વડોદરામાં GETCOની ભરતી રદ થતાં યુવરાજસિંહ મેદાને

Share this story

વિદ્યુત સહાયકો (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની પરીક્ષા રદ થતાં આજે વડોદરા ખાતે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ GETCOની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ તેઓ પાસ પણ થયા હતા જો કે ત્યાર બાદ આ પરીક્ષા રદ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા. ત્યારે આજે વડોદરાના ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ યુવરાજસિંહની આગેવાનીમાં જેટકોની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

GETCO દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી રદ્દ કર્યા બાદ હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે. આ તરફ ઉમેદવારોમાં ભારે આક્રોશ સાથે વડોદરા GETCOની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા તો યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા છે. વિગતો મુજબ યુવરાજસિંહ સહિતના ૫ ઉમેદવારોને GETCO કેમ્પસમાં પ્રવેશ અપાયો હતો. આ તરફ તેઓ રજૂઆત કરીને બહાર આવ્યા છે. બાકીના વિદ્યાર્થીઓ બે-ત્રણ કલાકથી GETCOની ઓફિસ બહાર ધરણા પર બેઠેલા છે.

રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનના ઉમેદવારોએ વડોદરા GETCO કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કચેરીના ગેટ બહાર ધરણા પર બેસી કર્યા દેખાવો કર્યા હતા. આ પરીક્ષા પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા ૦૬/૦૩/૨૦૨૩ થી ૧૩/૦૩/૨૦૨૩ તથા લેખિત પરીક્ષા ૦૯/૦૯/૨૦૨૩ ના રોજ યોજાઇ હતી. જેમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટમાં ૫૪૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉત્તીર્ણ થયેલા ૧૨૨૪ ઉમેદવારોના મેડિકલ થયા અને નિમણુંક પત્રો રોકી રાખ્યા હતા.

તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓએ ૬ માર્ચ ૨૦૨૩થી ૧૩ માર્ચ ૨૦૨૩ તથા લેખિત પરીક્ષા ૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ યોજાઈ હતી. કેટલાક ઉમેદવારે વડોદરા ખાતેની GETCO કચેરીને રજૂઆત કરી હતી કે, રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે યોજવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ GETCO દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાને અનુસરવામાં આવેલ નથી. જે પરત્વે તપાસ કમિટી દ્વારા તપાસ કરતાં ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી હતી.

આ પણ વાંચો :-