Sunday, Apr 20, 2025

લાલ દરિયામાં સ્ફોટક સ્થિતિ, ઈઝરાયેલના જહાજ પર ક્રુઝ મિસાઈલથી હુમલો કર્યો

2 Min Read

યમનના કિનારે લાલ સમુદ્રમાં એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ હુમલો ઇઝરાઇલના જહાજ પર થયો હતો. પ્રાઇવેટ ઇન્ટેલિજન્સ કંપનીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. જહાજ પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યમનના હુતી બળવાખોરોએ ઇઝરાઇલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝા પટ્ટીમાં કોમર્શિયલ જહાજોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે. યુકે નેવીએ હુમલાની પુષ્ટિ કરી છે. લાલ સમુદ્રમાં યુએસ નેવીની સાથે યુકે નેવી પણ તૈનાત છે.

જહાજમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજ ઈઝરાઇલ સાથે જોડાયેલું છે. અમેરિકન સંરક્ષણ અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ મિસાઇલ યમનમાં હુતી વિદ્રોહીઓએ છોડ્યું હતું. ઇઝરાઇલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝા પટ્ટીમાં કોમર્શિયલ જહાજોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે

IDF (ઇઝરાઇલ ડિફેન્સ ફોર્સ) એ ઉત્તરી ગાઝા પર લગભગ કબજો કરી લીધો છે. હાલમાં, સધર્ન ગાઝા અને વેસ્ટ બેંકમાં IDFની કાર્યવાહી ચાલુ છે. ખાન યુનિસ સહિત દક્ષિણ ગાઝાના દરેક વિસ્તારમાં IDF દ્વારા ભારે બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. સ્કાય એટેક ક્રમિક રીતે થઈ રહ્યા છે. જેથી ગાઝાના રહેવાસીઓને જબરદસ્ત લશ્કરી કાર્યવાહી દ્વારા રફાહ ક્રોસિંગ તરફ ધકેલવામાં આવે.

હાલમાં ગાઝાના લાખો લોકો રફાહ સરહદ નજીક અલ બયુક અને શૌકત અલ-સૂફીના રણ વિસ્તારો વચ્ચે ફસાયેલા છે. બીજી બાજુ, દક્ષિણ ગાઝાની જેમ, ઇઝરાઇલની સેના પણ પશ્ચિમ કાંઠે તેજીથી હુમલો કરી રહી છે અને આ બોમ્બ ધડાકા પાછળનો હેતુ વેસ્ટ બેંકમાં હાજર પેલેસ્ટાઈનીઓને સીરિયા અને જોર્ડન બોર્ડર તરફ ધકેલવાનો છે. તેમને દરેક કિંમતે સ્થળાંતર કરવાની ફરજ પાડવાનો છે.

આ પણ વાંચો :-

Share This Article