કુશ્તીબાજ બજરંગ પુનિયા પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો, આ છે મોટું કારણ

Share this story

સંજય સિંહે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી જીતી છે. જે ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સાથીદાર છે. સંજય સિંહના પ્રમુખ બન્યા બાદ બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત ઘણા રેસલર નારાજ છે. આ કુસ્તીબાજો લાંબા સમયથી બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહ્યા છે. આ તમામની માંગ હતી કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદ પર મહિલા હોવી જોઈએ. હવે સંજય સિંહ પ્રમુખ બન્યા બાદ સાક્ષી મલિકે ગુરુવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે બજરંગ પુનિયાએ પણ મોટું પગલું ભર્યું છે.

ભારતીય કુશ્તી મહાસંઘમાં મહિલા પહેલવાનોની જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા સહિતના પહેલવાનોની લડત હજુ પણ ચાલુ છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ની ચૂંટણીમાં બૃજભૂષણના વિશ્વાસુ સંજય સિંહનો પ્રમુખપદે વિજય થતાં રિયો ઓલિમ્પિક ૨૦૧૬માં ભારતને કુશ્તીમાં ચંદ્રક અપાવી વિક્રમ સર્જનાર સાક્ષી મલિકે ગુરુવારે કુશ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.

હવે વધુ એક પહેલવાન બજરંગ પુનિયાએ કુશ્તી મહાસંઘમાં બ્રિજભૂષણ શરણસિંહના પ્રભુત્વ સામે અવાજ ઉઠાવતા તેમનો પદ્મશ્રી એવોર્ડ સરકારને પાછો આપી દેવાની જાહેરાત કરી છે. જોકે, સરકારનું કહેવું છે કે આ બજરંગ પુનિયાનો વ્યક્તિગત નિર્ણય છે. ચૂંટણી એકદમ ન્યાયિક રીતે થઈ હતી, તેમાં કોઈ ગડબડ થઈ નથી. અમે તેમને પદ્મશ્રી પરત આપવાનો નિર્ણય બદલવા સમજાવી રહ્યા છીએ તેમ રમત મંત્રાલયે જણાવ્યું હતું.

આ પહેલાં પહેલવાન બજરંગ પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર પત્ર લખ્યો હતો, જેમાં તેમણે પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે લખ્યું છે કે માનનીય વડાપ્રધાન શ્રી, તમે હાલ વ્યસ્ત હશો. પરંતુ હું કુશ્તી તરફ તમારું ધ્યાન અપાવવા માગું છું. આ વર્ષે જાન્યુઆરીમાં દેશની મહિલા પહેલવાનોએ કુશ્તી મહાસંઘ પર કબજો જમાવનારા બૃજભૂષણ શરણ સિંહ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના ગંભીર આરોપ મૂક્યા હતા અને આંદોલન શરૂ કર્યું હતું.

આ પણ વાંચો :-