Home Blog Page 866

સુરતમાં યુવકે યુવતીને ઘરે બોલાવી ૧૦મા માળેથી નીચે ફેંકી, યુવતીનું નીચે પટકાતા મૃત્યુ

0

સુરતના જહાંગીરપૂરા વિસ્તારમાંથી હચમચાવતી ઘટના સામે આવી છે. જહાંગીરપૂરા વિસ્તારમાં એક યુવકે યુવતીને ૧૦માં માળેથી ફેંકી દઈને હત્યા કરી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક યુવકે યુવતીને ૧૦મા માળેથી નીચે ફેંકીને હત્યા કરી હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવ જહાંગીરપુરાના પ્રધાનમંત્રીના સુમન વંદના આવાસનો છે.

જૂનેદ નૂર મોહમ્મદે નામના યુવકે યુવતીની હત્યા કરી હતી. યુવતીની નીચે પટકાવવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. યુવતીએ યુવકના નાના ભાઈ સાથે સગાઈ તોડતા યુવકે બદલો લીધો છે. સગાઈ તોડ્યા બાદ આરોપી યુવક અને યુવતી સોશિયલ મીડિયામાં સંપર્કમાં હતા. જેમાં યુવકે અદાવત રાખી યુવતીને બોલાવી ઝગડો કર્યો હતો. અત્રે જણાવીએ કે, પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બુરખો પહેરીને આવેલી ૨૮ વર્ષીય જુનેદ નૂર મોહમ્મદ બાદશાહએ છરાથી ઘાતકી હુમલો કર્યો હતો. અને આ બાદ યુવતી દસમા માળેથી જાતે કૂદી ગઈ અને આપઘાત કરી લીધો હતો. યુવતીનું આ બાદ મોત થયું હોવાનું યુવકનું રટણ રહ્યું હતું. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક  યુવક અનુસાર યુવતીએ લાવેલું કોલ્ડ્રિંક્સ પીવાની ના પાડતાં યુવતીએ યુવક પર હુમલો કર્યો હતો. યુવતીએ ચપ્પુ વડે યુવક પર હુમલો કર્યો હતો અને આ બાદ યુવતી ૧૦માં માળથી કૂદી ગઈ અને તેણે આપઘાત કરી લીધો. જો કે સુરત પોલીસ આ મામલે ઊલટ તપાસ કરી સત્ય ઘટના સામે લાવી દીધી છે.

આ પણ વાંચો :-

છત્તીસગઢમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ પહેલા નક્સલી હુમલો, ૧ જવાન શહીદ

0

આજે છત્તીસગઢમાં સીએમના શપથ પહેલા નક્સલી દ્વારા  IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો છે. ઉલ્લેખનીય છે કે આજે વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના હતા.

આજે છત્તીસગઢના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. જેમાં વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં રાયપુરમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવાના છે જેમાં દેશના વડાપ્રધાન સહિત ૬ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ચાર કેન્દ્રીય મંત્રીઓ રાજધાની રાયપુર આવી રહ્યા છે ત્યારે રાજ્યના નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો છે જેમાં એક સૈનિક શહીદ થયા છે જ્યારે એક જવાન ઘાયલ થયો છે. નક્સલીઓએ આ હુમલો નારાયણપુરની આમદાઈ ખાણમાં કર્યો છે. CAF બટાલિયનના સૈનિકો નક્સલીઓને પકડમાં આવી ગયા છે. આ હુમલામાં CAF કોન્સ્ટેબલ કમલેશ સાહુ શહીદ થયા હતા, જ્યારે કોન્સ્ટેબલ વિનય કુમાર સાહુ ઘાયલ થયા છે. એસપી પુષ્કર શર્માએ હુમલાની પુષ્ટિ કરી છે.

છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદાનના દિવસે પણ નક્સલવાદીઓએ નાપાક પ્રવૃત્તિઓ કરી હતી. ધમતરીમાં નક્સલવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો હતો. નક્સલવાદીઓએ પેટ્રોલિંગમાં નીકળેલી CRPF અને DRGની ટીમો પર એક પછી એક IED બ્લાસ્ટ કર્યા હતા. જોકે, આ દરમિયાન બાઇક પર સવાર ૨ CRPF જવાનોનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો :-

