લોકસભામાંથી વધુ ત્રણ સાંસદોસસ્પેન્ડ

Share this story

સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષોએ હંગામો કરતા લોકસભા સ્પીકરે વધુ ત્રણ  સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા ૧૪૬ પર પહોંચી ગઈ છે. આ પહેલા ગઈકાલે બે સાંસદોને સંસદની અવમાનના મામલે સદનની અવમાનના મામલે સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ ઝાએ કહ્યું, અમે ચંદ્રનો ટુકડો નથી માગી રહ્યા.. અમે બંને ગૃહોમાં ગૃહમંત્રીનું નિવેદન ઈચ્છીએ છીએ. સુરક્ષા ક્ષતિને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગણવો જોઈએ. જ્યારે અમે ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી ત્યારે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો, તમે લોકશાહી માતાની હત્યા કરવાનો કોન્ટ્રાક્ટ લીધો છે અને તમે તે જ કરી રહ્યા છો. તમે પ્રતિકાર મુક્ત શેરીઓ અને વિપક્ષ મુક્ત સંસદ માંગો છો. અભિનંદન મોદીજી. તમે આ દેશને એક પક્ષના શાસનની વ્યવસ્થા તરફ લઈ જઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસોમાં, ૧૪૬ સાંસદોને પ્લેકાર્ડ લહેરાવવા અને ગૃહમાં સૂત્રોચ્ચાર કરવા બદલ લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સાંસદોને સસ્પેન્ડ કરવાની શરુઆત ૧૪ ડિસેમ્બરથી થઈ હતી, જ્યારે વિરોધ પક્ષોના સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂકને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી હતી. ૧૩ ડિસેમ્બરની બપોરે સંસદની સુરક્ષામાં એક મોટી ચૂક થતા લોકસભામાં બે યુવકોએ પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને વેલ સુધી પહોંચી ગયા હતા અને તેમણે સ્મોક કેન વડે સંસદમાં પીળા રંગનો ધુમાડો કર્યો હતો. આ મામલે અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-