Home Blog Page 856

મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડે કોરોના વાયરસથી સંક્રમિત

0

કોરોનાનો નવો વેરિઅન્ટ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે, જેના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે. સરકારે પણ લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે. આ વચ્ચે મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ અંગે જાણકારી આપી છે.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી એક વખત માથુ ઉંચક્યુ છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડે કોરોના સંક્રમિત થયા છે. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે આ બાબતની માહિતી આપી છે અને તેમણે લોકોને અપીલ કરી છે તેનાથી ગભરાવું નહીં.

અજિત પવારે જણાવ્યું કે, મારા કેબિનેટ સહયોગીઓમાંથી એક ધનંજય મુંડે કોવિડ-૧૯થી સંક્રમિત થઈ ગયા છે. તેના માટે વહીવટી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. જોકે, ધનંજય મુંડેના કાર્યાલયે પણ તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી છે. હજું સુધી વેરિએન્ટ વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી.

એક અધિકારીએ જણાવ્યું કે, રાજ્યની વિધાનસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે (૨૦ ડિસેમ્બર) તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમણે કહ્યું કે, ‘મંત્રી ૨૧ ડિસેમ્બરે તેમના ઘરે ગયા, આઈસોલેશનમાં રહ્યા અને ડોક્ટરોની સલાહ મુજબ દવાઓ પણ લીધી. હવે કોઈ લક્ષણો નથી. હવે તેઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

ફૂડ ડિલીવરી બોય અને કેબ-ઓટો ડ્રાઈવરને ૧૦ લાખનો સ્વાસ્થ્ય વીમો, તેલંગાણાના નવા મુખ્યમંત્રી જાહેરાત

0

તેલંગાણામાં કોંગ્રેસની સરકારના નવા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાજ્યમાં કામ કરતાં ફૂડ ડિલિવરી બોય, કેબ અને ઓટો રિક્ષાચાલકોને એક ખાસ ભેટ આપી છે. સીએમ રેડ્ડીએ રાજીવ આરોગ્યશ્રી યોજના હેઠળ આ તમામ કામદારોને રૂ. ૧૦ લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી રેડ્ડીએ નામપલ્લી એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે ફૂડ ડિલિવરી બોય, શ્રમિકો, કેબ અને ઓટો રિક્ષા ચાલકો સાથેની બેઠક દરમિયાન આ જાહેરાત કરી હતી. આ મુલાકાતમાં સીએમ રેડ્ડીએ બધાની સાથે તેમના રોજિંદા કામમાં આવતી સમસ્યાઓ અને પડકારો વિશે ચર્ચા કરી હતી. દરેકની સમસ્યાઓ સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે.

રેવંત રેડ્ડીએ રાજ્યમાં કાર્યરત શ્રમિકો માટે પણ ૫ લાખ રૂપિયાની આકસ્મિક નીતિ શરૂ કરવાની જાહેરાત કરી હતી. સીએમ રેડ્ડીએ OLAની જેમ જ એક એપ લોન્ચ કરવાનું વચન આપ્યું છે, જે ટી-હબ દ્વારા વિકસાવવામાં આવી રહી છે.

તમામ કંપનીઓને સૂચના આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે નફા પર નજર રાખવા ઉપરાંત કંપનીઓએ શ્રમિકો અને કર્મચારીઓ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. સીએમએ એમ પણ કહ્યું હતું કે જે કોઈ કંપની લેવડ-દેવડની નીતિઓનું પાલન કરવામાં નિષ્ફળ જશે અને ગોટાળા કરતી પકડાશે તેની સામે સરકાર કડક પગલાં ભરવામાં જરાય વિચારશે નહીં ભલે પછી તે ગમે તેટલી મોટી કંપની કેમ ન હોય.

આ પણ વાંચો :-

ક્રિસમસના દિવસે ઈઝરાઇલે ગાઝા પર એર સ્ટ્રાઈક, ૭૦ લોકોના મોત

0

આજે સમગ્ર વિશ્વ ક્રિસમસનો તહેવાર ઉજવી રહ્યું છે ત્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આજે પણ યુદ્ધ ચાલુ જ છે. ઈઝરાયેલે ક્રિસમસના દિવસે ગાઝા પર મોટી એર સ્ટ્રાઈક કરી છે. ઈઝરાઇલે ક્રિસમસની પૂર્વ સંધ્યાથી લઈને આજે સવાર સુધી ગાઝા પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં લગભગ ૭૦ લોકોના મોત થઈ ગયા છે. ગાઝામાં થયેલા ૭૦ મોત બાદ સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. લોકો પોતાના સ્વજનોના મૃતદેહ લઈને ભાગતા નજર આવી રહ્યા છે. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ ઈઝરાઇલના આ હુમલાને ‘નરસંહાર’ ગણાવ્યો છે. આ હુમલો અલ-મગાજી શરણાર્થી શિબિર પર કરવામાં આવ્યો છે.