સુરક્ષાની ખામી, પ્રેક્ષક ગેલરીમાંથી બે શખસો લોકસભામાં કુદયા

0

સંસદની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો બન્યો છે. સંસદની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલરીમાંથી બે જણ કૂદ્યા હતા જેથી જોખમ જણાતા સંસદની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી. બે અજાણ્યા વ્યક્તિ પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને ગૃહમાં ઘૂસતા તરત જ ત્યાં અંધાધૂંધી મચી ગઈ હતી. આ મામલો એવા સમયે બન્યો છે જ્યારે આજે સંસદ પર હુમલાની ૨૨મી વર્ષગાંઠ છે. ત્યારે જ નવી સંસદમાં આ ઘટના બનતા સંસદની કાર્યવાહીને ૨ વાગ્યા સુધી સ્થગિત રાખવામાં આવી છે.

બંને આરોપીઓમાંથી એકનું નામ છે સાગર અને બીજાના નામની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. આ લોકો સ્મોક કેન્ડલ શૂઝમાં છુપાવીને લાવ્યા હોવાની માહિતી છે. જે સ્પે કરવામાં આવ્યો હતો તેનાથી સુરક્ષકર્મીઓને વિસ્ફોટકની ગંધ મહેસૂસ કરી હતી. આ બંને યુવકો માટે મૈસૂરના સાંસદનો રેફરી પાસ હતો. આ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

સાંસદ મનોજ કોટક અને મલુક નાગરે આ બંને યુવકોને પકડ્યા હતા. તેના પછી સુરક્ષાકર્મીઓેએ તેમના પર કાબૂ મેળવ્યો. આ ઘટના વિશે જાણકારી આપતાં મલુક નાગરે કહ્યું કે શૂન્યકાળ વખતે આ બંને યુવકો કૂદીને આવ્યા હતા. બંનેના કૂદવાની ધડામ દઈને અવાજ આયો. એવામાં મને લાગ્યું કે કોઈને પગ લપસી ગયો છે. જેવા જ ઉપર જોયું તો બીજો પણ કૂદ્યો. ત્યારે લાગ્યું કે આ લોકોનો ઈરાદો ગરબડ છે. આવી જ એક ઘટના સંસદની બહાર ટ્રાન્સ્પોર્ટ ભવન નજીક થઇ હતી.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણી પહેલાં AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધર્યું રાજીનામુ

0

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાલ ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને ઝટકો લાગે એવા સમાચાર સામે આવી રહ્યા છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ભૂપત ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે. ગઈકાલે ભૂપત ભાયાણીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. જેથી આ અટકળો વધુ તેજ બની છે.

સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. કેશુભાઈ બાદ હર્ષદ રિબડિયા કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા પરંતુ AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ ૭ હજારના માર્જીનથી હરાવ્યા હતા. ભાયાણી BJP ગોત્રના છે તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ સરપંચ પણ રહી ચુક્યા છે.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર રચાય તે પહેલા પાર્ટીનો આંકડો ૧૫૬થી વધીને ૧૫૭ પર પહોંચે તે નિશ્ચિત છે. બીજી તરફ ૩ અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.  ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલા, વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર ગોહિલ અને બનાસકાંઠાની ધાનેરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા માવજીભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાવા માટે તૈયાર છે. જો બધુ બરાબર રહેશે તો આગામી દિવસોમાં આ ત્રણ ધારાસભ્યો પણ ભાજપના પક્ષમાં આવશે. આ ત્રણેય પણ ભાજપના ગોત્રના હોવાથી ટિકિટ ન મળવાને કારણે બળવાખોર તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા.

આ પણ વાંચો :-

સુરતના કોલેજના વિદ્યાર્થીઓ NCCના કેમ્પમાં જતા હતા અને બ્રેક ફેલ થતા નડ્યો અકસ્માત

0

જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે સુરતના કોલેજના વિદ્યાર્થીઓની બસને અકસ્માત નડ્યો છે. ધરમપુરના સાડળવેરા નજીક વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી મારતા ૨૬ વિદ્યાર્થીઓને ડ્રાઇવર અને કંડકટરને ઈજા પહોંચતા સારવાર અર્થે ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરત ખાતે આવેલી SVNIT કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બે બસમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલ ખોબા ગામ ખાતે NCC કેમ્પમાં જઈ રહ્યા હતા. જે દરમિયાન ધરમપુર તાલુકાના સાડળવેરા ગામ નજીક વિદ્યાર્થીઓ ભરેલી એક બસની બ્રેક ફેલ થઈ જતા સાડળવેરા ગામ ખાતે બસ ખીણમાં પલટી થઈ હતી. બસ ખીણમાં પલટી જતાં તાત્કાલિક સ્થાનિકો દોડી આવી બસમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં કામે લાગ્યા હતા.

