિત રીતે બોમ્બ બનાવી રહ્યો હતો, એ દરમિયાન થયેલા વિસ્ફોટને કારણે તેના જમણા હાથને ગંભીર ઈજા પહોંચી છે.

વિદ્યાર્થીઓની મદદથી ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. વિદ્યાર્થીને ગંભીર હાલતમાં SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બુધવારે સાંજે તે કથિત રીતે બોમ્બ બનાવી રહ્યો હતો જ્યારે અચાનક વિસ્ફોટમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનામાં અન્ય એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ છે. ફરિયાદના આધારે પોલીસ પ્રભાત યાદવ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં કોલ્ડવેવ લઈ ને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

0

રાજ્યમાં હવામાન વિભાગે ઠંડીને લઈ લધુ એકવાર આગાહી કરી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 3 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયો છે. તાપમાન ૨થી ૩ ડિગ્રી વધશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઊંચકાશે તેમજ રાજ્યમાં નલિયામાં સૌથી નીચું ૧૦ ડિગ્રી તાપમાન નોંધાશે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે ગુજરાત સહિત ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે. રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષાની પણ શકયતા છે તેમજ ૧૬મી ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે

આ પણ વાંચો :-

સંસદ ભવનની સુરક્ષા ચૂકમાં જવાબદાર ૮ લોકો સસ્પેન્ડ, ૫ લોકોની ધરપકડ

0

સંસદની સુરક્ષામાં ક્ષતિના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સંસદ ભવન સુરક્ષા કર્મચારીઓ સાથે જોડાયેલા 8 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદ સુરક્ષા સ્ટાફના જે ૮ લોકોના નામ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના નામ રામપાલ, અરવિંદ, વીરદાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત, નરેન્દ્ર છે. ૧૩ ડિસેમ્બરે બનેલી ઘટના બાદ સંસદમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મકર ગેટથી માત્ર સાંસદોને જ સંસદભવનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને બિલ્ડિંગમાં પ્રવેશનાર તમામ વ્યક્તિઓના પગરખાં કાઢીને તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

આ મુદ્દાને લઈ લોકસભાની કાર્યવાહીની શરૂઆતથી વિપક્ષો ગૃહમાં હોબાળો કરી રહ્યા હતા. જેને લઈ લોકસભા બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષી સાંસદોએ આ ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે . રાજ્યસભાના સાંસદ ડૉ. સૈયદ નાસિર હુસૈને નિયમ ૨૬૭ હેઠળ બિઝનેસ સસ્પેન્શન નોટિસ આપી છે, જેમાં સંસદની સુરક્ષા ઉલ્લંઘનની ઘટના પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગણી કરવામાં આવી છે.

સંસદ ભવનમાં હુમલો કરનારા તમામ આરોપીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ FIR નોંધવામાં આવી છે. આ કેસની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરી રહી છે. પૂછપરછ દરમિયાન, ધરપકડ કરાયેલા ચાર આરોપીઓએ ખુલાસો કર્યો છે કે તેઓ ખેડૂતો, બેરોજગારી અને મણિપુરના મુદ્દા પર સરકારનું ધ્યાન દોરવા માગતા હતા.

બુધવારે સંસદની સુરક્ષામાં મોટી ખોટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. ભારે પોલીસ અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો આ વિસ્તારમાંથી પસાર થતા દરેક વાહન અને વ્યક્તિની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકસભા સચિવાલયે સાંસદોને તેમના ‘સ્માર્ટ કાર્ડ’ નવા બિલ્ડિંગ સુધી પહોંચવા માટે તૈયાર રાખવા જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

૧૪ ડિસેમ્બર, ૨૦૨૩/ આ રાશિ માટે તીર્થયાત્રા-પ્રવાસ શક્ય, શુભ કાર્યોનું આયોજન થઈ શકે, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે  પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગવાથી સાચવવું.

મિથુનઃ

સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રોના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહઃ

સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આદ્યા‌ત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યાઃ

નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાકચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમ્યાન ટુકડે ટુકડે આવક  મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવંુ.

તુલાઃ

નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદવિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય છે.

