ભારતના નિર્દેશથી Google પ્લે સ્ટોરે ૨૫૦૦ એપ્સ હટાવી

Share this story

ગૂગલે પ્લે સ્ટોરમાંથી ૨,૫૦૦થી વધુ છેતરપિંડીવાળી લોન એપ્સને દૂર કરી છે. આ કાર્યવાહી એપ્રિલ ૨૦૨૧ થી જુલાઈ ૨૦૨૨ વચ્ચે કરવામાં આવી છે. આ છેતરપિંડી લોન એપ્લિકેશન્સ સામાન્ય રીતે ઓછા વ્યાજ દરો અને સરળ લોનનું વચન આપે છે.

ભારત સરકારની અપીલ પર ગૂગલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ગૂગલ દ્વારા જે એપ્સ હટાવી દેવામાં આવી છે તે લોકોને લોનના નામે છેતરપિંડીનો શિકાર બનાવી રહી હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમને લોકસભામાં ૧૮ ડિસેમ્બરે પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવેલી એપ્સ વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે, સરકાર લાંબા સમયથી ફ્રોડ લોન એપ્સને દૂર કરવાની યોજના બનાવી રહી છે. જે એપને હટાવી દેવામાં આવી હતી તે લોકોને લોન આપવાના નામે છેતરપિંડીનો શિકાર બનાવતી હતી. સરકાર હવે ઓનલાઈન ફ્રોડને લઈને કડક બની છે. જેને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર સતત નવા પગલાં ભરી રહી છે.

નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું કે, RBIએ સરકાર સાથે એપ્સની યાદી જાહેર કરી હતી. સરકારે આ યાદી ગૂગલ સાથે શેર કરી છે. એપ સ્ટોર્સની મદદથી આ ૨,૫૦૦ ફ્રોડ લોન એપ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ જ કારણ છે કે ગૂગલે આ એપ્સને હટાવવાનો નિર્ણય લીધો છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું હતું કે સરકાર આવી એપ્સ સામે કાર્યવાહી કરવાની સતત યોજના બનાવી રહ્યા છે. આ સીરિઝમાં ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી ૨,૫૦૦ ફ્રોડ લોન એપ્સ હટાવી દીધી છે. આ એપ્સ લોન આપવાના નામે લોકોને છેતરતી હતી. આ બાબતે એફએસડીસીની બેઠકમાં પણ આ કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે FSDC એક એવી સંસ્થા છે જે સાયબર સુરક્ષા પર કામ કરે છે. આ સંસ્થાએ આ મામલે સરકાર અને ગૂગલ વચ્ચે સહયોગની માંગ કરી હતી.

આ પણ વાંચો :-