સુરતમાં BRTS બસનો જીવલેણ એક્સિડન્ટ, ૮ બાઇકસવારોને અડફેટે લીધા, ૨ લોકોના મોત

Share this story

સુરતના કતારગામમાં BRTS બસના ચાલક આઠ લોકોન્સ કચડી નાખ્યા છે. અન્ય ઈજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એક બસ પાછળથી આવતી બીજી બસ સાથે અથડાઈ હતી જેના કારણે બાઈક સવારો બસ સાથે અથડાઈ ગયા હતા.

સુરત શહેર છેલ્લા કેટલાંક સમયથી ક્રાઇમની સાથે સાથે અકસ્માતોનું શહેર પણ બનતું જઈ રહ્યું છે. આ જ પ્રકરણમાં BRTS બસ દ્વારા અકસ્માતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બેફામ BRTS ચાલકે એક બે નહીં પરંતુ આઠ-આઠ બાઇકોને અડફેટે લીધી છે.

આ ઘટના બાદ લોકો ખૂબ ગુસ્સે ભરાયાં હતા અંદર અને બહારથી તોડફોડ મચાવી હતી અને કાચ તોડી નાખ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા અને આજુબાજુમાં ટ્રાફિક જામ થયો હતો. ઘટનાને પગલે સ્થાનિક પોલીસનો કાફાળો સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકો પણ રોષે ભરાવાને લઈ પોલીસે પરિસ્થિતિને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન અકસ્માત સર્જાવાના પ્રાથમિક કારણને જાણવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રોનિક બસ ચાલકે કેવા સંજોગોમાં અકસ્માત સજ્યાઁ એ અંગે તપાસ શરુ કરી હતી. જેમાં પ્રાથમિક રીતે જ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવા સાથે બસની ઝડપ પણ એકા એક વધી હોય કે પહેલાથી જ વધારે હતી એવા તમામ સવાલો સાથે તપાસ કાર્યવાહી શરુ કરી છે.