ધનઃ

માનસિક શાંતિ-આનંદમાં વધારો થાય. ડોકટર, બેંક, ધર્મ કે જ્યોતિષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ

દિવસ દરમ્યાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં, આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભઃ

નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના એક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીનઃ

મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો :-

પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે પ્રિ એક્ટિવ સિમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ, ૮૪ કાર્ડ સાથે ૩ ઝડપાયા

0

પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે પ્રિ એક્ટિવ સિમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરતના સિંગણપુર વિસ્તાર ખાતે આવેલી નવજીવન સોસાયટી માંથી પોલીસે ૮૪ સીમકાર્ડ સાથે વીઆઈના એજન્ટ સહીત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓ આઈડી પ્રુફ વગર લોકોને ઊંચી કિંમતે સીમકાર્ડ વેચતા હોવાની વાતનો ખુલાસો થયો છે.

પીસીબીના PI આર.એસ.સુવેરાની સૂચનાથી સ્ટાફે અડાજણ બસ પોર્ટ પાસેથી પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં ૩ની ધરપકડ કરવામાં આવી છે. VI કંપનીનો એજન્ટ ID વગર સીમકાર્ડ ઊંચી કિંમતે વેચતો હતો. જેમાં ૮૪ સીમકાર્ડ, ૪ મોબાઈલ મળી કુલ્લે ૪૫૭૭૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

સીમ કાર્ડ આપનાર રુદ્ર અને ખરીદનાર જય વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. રીઢા ગુનેગારો ડમી સીમકાર્ડનો ઉપયોગ કરે છે. એક જ ગ્રાહકના નામે બે સીમકાર્ડ એક્ટીવ કરતા હતા. ત્યારબાદ વેચી મારવામાં આવતાં હતાં. આ કાર્ડનો ઉપયોગ બેનંબરી ધંધા અથવા તો દેશ વિરોધી પ્રવૃતિમાં પણ થઈ શકતા હોય છે. જેથી પોલીસે આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

હવે અપ્રાકૃતિક શારીરિક સંબંધ ગુનો નહિ ગણાય

0

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સુધારા પછી સંસદમાં ભારતીય ન્યાયિક સંહિતાના નવા ડ્રાફ્ટ એટલે કે BNS રજૂ કર્યા. બિલના નવા સંસ્કરણમાં પણ સંસદીય સમિતિની ભલામણને અવગણીને અકુદરતી સેક્સ અને વ્યભિચારને અપરાધની શ્રેણીમાં રાખવામાં આવ્યા નથી.

સમલૈંગિક અથવા અકુદરતી સેક્સ અને વ્યભિચાર ગુનો નથી. સરકારે સંશોધિત ભારતીય ન્યાયિક સંહિતા બિલમાં સંસદીય સમિતિની ભલામણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ મહત્વ આપ્યું છે. સરકારે સંસદીય સમિતિની ભલામણોને અવગણીને મંગળવારે લોકસભામાં રજૂ કરાયેલા ભારતીય ન્યાય (સેકન્ડ) કોડ બિલ, ૨૦૨૩માંથી IPCની કલમ ૩૭૭ અને કલમ ૪૯૭ને બાકાત કરી દીધી છે. કલમ ૩૭૭ કુદરતી રિવાજો વિરુદ્ધ અકુદરતી સેક્સ સાથે સંબંધિત છે, જ્યારે કલમ ૪૯૭ વ્યભિચાર સાથે સંબંધિત છે. આ બંને કલમો પહેલા જ સુપ્રીમ કોર્ટ ફગાવી ચૂકી છે.

સર્વોચ્ચ અદાલતે ૨૦૧૮ માં વ્યભિચારને અપરાધ જાહેર કર્યો, જોકે તે છૂટાછેડા માટેનો એક આધાર છે. સુપ્રીમ કોર્ટે તે જ વર્ષે સમલૈંગિક યુગલો વચ્ચે સહમતિથી સેક્સને પણ અપરાધ જાહેર કર્યું હતું. જો કે, BNS બિલ મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ સાથે સંકળાયેલી જોગવાઈઓમાં નવી કલમ ૭૩ ઉમેરે છે. તેનો હેતુ ખાસ કરીને બળાત્કાર અને જાતીય અપરાધોનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ અથવા માહિતીને સાર્વજનિક થવાથી સુરક્ષિત કરવાનો છે.

જોકે સંસદીય સમિતિએ સુપ્રીમ કોર્ટ સાથે અસહમતી દર્શાવાઈ હતી. ગૃહ મામલાઓની સ્થાયી સંસદીય સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી  બંને ધારાઓને રાખવામાં આવે. સરળ શબ્દોમાં કહીએ તો ભારતમાં સમલૈંગિક સંબંધ અને એડલ્ટરિ ગેરકાયદેસર ગણાશે નહીં.

બ્રિજલાલની અધ્યક્ષતા વાળી સંસદીય સમિતિએ ચોથી ડિસેમ્બરે સંસદમાં રિપોર્ટ રજૂ કરીને ભલામણ કરી હતી કે ધારા ૩૭૭ને ફરીથી જોડી દેવામાં આવે. કમિટીએ એમ પણ કહ્યું કે ભારતીય સમાજમાં વિવાહ એક પવિત્ર સંબંધ છે એવામાં પવિત્રતાને જાળવી રાખવા માટે વ્યભિચાર ન થવું જોઈએ.

આ પણ વાંચો :-

ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા રવિન્દ્ર બર્ડેનું અભિનેતાના હાર્ટ એટેકથી મોત

0

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. બી-ટાઉને ફરી એક વાર પોતાના ફેવરિટ સ્ટાર્સમાંથી એક ગુમાવ્યો છે. મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પોતાના પાત્રો માટે જાણીતા અભિનેતા રવિન્દ્ર બર્ડેનું ૭૮ વર્ષની વયે અવસાન થયું છે. રવિન્દ્ર બર્ડેએ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.

રવિન્દ્ર બર્ડેએ તેમની ભૂમિકાઓથી મરાઠી સિનેમામાં એક અલગ ઓળખ ઊભી કરી હતી. તેઓ છેલ્લા કેટલાક સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા. તેઓ થોડા મહિનાઓથી ટાટા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓ લક્ષ્મીકાંત બર્ડેના ભાઈ હતા. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર રવિન્દ્ર બર્ડેને બે દિવસ પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જો કે, પીઢ અભિનેતાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. બુધવારે સવારે રવિન્દ્ર બર્ડેને અચાનક હૃદયમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમનું અવસાન થયું હતું. તેમના નિધનથી રવિન્દ્ર બર્ડેનો પરિવાર સંપૂર્ણ રીતે વેરાન થઈ ગયો છે.

રવિન્દ્ર બર્ડેએ ૧૯૬૫માં થિયેટરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓ મરાઠી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા હતા, જેમણે ૩૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રવિન્દ્ર બર્ડે બોલિવૂડના દિવંગત અભિનેતા લક્ષ્મીકાંત બર્ડેના મોટા ભાઈ હતા. હમ આપકે હૈ કૌન ફિલ્મમાં લક્ષ્મીકાંતે સલમાન ખાનના નોકર લલ્લુની ભૂમિકા ભજવી હતી. લક્ષ્મીકાંતનું પણ ૨૦૦૪માં માત્ર ૫૦ વર્ષની વયે કિડનીની બિમારીથી અવસાન થયું હતું.

આ પણ વાંચો :-

સંયુક્ત રાષ્ટ્રમાં ગાઝામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ થયો પાસ, ભારતે પક્ષમાં આપ્યો મત

0

ઇઝરાઇલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તાત્કાલિક યુદ્ધવિરામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ઠરાવને પસાર કરાયો હતો. ૧૫૩ દેશોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. આમાં ભારત પણ સામેલ છે. દરેકે પોતાનો મત આપીને ગાઝામાં યુદ્ધવિરામની તરફેણમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, ૧૦ દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. જ્યારે ૨૩ સભ્ય દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