બસમાં ૨૬ જેટલા વિદ્યાર્થીઓમાંથી ૨૪ જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. સાથે જ બસના ડ્રાઈવર અને કંડકટરને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે ધરમપુર ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક વિદ્યાર્થીને સર્જરીની જરૂર હોવાના કારણે સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે. તો અન્ય વિદ્યાર્થીઓને નાની મોટી ઇજા પહોંચતા તમામ વિદ્યાર્થીઓને સારવાર અપાઈ હતી. ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસને થતા વલસાડ ડીવાયએસપી સહિત પોલીસની ટીમ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે પહોંચી હતી.

આ પણ વાંચો :-

મહાદેવ બેટિંગ એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈથી ધરપકડ

0

મહાદેવ સટ્ટાબાજી એપ કેસના બે મુખ્ય આરોપીઓમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી.  દુબઈ પોલીસે EDની અપીલ પર ઈન્ટરપોલ દ્વારા જાહેર કરાયેલી રેડ નોટિસના આધારે આ કાર્યવાહી કરી છે. રવિ ઉપ્પલની ગત સપ્તાહે દુબઈમાં અટકાયત કરવામાં આવી હતી. અને EDના અધિકારીઓ તેને ભારત મોકલવા માટે દુબઈના અધિકારીઓના સંપર્કમાં છે. ભારતમાં છત્તીસગઢ અને મુંબઈ પોલીસ ઉપ્પલ વિરુદ્ધ તપાસ કરી રહી છે. જ્યારે ED મહાદેવ સટ્ટાબાજીની એપથી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. રવિ મહાદેવ એપ કેસના મુખ્ય આરોપી સૌરવ ચંદ્રાકરનો સહયોગી છે.

ભારત સરકારે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ સહિત અનેક ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટો સામે કડક કાર્યવાહી કરી છે જેમાં મહાદેવ સટ્ટાબાજી એપ કેસના બે મુખ્ય આરોપીઓમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે તેના અન્ય બે સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિ ઉપ્પલની ગત સપ્તાહે દુબઈમાં અટકાયત કરવામાં આવી છે. EDના અધિકારીઓ તેને ભારત મોકલવા માટે દુબઈના અધિકારીઓના સંપર્કમાં છે. ભારતમાં છત્તીસગઢ અને મુંબઈ પોલીસ ઉપ્પલ વિરુદ્ધ તપાસ કરી રહી છે. જ્યારે ED મહાદેવ સટ્ટાબાજીની એપથી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. રવિ મહાદેવ એપ કેસના મુખ્ય આરોપી સૌરવ ચંદ્રાકરનો સહયોગી છે.

છત્તીસગઢ પોલીસ અને મુંબઈ પોલીસ ઉપરાંત ED દ્વારા કથિત ગેરકાયદે સટ્ટાબાજી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઉપ્પલની તપાસ કરવામાં આવી રહી છે. ફેડરલ પ્રોબ એજન્સીએ ઓક્ટોબરમાં ઉપ્પલ અને ઈન્ટરનેટ આધારિત પ્લેટફોર્મના અન્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર સામે છત્તીસગઢના રાયપુરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ વિશેષ કોર્ટ સમક્ષ મની લોન્ડરિંગ ચાર્જશીટ દાખલ કરી હતી. EDની વિનંતીના આધારે ઇન્ટરપોલ દ્વારા પાછળથી રેડ નોટિસ જારી કરવામાં આવી હતી. મહાદેવ એપ સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે જેના પગલે ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ અન્ય દેશોમાં આ ચાલી રહ્યું છે. છત્તીસગઢના રહેવાસી ચંદ્રાકર અને તેના સહયોગી રવિ ઉપ્પલ દુબઈ તેને ચલાવે છે. બંને સામે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો :-

૧૩ ડિસેમ્બર, ૨૦૨૩/ આ રાશિ માટે નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે, પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ ‌

મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્નતા અનુભવાય.

વૃષભઃ

મનમાં પ્રસન્નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઇ બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણીઆંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્રફળ મળતું જણાય.