હમાસ સંચાલિત ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતુ કે ઇઝરાઇલના ક્રિસમસની મધ રાત્રીથી કરવામાં આવેલા હવાઈ હુમલામાં લગભગ ૭૦ લોકો માર્યા ગયા છે. તેમજ આ હુમલાઓ એક શરણાર્થી શિબિરને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. જેના કારણે અનેક મકાનો ધ્વસ્ત થયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ઇઝરાઇલના અત્યાર સુધીના હુમલાઓનો મૃત્યુઆંક ૨૦ હજારને વટાવી ગયો છે. જેમાંથી બે તૃતીયાંશ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાઇલ પર પ્રથમ હુમલો કર્યો હતો. ત્યારે ૧૨૦૦થી વધુ લોકોના મૃત્યો થયા હતાં. તેમજ ૨૪૦ લોકોને બંધક બનાવીને ગાઝા લાવવામાં આવ્યા હતા. બાદમાં ૧૪૦ ઈઝરાઇલ નાગરિકોને યુદ્ધવિરામની શરતે મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ હમણા સુધી ઇઝરાયેલના ૧૦૦થી વધુ નગરીકો હમાસની કેદમાં છે.

આ પણ વાંચો :-

Paytm એ ૧૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યાં! જાણો કેમ ?

0
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ઘાતક અસરો હવે ધીરે ધીરે સામે આવવા લાગી છે. એક સમયે તે સેંકડો લોકોની નોકરીઓ ખાઈ જશે તેવી આગાહી કરવામાં આવી હતી અને હવે તે સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે. મળતા સમાચારો પ્રમાણે Paytm એ ફરી એકવાર કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ તેના કુલ કર્મચારીઓના ૧૦ ટકા કર્મચારીઓને છૂટા કર્યા છે. Paytmની પેરેન્ટ કંપની વન ૯૭ કોમ્યુનિકેશન્સએ ૧૦૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરી દીધી છે. કંપનીએ આ પગલું ખર્ચ ઘટાડવા અને નવું બિઝનેસ સેટઅપ કરવા માટે ઉઠાવ્યું છે.
Paytm ભારતની સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપની છે. કોઈપણ ભારતીય સ્ટાર્ટઅપની અત્યાર સુધીની આ સૌથી મોટી છટણી છે. આ વર્ષે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓએ ૨૮ હજારથી વધુ લોકોને નોકરીમાંથી છુટ્ટા કર્યા છે. અગાઉ ૨૦૨૨ અને ૨૦૨૧માં પણ લગભગ ૫ હજાર કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યા હતા. જ્યારે સ્ટાર્ટઅપ કંપનીઓ Zestmoney અને Byju બંધ થવાના આરે છે.
આ સિવાય AI ટેક્નોલોજીને પણ તેનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. માહિતી આપતા કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમે કામમાં કાર્યક્ષમતા વધારવા માટે ધીરે ધીરે AI ઓટોમેશનનો અમલ કરી રહ્યા છીએ. જેના કારણે કંપનીના ખર્ચમાં ઘટાડો થશે. કર્મચારીઓના ખર્ચમાં પણ ઘટાડો થશે. તેમણે કહ્યું કે AIએ અમને અપેક્ષા કરતા વધુ પરિણામો આપ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે Paytm પેમેન્ટ્સને કારણે અમે આવતા વર્ષે ૧૫૦૦૦થી વધુ નવા કર્મચારીઓની ભરતી કરીશું.

નાઈજીરિયામાં આત્મઘાતી હુમલામાં ૧૬ ખેડૂતોના મોત

0

ઉત્તર-મધ્ય નાઈજીરિયામાં થયેલા હુમલામાં ૧૬ લોકો મૃત્યુને ભેટ્યા છે. પશુપાલકો અને ખેડૂતો વચ્ચે અવારનવાર ઝઘડા થવી એ સામાન્ય બાબત છે. કેપ્ટન ઓયા જેમ્સે એએફપીને જણાવ્યું કે,આ હુમલો પઠાર રાજ્યના મુશુ ગામમાં શનિવારે મધ્યરાત્રિની આસપાસ થયો હતો. નાઈજીરિયામાં મોટાભાગે ઉત્તરમાં મુસ્લિમો વસે છે જ્યારે દક્ષિણમાં ખ્રિસ્તી વસે છે. જેની વચ્ચેના વિસ્તારમાં ઘણા વર્ષોથી વંશીય અને ધાર્મિક તણાવ સાથે સંઘર્ષ કરી રહ્યો છે.

રાજ્યના ગવર્નર કાલેબ મુતાફવાંગે તાજેતરના હુમલાની નિંદા કરી, તેને અસંસ્કારી અને ક્રૂર ગણાવ્યો. તેમણે કહ્યું કે ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે. તેમના પ્રવક્તા ગ્યાંગ બેરેએ પત્રકારોને જણાવ્યું હતું કે નિર્દોષ નાગરિકો પર થઈ રહેલા હુમલાઓને રોકવા માટે સરકાર દ્વારા સક્રિય પગલાં લેવામાં આવશે. જો કે, આ હુમલાનું કારણ શું હતું અને કોણ જવાબદાર હતું તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. વધુ અથડામણ ન થાય તે માટે સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

૨૪ ડિસેમ્બર, ૨૦૨૩/ ધારી મનોકામના થશે પૂર્ણ, આ રાશિના જાતકોને રવિવારે સામેથી મળશે શુભ સમાચાર, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેરબજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ ‌

દિવસ દરમ્યાન આનંદમાં વૃધ્ધિ થાય. મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ.

‌મિથુનઃ

આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂ મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ

નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

‌સિંહઃ

નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યાઃ

ઘરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂજા-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રા‌િપ્‍ત થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ

ધનહાનિના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઇ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્રફળનો અનુભવ થશે.

વૃ‌શ્ચિકઃ

ભાગીદારી તથા પત્નિસુખમાં વૃધ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ

દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ-હાડકા નબળા થતા જણાય.

કુંભઃ

સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ

પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમ્યાન આરોગ્ય જ‍ળવાશે. ઉત્તમ દિવસ.

સુરતમાં BRTS બસનો જીવલેણ એક્સિડન્ટ, ૮ બાઇકસવારોને અડફેટે લીધા, ૨ લોકોના મોત

0

સુરતના કતારગામમાં BRTS બસના ચાલક આઠ લોકોન્સ કચડી નાખ્યા છે. અન્ય ઈજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એક બસ પાછળથી આવતી બીજી બસ સાથે અથડાઈ હતી જેના કારણે બાઈક સવારો બસ સાથે અથડાઈ ગયા હતા.

સુરત શહેર છેલ્લા કેટલાંક સમયથી ક્રાઇમની સાથે સાથે અકસ્માતોનું શહેર પણ બનતું જઈ રહ્યું છે. આ જ પ્રકરણમાં BRTS બસ દ્વારા અકસ્માતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બેફામ BRTS ચાલકે એક બે નહીં પરંતુ આઠ-આઠ બાઇકોને અડફેટે લીધી છે.

આ ઘટના બાદ લોકો ખૂબ ગુસ્સે ભરાયાં હતા અંદર અને બહારથી તોડફોડ મચાવી હતી અને કાચ તોડી નાખ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા અને આજુબાજુમાં ટ્રાફિક જામ થયો હતો. ઘટનાને પગલે સ્થાનિક પોલીસનો કાફાળો સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકો પણ રોષે ભરાવાને લઈ પોલીસે પરિસ્થિતિને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન અકસ્માત સર્જાવાના પ્રાથમિક કારણને જાણવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રોનિક બસ ચાલકે કેવા સંજોગોમાં અકસ્માત સજ્યાઁ એ અંગે તપાસ શરુ કરી હતી. જેમાં પ્રાથમિક રીતે જ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવા સાથે બસની ઝડપ પણ એકા એક વધી હોય કે પહેલાથી જ વધારે હતી એવા તમામ સવાલો સાથે તપાસ કાર્યવાહી શરુ કરી છે.

‘જેન્ડ એરલાઇન્સ’નું A૩૪૦ પ્લેન ફ્રાંસમાં રોકવામાં આવ્યું, માનવ તસ્કરીની આશંકા

0

સંયુક્ત આરબ અમીરાત (UAE) થી નિકારાગુઆ જઈ રહેલા એક વિમાનને ફ્રાન્સમાં અટકાવવામાં આવ્યું છે. આ વિમાનમાં ૩૦૩  ભારતીય મુસાફરો સવાર છે. બનાવની જાણ થતાંની સાથે જ પેરિસથી લઈને દિલ્હી સુધી ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી ‘જેન્ડ એરલાઇન્સ’નું A૩૪૦ પ્લેન ફ્રાંસમાં રોકવામાં આવ્યું, માનવ તસ્કરીની આશંકામુજબ, ‘માનવ તસ્કરી’ની આશંકામાં વિમાનને ફ્રાંસમાં લેન્ડ કરવામાં આવ્યું છે અને બે શંકાસ્પદ મુસાફરોની અટકાયત કરવામાં આવી છે. ફ્રાન્સમાં ભારતીય એમ્બેસીએ મુસાફરો સાથે વાતચીત કરવા માટે કોન્સ્યુલર એક્સેસ મેળવ્યું છે. તેઓ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. તેઓએ સુનિશ્ચિત કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે કે મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.

રાષ્ટ્ર-વિરોધી-સંગઠિત અપરાધ એજન્સી JUNALCOએ તપાસ હાથ ધરી છે. પેરિસના ફરિયાદી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિશેષ તપાસકર્તાઓ વિમાનમાં સવાર તમામ મુસાફરોની પૂછપરછ કરી રહ્યા હતા અને વધુ તપાસ માટે બે લોકોની અટકાયત કરવામાં આવી હતી. રોમાનિયન કંપની ‘લેજેન્ડ એરલાઇન્સ’નું A૩૪૦  પ્લેન ગુરુવારે “લેન્ડિંગ પછી વેત્રી એરપોર્ટ પર પાર્ક રહ્યું હતું.” તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. મોટાભાગના કોમર્શિયલ એરક્રાફ્ટ પેરિસથી ૧૫૦ કિલોમીટર પૂર્વમાં આવેલા વિટ્રી એરપોર્ટ પરથી જ ઓપરેટ થાય છે.

વિમાનમાં સવાર લોકો માનવ તસ્કરીનો શિકાર બની શકે છે. મુસાફરોને આખરે એરપોર્ટના મુખ્ય હોલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે તેમના રાત્રિ રોકાણ માટે પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ ફ્રેન્ચ સંગઠિત અપરાધ એજન્સીના તપાસકર્તાઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. ‘લેજેન્ડ એરલાઈન્સ’એ હજુ સુધી આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો :-

કુશ્તીબાજ બજરંગ પુનિયા પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો, આ છે મોટું કારણ

0

સંજય સિંહે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી જીતી છે. જે ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સાથીદાર છે. સંજય સિંહના પ્રમુખ બન્યા બાદ બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત ઘણા રેસલર નારાજ છે. આ કુસ્તીબાજો લાંબા સમયથી બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહ્યા છે. આ તમામની માંગ હતી કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદ પર મહિલા હોવી જોઈએ. હવે સંજય સિંહ પ્રમુખ બન્યા બાદ સાક્ષી મલિકે ગુરુવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે બજરંગ પુનિયાએ પણ મોટું પગલું ભર્યું છે.

ભારતીય કુશ્તી મહાસંઘમાં મહિલા પહેલવાનોની જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા સહિતના પહેલવાનોની લડત હજુ પણ ચાલુ છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ની ચૂંટણીમાં બૃજભૂષણના વિશ્વાસુ સંજય સિંહનો પ્રમુખપદે વિજય થતાં રિયો ઓલિમ્પિક ૨૦૧૬માં ભારતને કુશ્તીમાં ચંદ્રક અપાવી વિક્રમ સર્જનાર સાક્ષી મલિકે ગુરુવારે કુશ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.

હવે વધુ એક પહેલવાન બજરંગ પુનિયાએ કુશ્તી મહાસંઘમાં બ્રિજભૂષણ શરણસિંહના પ્રભુત્વ સામે અવાજ ઉઠાવતા તેમનો પદ્મશ્રી એવોર્ડ સરકારને પાછો આપી દેવાની જાહેરાત કરી છે. જોકે, સરકારનું કહેવું છે કે આ બજરંગ પુનિયાનો વ્યક્તિગત નિર્ણય છે. ચૂંટણી એકદમ ન્યાયિક રીતે થઈ હતી, તેમાં કોઈ ગડબડ થઈ નથી. અમે તેમને પદ્મશ્રી પરત આપવાનો નિર્ણય બદલવા સમજાવી રહ્યા છીએ તેમ રમત મંત્રાલયે જણાવ્યું હતું.

