સુરતના કોલેજના વિદ્યાર્થીઓ NCCના કેમ્પમાં જતા હતા અને બ્રેક ફેલ થતા નડ્યો અકસ્માત

Share this story

જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે સુરતના કોલેજના વિદ્યાર્થીઓની બસને અકસ્માત નડ્યો છે. ધરમપુરના સાડળવેરા નજીક વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી મારતા ૨૬ વિદ્યાર્થીઓને ડ્રાઇવર અને કંડકટરને ઈજા પહોંચતા સારવાર અર્થે ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરત ખાતે આવેલી SVNIT કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બે બસમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલ ખોબા ગામ ખાતે NCC કેમ્પમાં જઈ રહ્યા હતા. જે દરમિયાન ધરમપુર તાલુકાના સાડળવેરા ગામ નજીક વિદ્યાર્થીઓ ભરેલી એક બસની બ્રેક ફેલ થઈ જતા સાડળવેરા ગામ ખાતે બસ ખીણમાં પલટી થઈ હતી. બસ ખીણમાં પલટી જતાં તાત્કાલિક સ્થાનિકો દોડી આવી બસમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં કામે લાગ્યા હતા.

બસમાં ૨૬ જેટલા વિદ્યાર્થીઓમાંથી ૨૪ જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. સાથે જ બસના ડ્રાઈવર અને કંડકટરને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે ધરમપુર ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક વિદ્યાર્થીને સર્જરીની જરૂર હોવાના કારણે સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે. તો અન્ય વિદ્યાર્થીઓને નાની મોટી ઇજા પહોંચતા તમામ વિદ્યાર્થીઓને સારવાર અપાઈ હતી. ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસને થતા વલસાડ ડીવાયએસપી સહિત પોલીસની ટીમ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે પહોંચી હતી.

આ પણ વાંચો :-