Home Blog Page 857

ગુજરાતમાં હવે એક સ્થળે દારુ પીવાની છૂટ

0

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં ” વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.

ગુજરાતમાં સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

ગિફ્ટ સિટી ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ. સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય ગિફ્ટ સિટી વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં નવા JN.૧ સબ વેરિએન્ટ ૧૩ એક્ટિવ કેસ નોંધાયા

તમિલનાડુના ઉચ્ચ શિક્ષણમંત્રીને ભ્રષ્ટાચારના કેસમાં તીન વર્ષની જેલ, ૫૦ લાખનો દંડ

હાથ જોડવાનો ડૉક્ટરોનો પ્રયાસ ફળ્યો, પણ ઇન્ફેક્શને બાળકનો ભોગ લીધો

0

સુરતના વેસુમાં લિફ્ટમાં હાથ કપાય ગયેલા બાળકનું મોત નીપજ્યું છે. એક વર્ષીય બાળક પ્રિન્સનો હાથ લિફ્ટની મોટરમાં આવી ગયો હતો. બાળકનો હાથ શરીરથી અલગ થઈ જતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં હાથને જોડાયો હતો પણ લોહીનું પરિભ્રમણ ન થતાં ફરી છુટ્ટો કરી દેવાયો હતો. બાળકની ૧૨ દિવસની સારવાર બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. શરીરમાં ઇન્ફેક્શન ફેલાતાં બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના વેસુ વિસ્તારમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસમાં કામ કરી ત્યાં જ રહેતો હતો. મુકેશ રાવ નવનિર્મિત બિલ્ડિંગોમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મુકેશના પરિવારમાં બે સંતાન છે, જેમાંથી નાનો પ્રિન્સ એક વર્ષનો હતો. ગત ૯ ડિસેમ્બરના રોજ પિતા આવાસના એ બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા. ત્યારે પત્ની પ્રિન્સને ટુવાલમાં લપેટી જઈ રહી હતી અને લોડિંગ લિફ્ટના મશીનમાં ટુવાલ ફસાયો હતો અને સાથે બાળકનો જમણો હાથ મશીનમાં આવી જતા કપાઇ ગયો હતો.

તાત્કાલિક બાળકને સુપરવાઈઝરની કારમાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક બાળકને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકનો કપાઇ ગયેલો હાથ પણ સાથી મજૂર લઈને સિવિલ આવ્યો હતો. ખભાના ભાગેથી જ હાથ છૂટો પડી ગયો હતો. ઉપરાંત પ્રિન્સના માથા અને કાન પર પણ ગંભીર ઇજા થઈ હતી.

આ બાળકને સાંજના સમયે ત્રણ કલાક સર્જરી કરીને ડોક્ટરે તેનો હાથ પાછો જોડી દીધો હતો. હાથની સર્જરી કરવામાં થોડા કલાકોનું મોડું થવાના કારણે ૭૨ કલાક હાથના લોહી સર્ક્યુલેશન માટે બાળકને ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો.

બાળકના હાથ જોડાયા બાદ તેનું લોહીનું સર્ક્યુલેશન ચાલુ નહીં રહેવાના કારણે હાથ ફરી છૂટો કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ આજસુધી બાળકની સારવાર ચાલી રહી હતી. જોકે, શરીરમાં ઇન્ફેક્શન ફેલાતાં બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના દીકરાનું મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં નવા JN.૧ સબ વેરિએન્ટ ૧૩ એક્ટિવ કેસ નોંધાયા

તમિલનાડુના ઉચ્ચ શિક્ષણમંત્રીને ભ્રષ્ટાચારના કેસમાં તીન વર્ષની જેલ, ૫૦ લાખનો દંડ

ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં ફાયરિંગ ૧૦ લોકો ના મોત, ૩૦ ઘાયલ

0

ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે, જેમાં લગભગ ૧૦ \લોકોના મોત થયા છે અને ૩૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, પોલીસે જવાબી કાર્યવાહી કરીને હુમલાખોરને ઠાર માર્યો હતો. જોકે, પ્રાગ શહેરમાં ગોળીબાર કયા સંજોગોમાં થયો તે અંગે પોલીસે ઉલ્લેખ કર્યો નથી.

ચાર્લ્સ યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યો છે તેમજ ઈન્ટરસેક્શનને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. તેમજ સ્થાનિક લોકોને રસ્તા પર ન આવવા સૂચના આપવામાં આવી છે અને લોકોને માત્ર ઘરની અંદર જ રહેવાની વિનંતી કરવામાં આવી છે.

આ બાબતની માહિતી આપતા ચેકના ગૃહમંત્રી વિટ રાકુસને કહ્યું કે ઘટનાસ્થળે અન્ય કોઈ હુમલાખોર હાજર ન હતો, એક હુમલાખોરને પોલીસ કર્મચારીઓએ માર્યો હતો. હું લોકોને પોલીસને સહકાર આપવા વિનંતી કરું છું. પ્રાગની બચાવ સેવાએ કહ્યું કે હુમલાખોરને મૃત જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ૧૦  લોકોના મોત થયા છે અને ૯  લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

અયોધ્યામાં તમામ હોટલ અને ધર્મશાળાઓનું પ્રી-બુકિંગ રદ

0

અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન અને અભિષેકને હવે માત્ર એક મહિનો જ બાકી છે. ઉદઘાટનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન સરકારે ગુરુવારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ૨૨ મી જાન્યુઆરીએ અયોધ્યામાં તમામ હોટલ અને ધર્મશાળાઓનું પ્રી-બુકિંગ રદ કરી દીધું છે. VVIP સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય અંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, એવું ધ્યાને આવ્યું છે કે ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે કેટલાક લોકોએ સ્થાનિક હોટલો અને ધર્મશાળાઓ બુક કરાવી છે. તેમણે નિર્દેશ આપ્યો કે આને રદ કરવામાં આવે જેથી સરકાર અને પ્રશાસનમાં કોઈ મુશ્કેલી ન આવે, કારણ કે તે દિવસે ભારતથી વિશેષ આમંત્રિતો અયોધ્યા આવશે અને અયોધ્યા એરપોર્ટ પર ૧૦૦  વિમાનો આવવાની સંભાવના છે, તેના ડાયવર્ઝનની વ્યવસ્થા પણ કરવી પડશે.

આગામી ૩૦ ડિસેમ્બરે વડાપ્રધાન મોદીની અયોધ્યા મુલાકાત પહેલા સીએમ યોગીએ ઘણી મહત્વની જાહેરાત કરી છે. એવું પ્રકાશમાં આવ્યું છે કે ધાર્મિક નગરી અયોધ્યાને વડાપ્રધાન મોદીના હાથમાંથી હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ભેટમાં આપવામાં આવશે. સીએમએ કહ્યું કે, ૩૦ ડિસેમ્બરે રામમય અવધપુરીમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય નાગરિક સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે અયોધ્યાને ત્રેતાયુગના મહિમા પ્રમાણે શણગારવામાં આવશે.

આ પણ વાંચો :-

અયોધ્યામાં તમામ હોટલ અને ધર્મશાળાઓનું પ્રી-બુકિંગ રદ

0

અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન અને અભિષેકને હવે માત્ર એક મહિનો જ બાકી છે. ઉદઘાટનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન સરકારે ગુરુવારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ૨૨ મી જાન્યુઆરીએ અયોધ્યામાં તમામ હોટલ અને ધર્મશાળાઓનું પ્રી-બુકિંગ રદ કરી દીધું છે. VVIP સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય અંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, એવું ધ્યાને આવ્યું છે કે ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે કેટલાક લોકોએ સ્થાનિક હોટલો અને ધર્મશાળાઓ બુક કરાવી છે. તેમણે નિર્દેશ આપ્યો કે આને રદ કરવામાં આવે જેથી સરકાર અને પ્રશાસનમાં કોઈ મુશ્કેલી ન આવે, કારણ કે તે દિવસે ભારતથી વિશેષ આમંત્રિતો અયોધ્યા આવશે અને અયોધ્યા એરપોર્ટ પર ૧૦૦  વિમાનો આવવાની સંભાવના છે, તેના ડાયવર્ઝનની વ્યવસ્થા પણ કરવી પડશે.

આગામી ૩૦ ડિસેમ્બરે વડાપ્રધાન મોદીની અયોધ્યા મુલાકાત પહેલા સીએમ યોગીએ ઘણી મહત્વની જાહેરાત કરી છે. એવું પ્રકાશમાં આવ્યું છે કે ધાર્મિક નગરી અયોધ્યાને વડાપ્રધાન મોદીના હાથમાંથી હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ભેટમાં આપવામાં આવશે. સીએમએ કહ્યું કે, ૩૦ ડિસેમ્બરે રામમય અવધપુરીમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય નાગરિક સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે અયોધ્યાને ત્રેતાયુગના મહિમા પ્રમાણે શણગારવામાં આવશે.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીરમાં લશ્કરના બે વાહનો પર આતંકી હુમલામાં ચાર જવાન શહીદ

0

જમ્મુ -કાશ્મીરના પૂંચ જિલ્લામાં લશ્કરના બે વાહનો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. અચાનક અંધાધૂંધ ગોળીબાર થવા માંડયો હતો. જવાનોએ તુરંત વળતો જવાબ આપ્યો હતો. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના આધારે અગાઉથી જ જમ્મુ-કાશ્મીર પોલીસ અને લશ્કરનું સંયુક્ત ઓપરેશન ચાલતું હતું. એમાં મદદ કરવા માટે આર્મીના બે વાહનોમાં સૈનિકો જતા હતા ત્યારે હુમલો થયો હતો. હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા, ત્રણને ગંભીર ઈજા પહોંચી છે. સૈન્યએ આખાય વિસ્તારને કોર્ડન કરીને નવેસરથી સર્ચ ઓપેરશન હાથ ધર્યું છે. તોયબાના આતંકીઓએ હુમલો કર્યાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સૈનિકોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ હથિયારો સાથે રસ્તાની વચ્ચે ધસી આવ્યા હોય એવી સંભાવના છે.

જમ્મુ-કાશ્મીર પોલીસ અને લશ્કરીદળોનું એક સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલતું હતું. એ ઓપરેશનમાં મદદ માટે વધુ બે વાહનોમાં સૈનિકોને મોકલાયા હતા. એક લશ્કરી ટ્રક અને એક જીપમાં સૈનિકો સંયુક્ત ઓપરેશનમાં મદદ માટે જતા હતા ત્યારે બફલિયાઝ પોલીસ સ્ટેશન મંડી રોડ પાસે આતંકીઓએ સૈનિકોના વાહનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકી હુમલાથી તુરંત સાવધાન થયેલા જવાનોએ વળતું ફાયરિંગ શરૂ કર્યું હતું. સામ-સામા ફાયરિંગ દરમિયાન સાત-આઠ જવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. એમાંથી ચાર જવાનો શહીદ થયા હતા અને ત્રણને ઈજા પહોંચતા તેમની સારવાર ચાલી રહી છે. ઘટના સ્થળની તસવીરો સામે આવી હતી, જે વિચલિત કરી દે તેવી છે. રસ્તામાં સૈનિકોના તૂટેલા હેલ્મેટ, ગાડીના કારના ટૂકડા વેરાયેલા પડયા છે. આખોય રસ્તો સૈનિકોના લોહીથી ઉભરાઈ ગયો છે.

