અયોધ્યામાં તમામ હોટલ અને ધર્મશાળાઓનું પ્રી-બુકિંગ રદ

Share this story

અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન અને અભિષેકને હવે માત્ર એક મહિનો જ બાકી છે. ઉદઘાટનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન સરકારે ગુરુવારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ૨૨ મી જાન્યુઆરીએ અયોધ્યામાં તમામ હોટલ અને ધર્મશાળાઓનું પ્રી-બુકિંગ રદ કરી દીધું છે. VVIP સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય અંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, એવું ધ્યાને આવ્યું છે કે ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે કેટલાક લોકોએ સ્થાનિક હોટલો અને ધર્મશાળાઓ બુક કરાવી છે. તેમણે નિર્દેશ આપ્યો કે આને રદ કરવામાં આવે જેથી સરકાર અને પ્રશાસનમાં કોઈ મુશ્કેલી ન આવે, કારણ કે તે દિવસે ભારતથી વિશેષ આમંત્રિતો અયોધ્યા આવશે અને અયોધ્યા એરપોર્ટ પર ૧૦૦  વિમાનો આવવાની સંભાવના છે, તેના ડાયવર્ઝનની વ્યવસ્થા પણ કરવી પડશે.

આગામી ૩૦ ડિસેમ્બરે વડાપ્રધાન મોદીની અયોધ્યા મુલાકાત પહેલા સીએમ યોગીએ ઘણી મહત્વની જાહેરાત કરી છે. એવું પ્રકાશમાં આવ્યું છે કે ધાર્મિક નગરી અયોધ્યાને વડાપ્રધાન મોદીના હાથમાંથી હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ભેટમાં આપવામાં આવશે. સીએમએ કહ્યું કે, ૩૦ ડિસેમ્બરે રામમય અવધપુરીમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય નાગરિક સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે અયોધ્યાને ત્રેતાયુગના મહિમા પ્રમાણે શણગારવામાં આવશે.

આ પણ વાંચો :-