Paytm એ ૧૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યાં! જાણો કેમ ?

Share this story
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ઘાતક અસરો હવે ધીરે ધીરે સામે આવવા લાગી છે. એક સમયે તે સેંકડો લોકોની નોકરીઓ ખાઈ જશે તેવી આગાહી કરવામાં આવી હતી અને હવે તે સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે. મળતા સમાચારો પ્રમાણે Paytm એ ફરી એકવાર કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ તેના કુલ કર્મચારીઓના ૧૦ ટકા કર્મચારીઓને છૂટા કર્યા છે. Paytmની પેરેન્ટ કંપની વન ૯૭ કોમ્યુનિકેશન્સએ ૧૦૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરી દીધી છે. કંપનીએ આ પગલું ખર્ચ ઘટાડવા અને નવું બિઝનેસ સેટઅપ કરવા માટે ઉઠાવ્યું છે.
Paytm ભારતની સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપની છે. કોઈપણ ભારતીય સ્ટાર્ટઅપની અત્યાર સુધીની આ સૌથી મોટી છટણી છે. આ વર્ષે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓએ ૨૮ હજારથી વધુ લોકોને નોકરીમાંથી છુટ્ટા કર્યા છે. અગાઉ ૨૦૨૨ અને ૨૦૨૧માં પણ લગભગ ૫ હજાર કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યા હતા. જ્યારે સ્ટાર્ટઅપ કંપનીઓ Zestmoney અને Byju બંધ થવાના આરે છે.
આ સિવાય AI ટેક્નોલોજીને પણ તેનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. માહિતી આપતા કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમે કામમાં કાર્યક્ષમતા વધારવા માટે ધીરે ધીરે AI ઓટોમેશનનો અમલ કરી રહ્યા છીએ. જેના કારણે કંપનીના ખર્ચમાં ઘટાડો થશે. કર્મચારીઓના ખર્ચમાં પણ ઘટાડો થશે. તેમણે કહ્યું કે AIએ અમને અપેક્ષા કરતા વધુ પરિણામો આપ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે Paytm પેમેન્ટ્સને કારણે અમે આવતા વર્ષે ૧૫૦૦૦થી વધુ નવા કર્મચારીઓની ભરતી કરીશું.