ખાલીસ્થાની અમૃતપાલ સિંહનું એન્કાઉન્ટર

Share this story

અમૃતસરમાં ગેંગસ્ટર અમૃતપાલ સિંહ અનેપંજાબ પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં અમૃતપાલ સિંહ ઠાર કરાયો છે. આ અંગે પોલીસ જણાવતા કહ્યું કે, માર્યો ગયેલો ગેંગ્સ્ટર જાટનો સાગરિત હતો.જેના પર ચાર લોકોની હત્યાનો આરોપ હતો હકીકતમાં ધરપકડ કરાયેલા ૨૨ વર્ષીય ગેંગસ્ટર અમૃતપાલ સિંહને બે કિલોગ્રામ હેરોઈન રિક્વર કરવા માટે જંડિયાલા ગુરુ લઈ જવામાં આવ્યો હતો.

જવાબી કાર્યવાહીમાં પોલીસી ટીમે પણ ફાયરિંગ કર્યું હતું જેથી આરોપી મૃત્યુ પામ્યો હતો. આ ઉપરાંત એન્કાઉન્ટરમાં એક અધિકારી ઘાયલ હોવાનું કહેવાય છે. અમૃતસર ગ્રામીણ વરિષ્ઠ પોલીસ અધિક્ષક સતીન્દર સિંહે કહ્યું કે પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તેણે ૨ કિલો હેરોઈન છુપાવ્યું હતું. અમે તેને ડ્રગ્સ રિકવર કરવા માટે અહીં લાવ્યા હતા. તેણે ડ્રગ્સની સાથે એક પિસ્તોલ છુપાવી હતી, જેમાંથી તેણે ફાયરિંગ કર્યું.

તેણે કહ્યું કે હાથકડી પહેરીને તેણે ત્યાં છુપાયેલી પિસ્તોલથી પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું અને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસ ટીમે ગોળીબાર કર્યો, જેમાં ગેંગસ્ટરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને આ ઘટનામાં બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા.

ગેંગસ્ટર દ્વારા ફાયરિંગમાં વપરાયેલ ૯ MMની પિસ્તોલ અને ૩૦ કારતૂસ મળી આવ્યા છે. SSP સતીન્દર સિંહે કહ્યું કે હાલમાં તે કઈ ગેંગ સાથે સંકળાયેલો હતો તેની તપાસ કરાઈ રહી છે. અમરી તાજેતરમાં જંડિયાલા ગુરુના બાબા, સાજન પ્રધાન, જેઈ અને અન્ય એકની હત્યામાં સામેલ હતો.તેમણે કહ્યું કે આ મામલે મેજિસ્ટ્રેટ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ થશે.

આ પણ વાંચો :-