અમેરિકા, ઑસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, ગ્વાટેમાલા, ઇઝરાયેલ, લાઇબેરિયા, માઇક્રોનેશિયા, નૌરુ, પાપુઆ ન્યૂ ગિની અને પેરાગ્વેએ યુદ્ધવિરામના વિરુદ્ધ મતદાન કર્યું હતું. અગાઉ, ઇજિપ્તના રાજદૂત અબ્દેલ ખાલેક મહમૂદે યુએન જનરલ એસેમ્બલીમાં ગાઝામાં યુદ્ધવિરામની હાકલ કરતો ઠરાવ રજૂ કર્યો હતો. તેમના ઠરાવમાં ઇજિપ્તે ગયા અઠવાડિયે સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામ માટેના કોલ પર યુએસ વીટોની નિંદા કરી હતી. મહમૂદે કહ્યું કે આ પ્રસ્તાવ યુદ્ધવિરામ માટે ખૂબ જ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે વિટોનો દુરુપયોગ માનવતાવાદી ધોરણે યુદ્ધવિરામના ઠરાવ સામે કરવામાં આવ્યો હતો, તેમ છતાં તેને ૧૦૦થી વધુ સભ્ય દેશોનું સમર્થન હતું.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે કહ્યું કે અમેરિકા યુદ્ધવિરામ પ્રસ્તાવ સાથે સહમત નથી. અમે ગાઝામાં ગંભીર માનવતાવાદી કટોકટી અને માનવ નરસંહારમુદ્દે ચિંતિત છીએ. તેમણે ૭ ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલાઓની નિંદા કરવા માટે સુધારાની દરખાસ્ત પણ કરી હતી. તેમણે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ એ વાતને સમર્થન આપે છે કે વિશ્વના તમામ દેશોની જેમ ઇઝરાઇલને પણ તેના લોકોનો બચાવ કરવાનો અધિકાર છે.

આ પણ વાંચો :-

SMCની મુખ્ય કેચરીનો ચીફ એકાઉન્ટન્ટ અને પટાવાળો ૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાયા

0

સુરતમાં એસીબીએ સપાટો બોલાવ્યો છે. રૂપિયા ૨.૫૦ લાખની લાંચ કેસમાં પાલિકા અધિકારી સહિત પટાવાળાની ધરપકડ કરવામાં આવી છે. પાલિકાના ચીફ એકાઉન્ટન્ટને રૂપિયા ૨.૫૦ લાખની લાંચ કેસમાં ઝડપી પાડવામાં આવ્યો છે. લાંચિયો અધિકારી તેજસ પ્રકાશચંદ્ર આરિવાળા પાલિકાની મુખ્ય કચેરીનો ચીફ એકાઉન્ટન્ટ છે. જ્યારે કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ભીખુભાઇ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.

સિક્યોરિટી પેટે ડિપોઝીટ કરેલા રૂપિયા પરત મેળવવા ઇજારદાર દ્વારા અરજી કરાઈ હતી. જે રૂપિયા પરત કરવાના અવેજ પેટે ઇજારદાર પાસેથી આરોપીએ ૨.૫૦ લાખની માંગ કરી હતી. ઇજારદાર દ્વારા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરતા છટકાનું આયોજન કરાયું હતું. ઘોડ દોડ રોડ સ્થિત પંચોલી સોસાયટી નજીક લાંચ લેતા પટાવાળાને ઝડપી પડાયો હતો. જ્યારે ફરિયાદી સાથે લાંચ પેટે હેતુલક્ષી વાતચીત કરનાર ચીફ એકાઉન્ટન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે.

SMC તરફથી ઇલેકટ્રીકને લગતા કામનો વર્ક ઓર્ડર મળેલો તેના સીક્યુરીટી ડીપોઝીટ પેટે ફરીયાદીએ નાણાં જમા કરાવેલા તે નાણા પરત મેળવવા ફરીયાદીએ અરજી કરેલ જે અનુસંધાને આરોપી તેજસે ફરીયાદીને રુબરુ બોલાવી નાણા પરત કરવાના અવેજ પેટે રૂ.૨.૫૦ લાખની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ આરોપી ભીખુને આપી દેવા જાણાવેલ હતી. જેથી ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપેલ જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપી ભીખુનાએ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી તથા આરોપી તેજસ નાએ પણ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાત ચીત કરી આરોપી ભીખુ લાંચની રક્મ સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયેલ ઉપરોકત બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ પણ વાંચો :-