ક્રિસમસના દિવસે ઈઝરાઇલે ગાઝા પર એર સ્ટ્રાઈક, ૭૦ લોકોના મોત

Share this story

આજે સમગ્ર વિશ્વ ક્રિસમસનો તહેવાર ઉજવી રહ્યું છે ત્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આજે પણ યુદ્ધ ચાલુ જ છે. ઈઝરાયેલે ક્રિસમસના દિવસે ગાઝા પર મોટી એર સ્ટ્રાઈક કરી છે. ઈઝરાઇલે ક્રિસમસની પૂર્વ સંધ્યાથી લઈને આજે સવાર સુધી ગાઝા પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં લગભગ ૭૦ લોકોના મોત થઈ ગયા છે. ગાઝામાં થયેલા ૭૦ મોત બાદ સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. લોકો પોતાના સ્વજનોના મૃતદેહ લઈને ભાગતા નજર આવી રહ્યા છે. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ ઈઝરાઇલના આ હુમલાને ‘નરસંહાર’ ગણાવ્યો છે. આ હુમલો અલ-મગાજી શરણાર્થી શિબિર પર કરવામાં આવ્યો છે.

હમાસ સંચાલિત ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતુ કે ઇઝરાઇલના ક્રિસમસની મધ રાત્રીથી કરવામાં આવેલા હવાઈ હુમલામાં લગભગ ૭૦ લોકો માર્યા ગયા છે. તેમજ આ હુમલાઓ એક શરણાર્થી શિબિરને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. જેના કારણે અનેક મકાનો ધ્વસ્ત થયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ઇઝરાઇલના અત્યાર સુધીના હુમલાઓનો મૃત્યુઆંક ૨૦ હજારને વટાવી ગયો છે. જેમાંથી બે તૃતીયાંશ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાઇલ પર પ્રથમ હુમલો કર્યો હતો. ત્યારે ૧૨૦૦થી વધુ લોકોના મૃત્યો થયા હતાં. તેમજ ૨૪૦ લોકોને બંધક બનાવીને ગાઝા લાવવામાં આવ્યા હતા. બાદમાં ૧૪૦ ઈઝરાઇલ નાગરિકોને યુદ્ધવિરામની શરતે મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ હમણા સુધી ઇઝરાયેલના ૧૦૦થી વધુ નગરીકો હમાસની કેદમાં છે.

આ પણ વાંચો :-