આ પહેલાં પહેલવાન બજરંગ પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર પત્ર લખ્યો હતો, જેમાં તેમણે પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે લખ્યું છે કે માનનીય વડાપ્રધાન શ્રી, તમે હાલ વ્યસ્ત હશો. પરંતુ હું કુશ્તી તરફ તમારું ધ્યાન અપાવવા માગું છું. આ વર્ષે જાન્યુઆરીમાં દેશની મહિલા પહેલવાનોએ કુશ્તી મહાસંઘ પર કબજો જમાવનારા બૃજભૂષણ શરણ સિંહ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના ગંભીર આરોપ મૂક્યા હતા અને આંદોલન શરૂ કર્યું હતું.

આ પણ વાંચો :-

૨૩ ડિસેમ્બર, ૨૦૨૩/ આ રાશિ માટે મંગળવાર દિવસે આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષ

દિવસ દરમ્યાન આનંદ રહે, પણ સ્વભાવમાં ઉગ્રતા, તામસી પ્રકૃતિ વધતી જણાય. નાણાંકીય પાસુ મજબુત થતું જણાય. માતાની તબિયત સાચવવી. માતૃપક્ષ તરફ મુશ્કેલી પેદા થાય. વાહન સાચવીને ચલાવવું.

વૃષભ

આત્મબળ વધે. યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે લાભ.

મિથુન

સ્વભાવમાં જડતાપણું આવે. આવક વધતી જણાય.નાના-ભાઇ બહેનોને સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ભાગ્યમાં વૃધ્ધિ જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્ક

દિવસ દરમ્યાન વ્યગ્રતા રહે. ગુસ્સા ઉપર કાબુ રાખવો. માનસિક અસ્થિરતા વાળી વ્યક્તિનો રોગ વધતો જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળે. મિત્રો તરફથી સહકાર મળે. દામ્પત્ય જીવનમાં આનંદ. સત્તા, હોદ્દો, માન વધતા જણાય.

સિંહ

રાજકીયક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત બોલવાને કારણે અપ્રિય થવાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. પરિવારમાં આનંદ. માતા-પિતા સાથે મતભેદની શક્યતા છે. સંતાન સંબંધી પ્રશ્નોનો સામનો કરવો પડે.

કન્યા

વિમા, વકીલાત, બેંક, ચાર્ટ ડે એકાઉન્ટન્ટનો વ્યવસાય ધરાવતી વ્યક્તિ માટે પ્રગતિ. પરિવારમાં મનમેળ રહેશે. જળથી થતા રોગોથી સાચવવું. શરદી-કફ રહે. માતૃપક્ષ તરફથી અસંતોષ રહે. નોકરી-ધંધામાં સાનુકુળતા રહે.

તુલા

ધારેલા શોખ પૂરા કરવામાં મુશ્કેલી આવે. જલ્દી ખોટું લાગી જાય. આર્થિક ક્ષેત્રે ફાયદો. પરિવારના સભ્યો વચ્ચે અસંતોષ પેદા થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરંતુ જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.

વૃશ્ચિક

દિવસની શરૂઆત આનંદથી થાય. પણ પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આર્થિક બાબતો અંગે અસંતોષ રહે. ધારેલી આવક અટકતી જણાય. લોહી અંગેના રોગો-બ્લડપ્રેશરની તકલીફ અનુભવાય.

ધન

નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. કરેલા કાર્યો સફળ થતા જણાય. સંતાન તરફથી પ્રેમ મળે, પરંતુ સંતાનની તબિયત અંગેના પ્રશ્નો ઉભા થતા જણાય. જીવનસાથીની જીદ વધે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

મકર

આજે આપ સુખ,શાંતિ, સ્મૃધ્ધિનો અનુભવ કરશો. નાણાંનો બગાડ થાય. માતાની તબિયત સાચવવી જરૂરી છે. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાય. પત્નિની તબિયતની કાળજી રાખવી. હાડકાનો સામાન્ય દુઃખાવો અનુભવાય.

કુંભ

પોતાનો કકકો ખરો કરવાની વૃત્તિ વધે. આર્થિક મોરચે સફળતા. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પરિવારના સ્ત્રી સભ્યોના આરોગ્યની કાળજી જરૂરી. ધંધાકીયક્ષેત્રે યોગ્ય આયોજન કરી શકાય.

મીન

સમાજસેવાની ભાવના પ્રબળ બને. પ્રતિષ્‍ઠામાં વધારો થાય. નાણાંકીય બાબતોથી ફાયદો થાય. કરેલા કાર્ય ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. દિવસ આનંદમાં વ્યતિત થતો જણાય.