સંસદ સુરક્ષા ચૂકના માસ્ટરમાઈન્ડ લલિત ઝાને ‘ક્રાંતિકારી યોદ્ધા’ ગણાવતાં પોસ્ટર લગાવાયા

Share this story

સંસદની સુરક્ષામાં ચૂકના માસ્ટરમાઈન્ડ દરભંગાના બહેડાના પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર ઉદય ગામના લલિત ઝાના ઘરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરે નવો વિવાદ ઉભો કરી દીધો છે. લલિત ઝાના ભાઈ હરિદર્શન ઝા ઉર્ફે સોનૂએ જણાવ્યું કે, બુધવારે સાંજે લગભગ ૪:૦૦ વાગ્યે મુંબઈ અને હરિયાણાના બે અજાણ્યા વ્યક્તિ ઘરે આવ્યા અને કહ્યું કે, ક્રાંતિકારી લલિત સાથે મુલાકાત કરવા માટે અમે લોકો તમારી યાત્રાની વ્યવસ્થા કરી દઈશું. લલિતે કાયરનું કામ નથી કર્યું. તે ‘ક્રાંતિકારી યોદ્ધા’ છે. બંને થોડા સમય સુધી રોકાયા અને એક પોસ્ટર ઘર પર લગાવીને ચાલ્યા ગયા.

જે બંને લોકોએ પોસ્ટર લગાવવામાં આવ્યા તેમાં લલિત ઝા, નીલમ, મનોરંજન સાગર, અમોલ શિંદે અને મહેશના ફોટા સહિત તમામ પ્રકારની બાબતો લખી હતી. પોસ્ટરમાં લખ્યુ છે કે, અમને ભૂખ, બેરોજગારી અને મોંઘવારીથી આઝાદી જોઈએ. પોસ્ટરમાં કલ્પના ઈનામદારની તસવીર અને મોબાઈલ નંબરનો પણ ઉલ્લેખ છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ બીકે બ્રજેશે કહ્યું કે, તેમને આ મામલે કોઈ જાણકારી નથી.

દિલ્હી પોલીસ અધિકારીઓએ કર્ણાટકના બેંગલુરુમાં એક એન્જિનિયરની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર છે અને મનરંજન ડી સાથે તેના ઊંડા સંબંધો છે. તે જ તેને લોકસભામાં ફેલાવવા માટે ઉપયોગમાં લેવાતા ધુમાડાનું પેકેટ લાવ્યો હતો. મનોરંજન એ જ વ્યક્તિ છે જેણે સાગર શર્મા સાથે મળીને લોકસભામાં ઘૂસણખોરી કરી હતી.

આ પણ વાંચો :-