Home Blog Page 858

દિલ્હીના કનોટ પ્લેસના ગોપાલદાસ બિલ્ડીંગમાં ભીષણ આગ

0

રાજધાની દિલ્હીના કનોટ પ્લેટ વિસ્તારમાં આવેલી ગોપાલદાસ બિલ્ડિંગમાં ગુરુવારે ભીષણ આગની ઘટના બની. આગ ઓલવવા માટે લગભગ ૧૬ ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને ત્યારબાદ મહામહેનતને આગ પર કાબૂ મેળવાયો હતો.

દિલ્હીના બારાખંબા રોડ પર સ્થિત ગોપાલદાસ બિલ્ડીંગમાં આગની ઘટના બની હતી. આગની આ ઘટના બિલ્ડિંગના ૧૧મા માળે બની હતી. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની ૧૬ ગાડીઓ સ્થળ પર હાજર છે.

આ દરમિયાન બિલ્ડિંગના ૧૬મા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વખતે ૧૧મા માળે આગ લાગી છે. જો કે આનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે. ફાયર વિભાગના કર્મચારીઓ તેમને બચાવવા માટે બિલ્ડિંગની અંદર ગયા છે.

આ પણ વાંચો :-

સંસદની સુરક્ષામાં ચૂક બાદ ગૃહ મંત્રાલયનો નિર્ણય, હવે CISF સંભાળશે સુરક્ષા

0

સંસદની સુરક્ષામાં ૧૩મી ડિસેમ્બરે ચૂક થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંસદની સુરક્ષાને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. વિરોધ પક્ષોની માંગ છે કે આ સુરક્ષા ચૂકને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં આવીને નિવેદન આપે. સંસદની સુરક્ષાની જવાબદારી હવે CISFને આપવાનો નિર્ણય તપાસ કમિટિની ભલામણ બાદ લેવામાં આવ્યો છે.

CISFએ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સનો એક ભાગ છે, જે પરમાણુ અને એરોસ્પેસ ડોમેન હેઠળ આવતી સંસ્થાઓ, એરપોર્ટ અને દિલ્હી મેટ્રોની સુરક્ષાનું કામ કરે છે. આ ઉપરાંત દિલ્હીમાં ઘણા મંત્રાલયોના ભવનોની સુરક્ષાની જવાબદારી પણ CISF પાસે છે. આ રીતે સરકારના આ નિર્ણય બાદ હવે CISF પાસે દેશની સૌથી સુરક્ષિત ગણાતી સંસદની સુરક્ષાની જવાબદારી પણ આવી ગઈ છે.

CISFને સંસદના એક્સેસ પોઈન્ટની જવાબદારી મળી શકે છે, જે હાલમાં દિલ્હી પોલીસ પાસે છે. કેન્દ્ર સરકારના મંત્રાલયોની રક્ષા કરતા CISFના ગવર્મેન્ટ બિલ્ડિંગ સિક્યુરિટી (GBS) યુનિટના નિષ્ણાતો સાથે CISF ફાયર અને રેસ્ક્યૂ અધિકારીઓ અને વર્તમાન સંસદ સુરક્ષા ટીમના અધિકારીઓ આ સપ્તાહના અંતમાં સર્વેક્ષણ શરૂ કરશે. નવા અને જૂના સંસદ સંકુલ અને તેની સાથે સંકળાયેલી ઇમારતોને CISFના વ્યાપક સુરક્ષા કવચ હેઠળ લાવવામાં આવશે, જેમાં સંસદ સુરક્ષા સેવા, દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થશે.

આ પણ વાંચો :-

વડોદરામાં GETCOની ભરતી રદ થતાં યુવરાજસિંહ મેદાને

0

વિદ્યુત સહાયકો (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની પરીક્ષા રદ થતાં આજે વડોદરા ખાતે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ GETCOની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ તેઓ પાસ પણ થયા હતા જો કે ત્યાર બાદ આ પરીક્ષા રદ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા. ત્યારે આજે વડોદરાના ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ યુવરાજસિંહની આગેવાનીમાં જેટકોની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

GETCO દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી રદ્દ કર્યા બાદ હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે. આ તરફ ઉમેદવારોમાં ભારે આક્રોશ સાથે વડોદરા GETCOની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા તો યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા છે. વિગતો મુજબ યુવરાજસિંહ સહિતના ૫ ઉમેદવારોને GETCO કેમ્પસમાં પ્રવેશ અપાયો હતો. આ તરફ તેઓ રજૂઆત કરીને બહાર આવ્યા છે. બાકીના વિદ્યાર્થીઓ બે-ત્રણ કલાકથી GETCOની ઓફિસ બહાર ધરણા પર બેઠેલા છે.

રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનના ઉમેદવારોએ વડોદરા GETCO કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કચેરીના ગેટ બહાર ધરણા પર બેસી કર્યા દેખાવો કર્યા હતા. આ પરીક્ષા પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા ૦૬/૦૩/૨૦૨૩ થી ૧૩/૦૩/૨૦૨૩ તથા લેખિત પરીક્ષા ૦૯/૦૯/૨૦૨૩ ના રોજ યોજાઇ હતી. જેમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટમાં ૫૪૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉત્તીર્ણ થયેલા ૧૨૨૪ ઉમેદવારોના મેડિકલ થયા અને નિમણુંક પત્રો રોકી રાખ્યા હતા.

તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓએ ૬ માર્ચ ૨૦૨૩થી ૧૩ માર્ચ ૨૦૨૩ તથા લેખિત પરીક્ષા ૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ યોજાઈ હતી. કેટલાક ઉમેદવારે વડોદરા ખાતેની GETCO કચેરીને રજૂઆત કરી હતી કે, રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે યોજવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ GETCO દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાને અનુસરવામાં આવેલ નથી. જે પરત્વે તપાસ કમિટી દ્વારા તપાસ કરતાં ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી હતી.

આ પણ વાંચો :-

કોરોના કેશ દેશમાં સતત વધી રહ્યું છે જાણો WHOના પૂર્વ વૈજ્ઞાનિકની ચેતવણી

0

દેશમાં ફરી એક વાર કોરોનાનો નવો વેરિયન્ટ ઊભરાયો છે. હાલમાં સમગ્ર દેશમાં નવા વેરિયન્ટ JN.૧ ના ૨૧ કેસ નોંધાયા છે અને વધી રહ્યાં છે. કેસ વધતા સંબંધિત સરકારો પણ એક્શનમાં આવી ગઈ છે અને જરુર પ્રમાણેના ઉપાયો કરી રહી છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પોલે બુધવારે આ માહિતી આપી હતી. ચિંતાની વાત એ છે કે નવા વેરિઅન્ટની ઝડપ વધવાની સાથે જ કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે. ભારતમાં ૨૧ મે પછી કોરોના વાયરસના ચેપના સૌથી વધુ ૬૧૪ કેસ નોંધાયા છે.

ભારતમાં JN.૧ સબ વેરિએન્ટના અત્યાર સુધી ૨૧ કેસ સામે આવ્યા છે જેમાં ૧૯ ગોવામાં અને મહારાષ્ટ્ર-કેરળમાં એક-એક કેસ નોંધાયો છે. જ્યારે ડૉ. સોમ્યાને સવાલ કરવામાં આવ્યો કે કોચ્ચીની હોસ્પિટલમાં સામે આવેલા ૩૦ ટકા કેસ કોવિડ તરીકે નોંધાયા છે. શું ભારતના અન્ય ભાગમાં પણ આવું થવાની શક્યતા છે. વર્તમાનમાં JN.૧ સબ વેરિઅન્ટને ‘વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે ક્લાસિફાઇ કરવામાં આવ્યું છે.

ચેપથી સંક્રમિત લગભગ ૯૧ થી ૯૨ ટકા લોકો ઘરે સારવારનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોવામાં નવા જેએન.૧ કેસમાંથી ૧૯ નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ નોંધાયો છે. છેલ્લા બે સપ્તાહમાં કોવિડ-૧૯થી સંબંધિત ૧૬ દર્દીઓના મોત થયા છે. તેને ગંભીર કો-રોબિડિટી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે કહ્યું છે કે કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતાં, ૯૨.૮ ટકા કેસની સારવાર ઘરે થઈ રહી છે, જે હળવી બીમારી સૂચવે છે. તેમણે કહ્યું કે કોવિડ-૧૯ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં કોઈ વધારો થયો નથી. જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેઓમાં સહ-રોગ હતો અને તેમને અચાનક કોવિડ હોવાનું નિદાન થયું હતું.

JN.1 એ BA.૨.૮૬ થી સંબંધિત છે જે ઓમિક્રોનના વંશજ છે. આ કારણે ગયા વર્ષે ઉનાળામાં કોરોનાના કેસોમાં તીવ્ર વધારો થયો હતો. નિષ્ણાતોના મતે, બંને વેરિઅન્ટ લગભગ સમાન છે. તેમના સ્પાઇક પ્રોટીનમાં ખૂબ જ થોડો તફાવત છે. સ્પાઇક પ્રોટીન એ વાયરસનો એક ભાગ છે જે તેને માનવ કોષો પર હુમલો કરવાની મંજૂરી આપે છે. નવા પ્રકાર રોગપ્રતિકારક તંત્રને ડોજ કરવામાં વધુ અસરકારક છે. આનો અર્થ એ છે કે ચેપની શક્યતા પણ વધી જાય છે.

આ પણ વાંચો :-

સંસદ સુરક્ષા ચૂકના માસ્ટરમાઈન્ડ લલિત ઝાને ‘ક્રાંતિકારી યોદ્ધા’ ગણાવતાં પોસ્ટર લગાવાયા

0

સંસદની સુરક્ષામાં ચૂકના માસ્ટરમાઈન્ડ દરભંગાના બહેડાના પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર ઉદય ગામના લલિત ઝાના ઘરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરે નવો વિવાદ ઉભો કરી દીધો છે. લલિત ઝાના ભાઈ હરિદર્શન ઝા ઉર્ફે સોનૂએ જણાવ્યું કે, બુધવારે સાંજે લગભગ ૪:૦૦ વાગ્યે મુંબઈ અને હરિયાણાના બે અજાણ્યા વ્યક્તિ ઘરે આવ્યા અને કહ્યું કે, ક્રાંતિકારી લલિત સાથે મુલાકાત કરવા માટે અમે લોકો તમારી યાત્રાની વ્યવસ્થા કરી દઈશું. લલિતે કાયરનું કામ નથી કર્યું. તે ‘ક્રાંતિકારી યોદ્ધા’ છે. બંને થોડા સમય સુધી રોકાયા અને એક પોસ્ટર ઘર પર લગાવીને ચાલ્યા ગયા.

જે બંને લોકોએ પોસ્ટર લગાવવામાં આવ્યા તેમાં લલિત ઝા, નીલમ, મનોરંજન સાગર, અમોલ શિંદે અને મહેશના ફોટા સહિત તમામ પ્રકારની બાબતો લખી હતી. પોસ્ટરમાં લખ્યુ છે કે, અમને ભૂખ, બેરોજગારી અને મોંઘવારીથી આઝાદી જોઈએ. પોસ્ટરમાં કલ્પના ઈનામદારની તસવીર અને મોબાઈલ નંબરનો પણ ઉલ્લેખ છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ બીકે બ્રજેશે કહ્યું કે, તેમને આ મામલે કોઈ જાણકારી નથી.

દિલ્હી પોલીસ અધિકારીઓએ કર્ણાટકના બેંગલુરુમાં એક એન્જિનિયરની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર છે અને મનરંજન ડી સાથે તેના ઊંડા સંબંધો છે. તે જ તેને લોકસભામાં ફેલાવવા માટે ઉપયોગમાં લેવાતા ધુમાડાનું પેકેટ લાવ્યો હતો. મનોરંજન એ જ વ્યક્તિ છે જેણે સાગર શર્મા સાથે મળીને લોકસભામાં ઘૂસણખોરી કરી હતી.

આ પણ વાંચો :-

જાતિવાદના કારણે સ્મશાનમાં મહિલાના અગ્નિ સંસ્કાર ન થવા દીધા, પરિવારે ખેતરમાં આપ્યો અગ્નિદાહ

0

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એક ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક મહિલાના અંતિમ સંસ્કાર સ્મશાનમાં કરવાની ગ્રામજનોએ ના પાડતા. આખરે પરિવારે ખેતરમાં મહિલના મૃતદેહને અગ્નિદાહ આપવો પડ્યો. મામલો સામે આવ્યા બાદ અધિકારીઓ દોડતા થયા હતા. સમગ્ર મામલે મામલતદાર દ્વારા તપાસ કરીને ફરિયાદ નોંધાવા કહેવાયું છે.

હિન્દુત્વ પર ભાજપ કોંગ્રેસને કઈ રીતે ઘેરશે, આવતા મહિને શ્રેષ્ઠ તક

0

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામમંદિરનું ઉદ્ઘાટન ૨૦૨૪ના જાન્યુઆરી મહિનામાં થવાનું છે. દેશના વડાપ્રધાન સહિત દુનિયાભરથી ૧૦ હજાર મહેમાનો આ ઐતિહાસિક મહોત્સવનો લાહવો લેવાના છે.  રામલલાના આ મંદિરના નિર્માણમાં અત્યાર સુધી ૯૦૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. રામ મંદિર ટ્રસ્ટના સંચાલક ચંપત રાયે ગઈકાલે જણાવ્યું કે, ૫ ફેબ્રુઆરી ૨૦૨૦ થી ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં ૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને હજુ ટ્રસ્ટ પાસે 3000 કરોડનો ફંડ બચ્યો છે.

સોનિયા, મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના નેતાઓ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપશે નહીં. રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમની અયોધ્યામાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ૨૨ જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમમાં લગભગ ૮ હજાર લોકો હાજર રહેશે. જેમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ, નેતાઓ, સંતો અને હસ્તીઓ સામેલ થશે. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને પણ વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી આમંત્રણ મળ્યું છે.

આગામી દિવસોમાં દેશના અનેક રાજકીય પક્ષોના પ્રમુખોને આમંત્રણ આપવામાં આવશે. રાજકીય પક્ષોના વડાઓને બોલાવવામાં આવી રહ્યા હોવાનું ટ્રસ્ટના સૂત્રો કહે છે. આ સિવાય બંધારણીય હોદ્દા પર રહેલા અગ્રણી લોકો અને અન્ય કેટલીક હસ્તીઓને પણ બોલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત વિવિધ અખાડા અને સંપ્રદાય સાથે જોડાયેલા સંતોને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. શીખ, બૌદ્ધ અને જૈન સંપ્રદાયના લોકોને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

દરમિયાન કોંગ્રેસના નેતાઓ કાર્યક્રમમાં ન આવવાને લઈને ચર્ચાઓ તેજ બની શકે છે. વાસ્તવમાં જો કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર નહીં રહે તો ભાજપ તેના પર હુમલો કરી શકે છે. અગાઉ પણ ભાજપ હિંદુત્વના મુદ્દે કોંગ્રેસને ઘેરી રહ્યું છે અને હવે જો કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર નહીં રહે તો તેને નવી તક મળી શકે છે. જો કે હજુ સુધી કોંગ્રેસના કોઈ નેતા તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. રાહુલ ગાંધી કે પ્રિયંકા વાડ્રાને કોંગ્રેસ તરફથી રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું નથી. પાર્ટી ચીફ ખડગે, પૂર્વ પીએમ મનમોહન સિંહ અને લોકસભાના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય સોનિયા ગાંધીને વરિષ્ઠ નેતા તરીકે બોલાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

૨૧,ડિસેમ્બર ૨૦૨૩/ આ રાશિના જાતકોનો ગુરુવાર રહેશે નિરાશાજનક, અચાનક તબિયત બગડશે, પ્રેમ સંબંધોમાં આવશે તિરાડ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

0

મેષઃ

નીતિ અનુસાર કામ કરવાની ઇચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ

મોજ શોખમાં રસ વધે. ગુસ્સા પર કાબું રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સંતાન સંબંધીચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારૂ. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણોનું સારૂ ફળ મળતુ જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ

આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. જમીન-મકાનની દલાલી રાજકીય કાર્યોમાં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો. અપરિણિતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

સિંહઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનોની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ

ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ

સંઘર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઇ બહેન સાથે વાદ-વિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવૃધ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ

નાના ભાઇ બહેન તરફથી ચિંતા રહે. એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર-જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ

હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારૂં રહે. સામાન્ય શરદી-કફની શક્યતા છે.

મકરઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા અનુભવાય. આવક-જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ

ઘણો લાભ રહે. શુભ તત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત-સોનું ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

ખાલીસ્થાની અમૃતપાલ સિંહનું એન્કાઉન્ટર

0

અમૃતસરમાં ગેંગસ્ટર અમૃતપાલ સિંહ અનેપંજાબ પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં અમૃતપાલ સિંહ ઠાર કરાયો છે. આ અંગે પોલીસ જણાવતા કહ્યું કે, માર્યો ગયેલો ગેંગ્સ્ટર જાટનો સાગરિત હતો.જેના પર ચાર લોકોની હત્યાનો આરોપ હતો હકીકતમાં ધરપકડ કરાયેલા ૨૨ વર્ષીય ગેંગસ્ટર અમૃતપાલ સિંહને બે કિલોગ્રામ હેરોઈન રિક્વર કરવા માટે જંડિયાલા ગુરુ લઈ જવામાં આવ્યો હતો.

જવાબી કાર્યવાહીમાં પોલીસી ટીમે પણ ફાયરિંગ કર્યું હતું જેથી આરોપી મૃત્યુ પામ્યો હતો. આ ઉપરાંત એન્કાઉન્ટરમાં એક અધિકારી ઘાયલ હોવાનું કહેવાય છે. અમૃતસર ગ્રામીણ વરિષ્ઠ પોલીસ અધિક્ષક સતીન્દર સિંહે કહ્યું કે પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તેણે ૨ કિલો હેરોઈન છુપાવ્યું હતું. અમે તેને ડ્રગ્સ રિકવર કરવા માટે અહીં લાવ્યા હતા. તેણે ડ્રગ્સની સાથે એક પિસ્તોલ છુપાવી હતી, જેમાંથી તેણે ફાયરિંગ કર્યું.

તેણે કહ્યું કે હાથકડી પહેરીને તેણે ત્યાં છુપાયેલી પિસ્તોલથી પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું અને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસ ટીમે ગોળીબાર કર્યો, જેમાં ગેંગસ્ટરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને આ ઘટનામાં બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા.

ગેંગસ્ટર દ્વારા ફાયરિંગમાં વપરાયેલ ૯ MMની પિસ્તોલ અને ૩૦ કારતૂસ મળી આવ્યા છે. SSP સતીન્દર સિંહે કહ્યું કે હાલમાં તે કઈ ગેંગ સાથે સંકળાયેલો હતો તેની તપાસ કરાઈ રહી છે. અમરી તાજેતરમાં જંડિયાલા ગુરુના બાબા, સાજન પ્રધાન, જેઈ અને અન્ય એકની હત્યામાં સામેલ હતો.તેમણે કહ્યું કે આ મામલે મેજિસ્ટ્રેટ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ થશે.

આ પણ વાંચો :-

વધુ બે સાંસદો લોકસભામાંથી સસ્પેન્ડ સંખ્યા હવે ૧૪૩ આ લોકો સામે કાર્યવાહી

0

બુધવારે વધુ બે વિપક્ષી સભ્યોને લોકસભામાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરવા અને ગૃહની અવમાનના બદલ સંસંદના વર્તમાન શિયાળુ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુરક્ષામાં ચૂક મુદ્દે ચાલુ હંગામા વચ્ચે લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજે સદનની અવમાનના મામલે સ્પીકરે બે વિપક્ષી સાંસદ સી થોમસ અને એએમ આરિફને સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા છે. અત્યાર સુધી લોકસભા અને રાજ્યસભાના કુલ ૧૪૩ સાંસદોની હકાલપટ્ટી કરવામાં આવી ચૂકી છે.

ફોજદારી કાયદા સંબંધિત ત્રણ બિલો પર ચર્ચા દરમિયાન સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ બે વિપક્ષી સભ્યો-સી. થોમસ અને એ.એમ. આરિકનું નામ લેતા, અધ્યક્ષની અવમાનના બદલ સંસદના વર્તમાન સત્રના બાકીના સમયગાળા માટે તેમને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જેને ગૃહ દ્વારા અવાજ મત દ્વારા પસાર કરવામાં આવી હતી. આરિફ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કેસિસ્ટના સાંસદ છે અને સી. થોમસ કેરળ કોંગ્રેસના છે.

રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ ઝાએ કહ્યું, અમે ચંદ્રનો ટુકડો નથી માગી રહ્યા.. અમે બંને ગૃહોમાં ગૃહમંત્રીનું નિવેદન ઈચ્છીએ છીએ. સુરક્ષા ક્ષતિને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગણવો જોઈએ. જ્યારે અમે ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી ત્યારે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો, તમે લોકશાહી માતાની હત્યા કરવાનો કોન્ટ્રાક્ટ લીધો છે અને તમે તે જ કરી રહ્યા છો. તમે પ્રતિકાર મુક્ત શેરીઓ અને વિપક્ષ મુક્ત સંસદ માંગો છો. અભિનંદન મોદીજી. તમે આ દેશને એક પક્ષના શાસનની વ્યવસ્થા તરફ લઈ જઈ રહ્યા છો” છેલ્લા કેટલાક દિવસોમાં, ૧૪૩ સાંસદોને પ્લેકાર્ડ લહેરાવવા અને ગૃહમાં સૂત્રોચ્ચાર કરવા બદલ લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-