આ હુમલા બાદ સૈન્યએ આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે. થન્નામંડી ડીકેજી બુફલિયાઝ રોડ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે અને આસપાસના લોકોને બહાર ન નીકળવાની તાકીદ કરવામાં આવી છે. રાજૌરી-પૂંચ નેશનલ હાઈવે પર એલર્ટ જારી કરાયો છે. ઠેર-ઠેર સુરક્ષાદળોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ૪૮ રાષ્ટ્રીય રાઈફલના જવાનો સંયુક્ત ઓપરેશનને મદદ કરવા જતા હતા ત્યારે અચાનક આતંકવાદીઓ હથિયારોનો જથ્થો લઈને રસ્તાની વચ્ચે આવી ગયા હોય એવી પ્રાથમિક શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો :-

 

લોકસભામાંથી વધુ ત્રણ સાંસદોસસ્પેન્ડ

0

સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષોએ હંગામો કરતા લોકસભા સ્પીકરે વધુ ત્રણ  સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા ૧૪૬ પર પહોંચી ગઈ છે. આ પહેલા ગઈકાલે બે સાંસદોને સંસદની અવમાનના મામલે સદનની અવમાનના મામલે સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ ઝાએ કહ્યું, અમે ચંદ્રનો ટુકડો નથી માગી રહ્યા.. અમે બંને ગૃહોમાં ગૃહમંત્રીનું નિવેદન ઈચ્છીએ છીએ. સુરક્ષા ક્ષતિને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગણવો જોઈએ. જ્યારે અમે ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી ત્યારે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો, તમે લોકશાહી માતાની હત્યા કરવાનો કોન્ટ્રાક્ટ લીધો છે અને તમે તે જ કરી રહ્યા છો. તમે પ્રતિકાર મુક્ત શેરીઓ અને વિપક્ષ મુક્ત સંસદ માંગો છો. અભિનંદન મોદીજી. તમે આ દેશને એક પક્ષના શાસનની વ્યવસ્થા તરફ લઈ જઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસોમાં, ૧૪૬ સાંસદોને પ્લેકાર્ડ લહેરાવવા અને ગૃહમાં સૂત્રોચ્ચાર કરવા બદલ લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સાંસદોને સસ્પેન્ડ કરવાની શરુઆત ૧૪ ડિસેમ્બરથી થઈ હતી, જ્યારે વિરોધ પક્ષોના સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂકને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી હતી. ૧૩ ડિસેમ્બરની બપોરે સંસદની સુરક્ષામાં એક મોટી ચૂક થતા લોકસભામાં બે યુવકોએ પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને વેલ સુધી પહોંચી ગયા હતા અને તેમણે સ્મોક કેન વડે સંસદમાં પીળા રંગનો ધુમાડો કર્યો હતો. આ મામલે અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં નવા JN.૧ સબ વેરિએન્ટના ૧૩ એક્ટિવ કેસ નોંધાયા

0

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગુજરાતમાં કોરોનાના ૧૩ કેસ એક્ટિવ હોવાનું ગઈકાલે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું. ત્યારે હવે અમદાવાદમાં ગઈકાલે સાત કેસ નોંધાયા હતાં ત્યારે આજે વધુ ૭ કેસ નોંધાયા છે. શહેરના નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં કેસ નોંધાતા શહેરનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. અમદાવાદમાં આજે ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ સંક્રમિત થયા છે. આથી એક્ટિવ કેસની સંખ્યા ૧૩ પર પહોંચી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ગુજરાતમાં હાલમાં ૧૩ સક્રિય કેસ છે અને તે ૧૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંનો એક છે જેમાં ઓછામાં ઓછો એક કેસ નોંધાયો છે. રામેશ્વરમથી પરત ફર્યા બાદ લક્ષણો દર્શાવનાર ૫૭ અને ૫૯ વર્ષની બે મહિલાઓનો કોવિડ-નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ૧૯ અને રાજ્યની રાજધાનીમાં હોમ આઇસોલેશન હેઠળ છે. તેમના પરિવારના સભ્યોના નમૂનાઓ પરીક્ષણ માટે એકત્રિત કરવામાં આવ્યા છે.

ચેપથી સંક્રમિત લગભગ ૯૧ થી ૯૨ ટકા લોકો ઘરે સારવારનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. ગોવામાં નવા જેએન.૧ કેસમાંથી ૧૯ નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ નોંધાયો છે. છેલ્લા બે સપ્તાહમાં કોવિડ-૧૯થી સંબંધિત ૧૬ દર્દીઓના મોત થયા છે. તેને ગંભીર કો-રોબિડિટી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે કહ્યું છે કે કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતાં, ૯૨.૮ ટકા કેસની સારવાર ઘરે થઈ રહી છે, જે હળવી બીમારી સૂચવે છે. તેમણે કહ્યું કે કોવિડ-૧૯ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં કોઈ વધારો થયો નથી. જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેઓમાં સહ-રોગ હતો અને તેમને અચાનક કોવિડ હોવાનું નિદાન થયું હતું.

કેરળમાં પણ ૨૦૦૦ જેટલા કેસ છે, જેમાં મોટા ભાગના દર્દીઓ ઘરે જ સારવાર લઈ સાજા થઈ રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં ફોરેનથી આવતા ડેલિગેટ્સ છે, જેઓ અહીં ભાગ લેવા આવવાના છે, તેમનામાં આ પ્રકારનાં લક્ષણો દેખાશે તો તેમને પણ કહેવામાં આવશે કે ટેસ્ટ કરાવી લો. કોરોનામાં જેવાં લક્ષણો હતાં એવાં માઇલ્ડ લક્ષણો છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, શિયાળાની ઋતુ દરમિયાન સામાન્ય રીતે શરદી, તાવ, ઉધરસ વગેરેના કેસોમાં વધારો જોવા મળે છે, જેથી અગમચેતીના ભાગરૂપે હાલ કોવિડ-૧૯ના કેસો ન વધે એની તકેદારી રાખવા તંત્રને સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો :-

તમિલનાડુના ઉચ્ચ શિક્ષણમંત્રીને ભ્રષ્ટાચારના કેસમાં તીન વર્ષની જેલ, ૫૦ લાખનો દંડ

0

મદ્રાસ હાઈકોર્ટે ગુરુવારે તામિલનાડુના ઉચ્ચ શિક્ષણ પ્રધાન કે. પોનમુડીને અપ્રમાણસર સંપત્તિના કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે તેઓ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠર્યા અને મંત્રી પદ પણ ગુમાવ્યું. હાઇકોર્ટના જસ્ટિસ જી. જયચંદ્રએ પોનમુડીની પત્ની પી. વિશાલાક્ષીને પણ દોષિત જાહેર કરતા બંનેને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે.

પોનમુડી અને તેમની પત્ની પી વિશાલાક્ષીએ કોર્ટમાં પોતાનો મેડિકલ રેકોર્ડ રજૂ કર્યો અને દલીલ કરી કે આ મામલો ઘણો જૂનો છે અને હવે તેઓ ૭૩ વર્ષના છે. તેમની પત્ની ૬૦ વર્ષની છે. દંપતીએ લઘુત્તમ સજાની વિનંતી કરી હતી. હાઈકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો આપ્યો અને કે પોનમુડીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી. કોર્ટે તેને અને તેની પત્ની પર ૫૦ લાખનો દંડ ફટકાર્યો છે. જોકે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા સજા પર 30 દિવસ માટે રોક લગાવવામાં આવી છે અને દોષિતોને સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની મંજૂરી આપી છે.

ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શનએ ૨૦૦૨માં પોનમુડી અને તેની પત્ની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તત્કાલીન AIADMK સરકાર ૧૯૯૬-૨૦૦૧ સુધી સત્તામાં હતી. આ બંનેની આવકના સ્ત્રોતો સિવાયની આવક ૧.૪ કરોડ રૂપિયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તપાસમાં, DVAC એ દાવો કર્યો હતો કે પોનમુડીએ ૧૯૯૬-૨૦૦૧ દરમિયાન રાજ્ય સરકારમાં પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર સંપત્તિઓ હસ્તગત કરી હતી.

દોષિતોના વરિષ્ઠ વકીલ એન.આર. એલાન્ગોએ તેમને(દોષિતો) સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવા સક્ષમ બનાવવા માટે રજા મંજૂર કરવા અને સજાને સ્થગિત કરવા માટે કોર્ટને વિનંતી કરી હતી. જેના પર જજે ૩૦ દિવસની રજા મંજૂર કરી અને ૩૦ દિવસની સજા પણ સ્થગિત કરી છે. ન્યાયાધીશે કહ્યું કે, સસ્પેન્શનનો સમયગાળો પૂરો થવા પર તેણે વિલ્લુપુરમની ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે.

આ પણ વાંચો :-

ભારતમાં મુસ્લિમોનું ભવિષ્ય શું? PM મોદીએ ઈન્ટરવ્યુમાં આપ્યું નિવેદન, શું કહ્યું જાણો?

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ધરતીને મુસ્લિમો માટે જન્નત બતાવી છે. વિદેશી અખબાર ‘ફાઈનાન્સિયલ ટાઈમ્સ’ને આપેલા ઈન્ટરવ્યુમાં એક સવાલના જવાબમાં PM મોદીએ કહ્યું કે, ભારતની ધરતી મુસ્લિમો માટે જન્નત છે. તેમણે કહ્યું કે, વિશ્વમાં અન્ય જગ્યાએ અત્યાચારનો સામનો કરવા છતાં, તેઓને ભારતમાં સુરક્ષિત આશ્રયસ્થાન મળ્યું છે, તેઓ ખુશીથી રહી રહ્યા છે અને સમૃદ્ધ જીવન જીવી રહ્યા છે. એટલું જ નહીં, તેમણે કેનેડા વિવાદ અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અંગે પણ ખુલીને ચર્ચા કરી. કેનેડા મુદ્દે પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અભિવ્યક્તિની આઝાદીની આડમાં હિંસાનો ખેલ રમાઈ રહ્યો છે.

પાર્ટીના ટીકાકારોનું કહેવું છે કે હાલમાં ભાજપમાં કોઈ મુસ્લિમ સાંસદ કે મુસ્લિમ વરિષ્ઠ મંત્રી નથી. જ્યારે ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે પીએમ પારસીઓની સફળતાની ચર્ચા કરવા લાગ્યા. ભારતમાં વસતા ધાર્મિક સૂક્ષ્મ લઘુમતીઓમાં પારસી સમુદાયની ગણતરી થાય છે કારણ કે તેમની વસ્તી ઘણી ઓછી છે. આમ કહીને PM એ મોટો સંદેશ આપ્યો.

જ્યારે પીએમ મોદીને ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે, ભારતમાં મુસ્લિમ લઘુમતીનું ભવિષ્ય શું છે, તો પીએમ મોદીએ તેના બદલે ભારતના પારસીઓની આર્થિક સફળતા તરફ ધ્યાન દોર્યું, જેમને તેઓ ‘ભારતમાં રહેતા ધાર્મિક માઈક્રો લઘુમતી’ માને છે. તેમણે કહ્યું, ‘વિશ્વમાં અન્યત્ર અત્યાચારનો સામનો કરવા છતાં, તેઓ (મુસ્લિમ લઘુમતી)ને ભારતમાં સુરક્ષિત આશ્રય મળ્યો છે. તેઓ સુખી અને સમૃદ્ધ જીવન જીવે છે.

અમેરિકાના આરોપો પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા વડા પ્રધાન મોદીએ બુધવારે કહ્યું કે જો અમને કોઈ માહિતી આપશે તો અમે ચોક્કસપણે તેની તપાસ કરીશું. કાયદાના શાસન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા છે. આ સાથે જ કેનેડાના મુદ્દા પર જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં હિંસાનો ખેલ રમાઈ રહ્યો છે. જ્યાં સુધી કેનેડા તેના આરોપો સાબિત નહી કરે ત્યાં સુધી ભારત તે આરોપોને સ્વીકારશે નહિ.

આ પણ વાંચો :-