ગુજરાતમાં નવા JN.૧ સબ વેરિએન્ટના ૧૩ એક્ટિવ કેસ નોંધાયા

Share this story

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગુજરાતમાં કોરોનાના ૧૩ કેસ એક્ટિવ હોવાનું ગઈકાલે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું. ત્યારે હવે અમદાવાદમાં ગઈકાલે સાત કેસ નોંધાયા હતાં ત્યારે આજે વધુ ૭ કેસ નોંધાયા છે. શહેરના નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં કેસ નોંધાતા શહેરનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. અમદાવાદમાં આજે ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ સંક્રમિત થયા છે. આથી એક્ટિવ કેસની સંખ્યા ૧૩ પર પહોંચી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ગુજરાતમાં હાલમાં ૧૩ સક્રિય કેસ છે અને તે ૧૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંનો એક છે જેમાં ઓછામાં ઓછો એક કેસ નોંધાયો છે. રામેશ્વરમથી પરત ફર્યા બાદ લક્ષણો દર્શાવનાર ૫૭ અને ૫૯ વર્ષની બે મહિલાઓનો કોવિડ-નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ૧૯ અને રાજ્યની રાજધાનીમાં હોમ આઇસોલેશન હેઠળ છે. તેમના પરિવારના સભ્યોના નમૂનાઓ પરીક્ષણ માટે એકત્રિત કરવામાં આવ્યા છે.

ચેપથી સંક્રમિત લગભગ ૯૧ થી ૯૨ ટકા લોકો ઘરે સારવારનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. ગોવામાં નવા જેએન.૧ કેસમાંથી ૧૯ નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ નોંધાયો છે. છેલ્લા બે સપ્તાહમાં કોવિડ-૧૯થી સંબંધિત ૧૬ દર્દીઓના મોત થયા છે. તેને ગંભીર કો-રોબિડિટી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે કહ્યું છે કે કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતાં, ૯૨.૮ ટકા કેસની સારવાર ઘરે થઈ રહી છે, જે હળવી બીમારી સૂચવે છે. તેમણે કહ્યું કે કોવિડ-૧૯ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં કોઈ વધારો થયો નથી. જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેઓમાં સહ-રોગ હતો અને તેમને અચાનક કોવિડ હોવાનું નિદાન થયું હતું.

કેરળમાં પણ ૨૦૦૦ જેટલા કેસ છે, જેમાં મોટા ભાગના દર્દીઓ ઘરે જ સારવાર લઈ સાજા થઈ રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં ફોરેનથી આવતા ડેલિગેટ્સ છે, જેઓ અહીં ભાગ લેવા આવવાના છે, તેમનામાં આ પ્રકારનાં લક્ષણો દેખાશે તો તેમને પણ કહેવામાં આવશે કે ટેસ્ટ કરાવી લો. કોરોનામાં જેવાં લક્ષણો હતાં એવાં માઇલ્ડ લક્ષણો છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, શિયાળાની ઋતુ દરમિયાન સામાન્ય રીતે શરદી, તાવ, ઉધરસ વગેરેના કેસોમાં વધારો જોવા મળે છે, જેથી અગમચેતીના ભાગરૂપે હાલ કોવિડ-૧૯ના કેસો ન વધે એની તકેદારી રાખવા તંત્રને સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો :-