છત્તીસગઢમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ પહેલા નક્સલી હુમલો, ૧ જવાન શહીદ

Share this story

આજે છત્તીસગઢમાં સીએમના શપથ પહેલા નક્સલી દ્વારા  IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો છે. ઉલ્લેખનીય છે કે આજે વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના હતા.

આજે છત્તીસગઢના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. જેમાં વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં રાયપુરમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવાના છે જેમાં દેશના વડાપ્રધાન સહિત ૬ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ચાર કેન્દ્રીય મંત્રીઓ રાજધાની રાયપુર આવી રહ્યા છે ત્યારે રાજ્યના નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો છે જેમાં એક સૈનિક શહીદ થયા છે જ્યારે એક જવાન ઘાયલ થયો છે. નક્સલીઓએ આ હુમલો નારાયણપુરની આમદાઈ ખાણમાં કર્યો છે. CAF બટાલિયનના સૈનિકો નક્સલીઓને પકડમાં આવી ગયા છે. આ હુમલામાં CAF કોન્સ્ટેબલ કમલેશ સાહુ શહીદ થયા હતા, જ્યારે કોન્સ્ટેબલ વિનય કુમાર સાહુ ઘાયલ થયા છે. એસપી પુષ્કર શર્માએ હુમલાની પુષ્ટિ કરી છે.

છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદાનના દિવસે પણ નક્સલવાદીઓએ નાપાક પ્રવૃત્તિઓ કરી હતી. ધમતરીમાં નક્સલવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો હતો. નક્સલવાદીઓએ પેટ્રોલિંગમાં નીકળેલી CRPF અને DRGની ટીમો પર એક પછી એક IED બ્લાસ્ટ કર્યા હતા. જોકે, આ દરમિયાન બાઇક પર સવાર ૨ CRPF જવાનોનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો :-