પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે પ્રિ એક્ટિવ સિમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ, ૮૪ કાર્ડ સાથે ૩ ઝડપાયા

Share this story

પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે પ્રિ એક્ટિવ સિમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરતના સિંગણપુર વિસ્તાર ખાતે આવેલી નવજીવન સોસાયટી માંથી પોલીસે ૮૪ સીમકાર્ડ સાથે વીઆઈના એજન્ટ સહીત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓ આઈડી પ્રુફ વગર લોકોને ઊંચી કિંમતે સીમકાર્ડ વેચતા હોવાની વાતનો ખુલાસો થયો છે.

પીસીબીના PI આર.એસ.સુવેરાની સૂચનાથી સ્ટાફે અડાજણ બસ પોર્ટ પાસેથી પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં ૩ની ધરપકડ કરવામાં આવી છે. VI કંપનીનો એજન્ટ ID વગર સીમકાર્ડ ઊંચી કિંમતે વેચતો હતો. જેમાં ૮૪ સીમકાર્ડ, ૪ મોબાઈલ મળી કુલ્લે ૪૫૭૭૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

સીમ કાર્ડ આપનાર રુદ્ર અને ખરીદનાર જય વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. રીઢા ગુનેગારો ડમી સીમકાર્ડનો ઉપયોગ કરે છે. એક જ ગ્રાહકના નામે બે સીમકાર્ડ એક્ટીવ કરતા હતા. ત્યારબાદ વેચી મારવામાં આવતાં હતાં. આ કાર્ડનો ઉપયોગ બેનંબરી ધંધા અથવા તો દેશ વિરોધી પ્રવૃતિમાં પણ થઈ શકતા હોય છે. જેથી પોલીસે આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-