રાજ્યમાં હવામાન વિભાગે ઠંડીને લઈ લધુ એકવાર આગાહી કરી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 3 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયો છે. તાપમાન ૨થી ૩ ડિગ્રી વધશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઊંચકાશે તેમજ રાજ્યમાં નલિયામાં સૌથી નીચું ૧૦ ડિગ્રી તાપમાન નોંધાશે છે.
અમદાવાદમાં ૧૭.૪ ડિગ્રી, વડોદરામાં ૧૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરતમાં ૨૧.૮, રાજકોટ ૧૬.૬ તેમજ દ્વારકા ૧૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભૂજની વાત કરીએ તો જ્યાં ૧૫.૮૭, ડિસામાં ૧૪.૨, વેરાવળમાં ૨૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં જોરદાર ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાત્રિના સમયે અને વહેલી સવારે કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાંનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. રાજ્યમાં હાડ થીજવી દે તેવી ઠંડીની ધીમીધારે શરૂઆત થઈ રહી છે. ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી સામે આવી છે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે ગુજરાત સહિત ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે. રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષાની પણ શકયતા છે તેમજ ૧૬મી ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે
આ પણ વાંચો :-