મિથુનઃ

નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છુટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

‌સિંહઃ

નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ

નસીબ બળવાન બનતંુ હોવાને કારણે આવકમાં વૃધ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃસુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ ‌

નસીબનો સાથે ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃ‌શ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભુતિ જણાય.

ધનઃ

માનસિક શાંતિ વધતી જણાય. ગઇકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.

મકરઃ

આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ

મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ

નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ પ્રતિષ્‍ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

iPhone ૧૬ લોન્ચ પહેલા ચીનને મોટો ઝટકો, જાણો ભારતને ફાયદો

0

એપલ દરેક મોરચે ભારતને ચીનના વિકલ્પ તરીકે સ્થાન આપી રહ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ એટલો વકર્યો છે કે એપલને ચીનથી હવે મોહભંગ થઈ ગયો છે. આ કારણે હવે એપલ દરેક બાબતમાં ભારતને ચીન કરતા વધુ મહત્વ આપી રહ્યું છે. જેથી ભારતમાં વધી રહેલા મેન્યુફેક્ચરિંગને ધ્યાનમાં રાખીને, એપલએ તેના સપ્લાયર્સને ભારતમાં iPhone બેટરી બનાવવા માટે કહ્યું છે. જેના પગલે ભારતને ઘણો ફાયદો થઈ શકે છે.

એપલએ તેના તમામ સપ્લાયર્સને iPhone ૧૬ સ્માર્ટફોનમાં મેડ ઈન ઈન્ડિયા iPhone બેટરીનો ઉપયોગ કરવાનો નિર્યણ લીધો છે. એપલના નિર્ણયથી ચીનને ઝટકો લાગી શકે છે. જેને તાજેતરના ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિવાદ સાથે જોડવામાં આવી રહ્યું છે. પરંતુ આ વિવાદના પગલે ભારતને ઘણો ફાયદો થવાની આશા છે.

  • ભારતને થશે આ ફાયદા
  • ભારતમાં Appleના સૌથી મોટા સપ્લાયર ફોક્સકોને  $૧.૫ બિલિયનનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જેના માટે નવી ઉત્પાદન ફેક્ટરી સ્થાપવામાં આવશે.
  • ૧૭માંથી ૧૪ ચીની સપ્લાયર કંપનીઓએ ભારતમાં તેમની ઉત્પાદન લાઇનઅપ સેટ કરવા માટે ભારત સરકાર પાસે પરવાનગી માંગી છે. આમાં સ્થાનિક ઉત્પાદકો સાથે ભાગીદારી કરવામાં આવશે
  • ગયા વર્ષની સરખામણીમાં એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે ભારતમાંથી iPhoneની નિકાસમાં ૧૭૭ ટકાનો વધારો થયો છે
  • વર્ષ ૨૦૨૪ સુધીમાં Apple iPhoneનો માર્કેટ શેર ૬ ટકાથી વધીને ૮ ટકા થઈ શકે છે

સંજય સુરાના ગ્રુપ સહિત દસ સ્થળો પર ITના દરોડામાં ૩૦૦ કરોડના મળ્યા શંકાસ્પદ દસ્તાવેજો

0

સુરત આયકર વિભાગની ડીડીઆઈ વિંગે સુરતના બિલ્ડર જુથ સુરાના તથા યાર્ન મર્ચન્ટ રાકેશ કંસલ જુથના કુલ ૨૨ જેટલા ધંધાકીય-રહેણાંક સ્થળો પર ગત શુક્રવારે વહેલી સવારથી રેડ કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.ચારેક દિવસોથી હાથ ધરેલી સર્ચ આજે પણ જારી રહેવા પામી છે.અલબત્ત ત્રણ દિવસોની તપાસ દરમિયાન આયકર વિભાગે બિલ્ડર- ટેક્સટાઈલ જુથના ધંધાકીય સ્થળો પરથી ૮ કરોડની રોકડ તથા ૨૦થી વધુ બેંક લોકર્સ જપ્ત કરવા સાથે થોકબંધ હિસાબી દસ્તાવેજો તથા ઈલેકટ્રોનિક્સ ઉપકરણોના ડીજીટલ ડેટા કબજે કર્યા છે.જેની વિગત ઈન્કમટેક્સ રિટર્નમાં બતાવવામાં આવી છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

ગત રોજ આયકર વિભાગે બંને વ્યવસાયિક જુથોના ૧૦ સ્થળો પર તપાસ પુરી કરીને બાકીના ૧૦ સ્થળો પર એકાદ બે દિવસમાં સર્ચ પુરી કરે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. બિલ્ડર તથા ટેક્સટાઈલ જુથના ધંધાકીય સ્થળો પરથી અત્યાર સુધીમાં ૩૦૦ કરોડને લગતા બેનામી હિસાબી વ્યવહારોને લગતાં દસ્તાવેજો મળી આવ્યા હોવાની માહિતી મળી રહી છે. મોટાભાગના વ્યવહારો રોકડમાં થયા હોવાના દસ્તાવેજી પુરાવા આયકર વિભાગને હાથ લાગ્યા છે.જે અંગે વ્યાજ સહિત પેનલ્ટી પણ ચુકવવાની નોબત આવે તેમ છે.

યાર્ન વેપારમાં રાકેશ કંસલના મુખ્યત્વે રીયલ એસ્ટેટમાં કરેલા રોકાણો તથા સોદાઓના વ્યવહારોને લગતા દસ્તાવેજોનું વેરીફિકેશન હાથ ધરવામાં આવ્યું છે.વીતેલા વર્ષમાં થયેલા સોદાના પેમેન્ટ કન્ડીશન,પાર્ટીઓ સાથેના વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે.તદુપરાંત સુરાના બિલ્ડર જુથના બાંધકામ પ્રોજેક્ટમાં જમીન ખરીદીથી માંડીને ફ્લેટ ધારકો પાસેથી મેળવેલા નાણાંકીય અવેજના લગતા હિસાબી વ્યવહારોને તપાસ હાથ ધરાઈ છે.જેમાં મોટા ગજાના બિલ્ડરની એન્ટ્રી પણ મળતાં મોટા પાયા પર કર ચોરી બહાર આવે તેવી સંભાવના સુત્રોએ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :-

લાલ દરિયામાં સ્ફોટક સ્થિતિ, ઈઝરાયેલના જહાજ પર ક્રુઝ મિસાઈલથી હુમલો કર્યો

0

યમનના કિનારે લાલ સમુદ્રમાં એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ હુમલો ઇઝરાઇલના જહાજ પર થયો હતો. પ્રાઇવેટ ઇન્ટેલિજન્સ કંપનીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. જહાજ પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યમનના હુતી બળવાખોરોએ ઇઝરાઇલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝા પટ્ટીમાં કોમર્શિયલ જહાજોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે. યુકે નેવીએ હુમલાની પુષ્ટિ કરી છે. લાલ સમુદ્રમાં યુએસ નેવીની સાથે યુકે નેવી પણ તૈનાત છે.

જહાજમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજ ઈઝરાઇલ સાથે જોડાયેલું છે. અમેરિકન સંરક્ષણ અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ મિસાઇલ યમનમાં હુતી વિદ્રોહીઓએ છોડ્યું હતું. ઇઝરાઇલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝા પટ્ટીમાં કોમર્શિયલ જહાજોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે

IDF (ઇઝરાઇલ ડિફેન્સ ફોર્સ) એ ઉત્તરી ગાઝા પર લગભગ કબજો કરી લીધો છે. હાલમાં, સધર્ન ગાઝા અને વેસ્ટ બેંકમાં IDFની કાર્યવાહી ચાલુ છે. ખાન યુનિસ સહિત દક્ષિણ ગાઝાના દરેક વિસ્તારમાં IDF દ્વારા ભારે બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. સ્કાય એટેક ક્રમિક રીતે થઈ રહ્યા છે. જેથી ગાઝાના રહેવાસીઓને જબરદસ્ત લશ્કરી કાર્યવાહી દ્વારા રફાહ ક્રોસિંગ તરફ ધકેલવામાં આવે.

હાલમાં ગાઝાના લાખો લોકો રફાહ સરહદ નજીક અલ બયુક અને શૌકત અલ-સૂફીના રણ વિસ્તારો વચ્ચે ફસાયેલા છે. બીજી બાજુ, દક્ષિણ ગાઝાની જેમ, ઇઝરાઇલની સેના પણ પશ્ચિમ કાંઠે તેજીથી હુમલો કરી રહી છે અને આ બોમ્બ ધડાકા પાછળનો હેતુ વેસ્ટ બેંકમાં હાજર પેલેસ્ટાઈનીઓને સીરિયા અને જોર્ડન બોર્ડર તરફ ધકેલવાનો છે. તેમને દરેક કિંમતે સ્થળાંતર કરવાની ફરજ પાડવાનો છે.

આ પણ વાંચો :-