ગાંધીનગરથી નકલી “GST ઓફિસર” ઝડપાયો, નાના વેપારીને ધમકી આપી કર્યો હતો તોડ

Share this story

ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. નકલી PMO, નકલી CMO, નકલી DYSP બાદ હવે ગાંધીનગરથી નકલી GST ઓફિસર ઝડપાયો છે. નકલી GST ઓફિસર બનીને વેપારીઓનો તોડ કરનારા આરોપીને LCBની ટીમે ઝડપી પાડ્યો છે. આ ઠગે અત્યાર સુધીમાં કેટલા લોકોને ચૂનો લગાવ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

LCBની ટીમે ગાંધીનગર સહિતના અન્ય જિલ્લામાં નકલી GST ઓફિસર બનીને વેપારીઓનો તોડ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. એક વર્ષ અગાઉ મિત્રો સાથે મળીને તલોદના વેપારીને ત્યાં નકલી રેડ કરી તોડ કરવા મામલે ગુનો પણ દાખલ થયો હતો. જે ગુનામાં LCBએ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસની તપાસમાં ગાંધીનગરના નાના ચિલોડા ખાતે આવેલી અનીકેત સોસાયટીમાં રહેતો અને જમીન દલાલીનો બિઝનેસ કરતો કમેલશ ઉર્ફે કે.પી પંચાલે મિત્રો સાથે મળીને વેપારીને GST ઓફિસરની ઓળખ આપીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું. ગુનો દાખલ થતાં જ નકલી જીએસટી ઓફિસરની ઓળખાણ આપનાર કમલેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

ગાંધીનગર ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પોલીસને મળેલી બાતમીના આધારે ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના એપોલો સર્કલ નર્મદા કેનાલ તરફના સર્વિસ રોડ પર આરોપી કમલેશને ઝડપી પાડ્યો હતો. આ આરોપી આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો.

આ પણ વાંચો :-