સંજય સુરાના ગ્રુપ સહિત દસ સ્થળો પર ITના દરોડામાં ૩૦૦ કરોડના મળ્યા શંકાસ્પદ દસ્તાવેજો

Share this story

સુરત આયકર વિભાગની ડીડીઆઈ વિંગે સુરતના બિલ્ડર જુથ સુરાના તથા યાર્ન મર્ચન્ટ રાકેશ કંસલ જુથના કુલ ૨૨ જેટલા ધંધાકીય-રહેણાંક સ્થળો પર ગત શુક્રવારે વહેલી સવારથી રેડ કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.ચારેક દિવસોથી હાથ ધરેલી સર્ચ આજે પણ જારી રહેવા પામી છે.અલબત્ત ત્રણ દિવસોની તપાસ દરમિયાન આયકર વિભાગે બિલ્ડર- ટેક્સટાઈલ જુથના ધંધાકીય સ્થળો પરથી ૮ કરોડની રોકડ તથા ૨૦થી વધુ બેંક લોકર્સ જપ્ત કરવા સાથે થોકબંધ હિસાબી દસ્તાવેજો તથા ઈલેકટ્રોનિક્સ ઉપકરણોના ડીજીટલ ડેટા કબજે કર્યા છે.જેની વિગત ઈન્કમટેક્સ રિટર્નમાં બતાવવામાં આવી છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

ગત રોજ આયકર વિભાગે બંને વ્યવસાયિક જુથોના ૧૦ સ્થળો પર તપાસ પુરી કરીને બાકીના ૧૦ સ્થળો પર એકાદ બે દિવસમાં સર્ચ પુરી કરે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. બિલ્ડર તથા ટેક્સટાઈલ જુથના ધંધાકીય સ્થળો પરથી અત્યાર સુધીમાં ૩૦૦ કરોડને લગતા બેનામી હિસાબી વ્યવહારોને લગતાં દસ્તાવેજો મળી આવ્યા હોવાની માહિતી મળી રહી છે. મોટાભાગના વ્યવહારો રોકડમાં થયા હોવાના દસ્તાવેજી પુરાવા આયકર વિભાગને હાથ લાગ્યા છે.જે અંગે વ્યાજ સહિત પેનલ્ટી પણ ચુકવવાની નોબત આવે તેમ છે.

યાર્ન વેપારમાં રાકેશ કંસલના મુખ્યત્વે રીયલ એસ્ટેટમાં કરેલા રોકાણો તથા સોદાઓના વ્યવહારોને લગતા દસ્તાવેજોનું વેરીફિકેશન હાથ ધરવામાં આવ્યું છે.વીતેલા વર્ષમાં થયેલા સોદાના પેમેન્ટ કન્ડીશન,પાર્ટીઓ સાથેના વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે.તદુપરાંત સુરાના બિલ્ડર જુથના બાંધકામ પ્રોજેક્ટમાં જમીન ખરીદીથી માંડીને ફ્લેટ ધારકો પાસેથી મેળવેલા નાણાંકીય અવેજના લગતા હિસાબી વ્યવહારોને તપાસ હાથ ધરાઈ છે.જેમાં મોટા ગજાના બિલ્ડરની એન્ટ્રી પણ મળતાં મોટા પાયા પર કર ચોરી બહાર આવે તેવી સંભાવના સુત્રોએ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :-