ચેન્નઈના દરિયામાં ઓઈલ લીક ભયાનક બન્યું, વૈજ્ઞાનિકોએ કહ્યું – ‘હવે બહું મોડું કરી દીધું…’

Share this story

ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (CPCL)ની રિફાઈનરીમાંથી અઠવાડિયા પહેલાથી શરુ થયેલું ઓઈલ લીકેજ હજુ અટક્યું નથી. કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું કે રિફાઇનરીમાંથી લીક થયેલું ઓઈલ હવે સમુદ્રમાં ૨૦ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગયું છે. જેને કારણે સમુદ્રી જીવસૃષ્ટિને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે અને માછીમારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે..

ઓઈલ લીક થવાને કારણે ચેન્નાઈની ઈકો-સેન્સિટિવ એન્નોર ક્રીકને વધુને વધુ નુકશાન પહોંચી રહ્યું છે. કોસસ્થલાઇ નદીમાં પણ ઓઈલ ફેલાઈ ગયું છે. દરિયાકિનારા અને ફિશિંગ બોટ પર પણ ઓઈલના નિશાન જોઈ શકાય છે.
તમિલનાડુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તેની તપાસ દરમિયાન CPCLમાં સ્ટોર્મ વોટર મેનેજમેન્ટની પૂરતી વ્યવસ્થામાં ખામીઓ મળી આવી હતી. આ કારણે ગયા અઠવાડિયે ચક્રવાત મિગજોમ દરમિયાન આવેલા પૂરને કારણે ઓઈલ લીક થયું હતું.

એક માછીમારે કહ્યું કે હવે આ ક્ષેત્રમાં માછલીઓ જ નથી, જે હતી તે બધી મરી ગઈ છે. અમારી આજીવિકા જ ખતમ થઈ ગઈ. ઓઈલ લીકને ફેલાતો રોકવા માટે તેલ બૂમર્સ, સ્કિમર્સ અને ગલી સકર જેવી સ્પિલ રોકથામ વિધિઓ શરૂ તો કરાઈ પરંતુ પર્યાવરણવિદ્ નિત્યાનંદ જયારમને કહ્યું કે હવે બહું મોડું થઈ ગયું છે. તેમણે શરૂઆતમાં જ તેલ બૂમર લગાવવાની જરૂર હતી અને ઓઈલ લીકને બંધ કરવાની જરૂર હતી પણ હવે તપાસ કરવામાં પણ વિલંબ કરી દીધો છે. પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ આ અખાતને હવે મોટું નુકસાન થશે.

આ પણ વાંચો :-