સુરક્ષાની ખામી, પ્રેક્ષક ગેલરીમાંથી બે શખસો લોકસભામાં કુદયા

Share this story

સંસદની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો બન્યો છે. સંસદની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલરીમાંથી બે જણ કૂદ્યા હતા જેથી જોખમ જણાતા સંસદની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી. બે અજાણ્યા વ્યક્તિ પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને ગૃહમાં ઘૂસતા તરત જ ત્યાં અંધાધૂંધી મચી ગઈ હતી. આ મામલો એવા સમયે બન્યો છે જ્યારે આજે સંસદ પર હુમલાની ૨૨મી વર્ષગાંઠ છે. ત્યારે જ નવી સંસદમાં આ ઘટના બનતા સંસદની કાર્યવાહીને ૨ વાગ્યા સુધી સ્થગિત રાખવામાં આવી છે.

બંને આરોપીઓમાંથી એકનું નામ છે સાગર અને બીજાના નામની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. આ લોકો સ્મોક કેન્ડલ શૂઝમાં છુપાવીને લાવ્યા હોવાની માહિતી છે. જે સ્પે કરવામાં આવ્યો હતો તેનાથી સુરક્ષકર્મીઓને વિસ્ફોટકની ગંધ મહેસૂસ કરી હતી. આ બંને યુવકો માટે મૈસૂરના સાંસદનો રેફરી પાસ હતો. આ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

સાંસદ મનોજ કોટક અને મલુક નાગરે આ બંને યુવકોને પકડ્યા હતા. તેના પછી સુરક્ષાકર્મીઓેએ તેમના પર કાબૂ મેળવ્યો. આ ઘટના વિશે જાણકારી આપતાં મલુક નાગરે કહ્યું કે શૂન્યકાળ વખતે આ બંને યુવકો કૂદીને આવ્યા હતા. બંનેના કૂદવાની ધડામ દઈને અવાજ આયો. એવામાં મને લાગ્યું કે કોઈને પગ લપસી ગયો છે. જેવા જ ઉપર જોયું તો બીજો પણ કૂદ્યો. ત્યારે લાગ્યું કે આ લોકોનો ઈરાદો ગરબડ છે. આવી જ એક ઘટના સંસદની બહાર ટ્રાન્સ્પોર્ટ ભવન નજીક થઇ હતી.

આ પણ વાંચો :-