તમિલનાડુના ઉચ્ચ શિક્ષણમંત્રીને ભ્રષ્ટાચારના કેસમાં તીન વર્ષની જેલ, ૫૦ લાખનો દંડ

Share this story

મદ્રાસ હાઈકોર્ટે ગુરુવારે તામિલનાડુના ઉચ્ચ શિક્ષણ પ્રધાન કે. પોનમુડીને અપ્રમાણસર સંપત્તિના કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે તેઓ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠર્યા અને મંત્રી પદ પણ ગુમાવ્યું. હાઇકોર્ટના જસ્ટિસ જી. જયચંદ્રએ પોનમુડીની પત્ની પી. વિશાલાક્ષીને પણ દોષિત જાહેર કરતા બંનેને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે.

પોનમુડી અને તેમની પત્ની પી વિશાલાક્ષીએ કોર્ટમાં પોતાનો મેડિકલ રેકોર્ડ રજૂ કર્યો અને દલીલ કરી કે આ મામલો ઘણો જૂનો છે અને હવે તેઓ ૭૩ વર્ષના છે. તેમની પત્ની ૬૦ વર્ષની છે. દંપતીએ લઘુત્તમ સજાની વિનંતી કરી હતી. હાઈકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો આપ્યો અને કે પોનમુડીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી. કોર્ટે તેને અને તેની પત્ની પર ૫૦ લાખનો દંડ ફટકાર્યો છે. જોકે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા સજા પર 30 દિવસ માટે રોક લગાવવામાં આવી છે અને દોષિતોને સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની મંજૂરી આપી છે.

ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શનએ ૨૦૦૨માં પોનમુડી અને તેની પત્ની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તત્કાલીન AIADMK સરકાર ૧૯૯૬-૨૦૦૧ સુધી સત્તામાં હતી. આ બંનેની આવકના સ્ત્રોતો સિવાયની આવક ૧.૪ કરોડ રૂપિયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તપાસમાં, DVAC એ દાવો કર્યો હતો કે પોનમુડીએ ૧૯૯૬-૨૦૦૧ દરમિયાન રાજ્ય સરકારમાં પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર સંપત્તિઓ હસ્તગત કરી હતી.

દોષિતોના વરિષ્ઠ વકીલ એન.આર. એલાન્ગોએ તેમને(દોષિતો) સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવા સક્ષમ બનાવવા માટે રજા મંજૂર કરવા અને સજાને સ્થગિત કરવા માટે કોર્ટને વિનંતી કરી હતી. જેના પર જજે ૩૦ દિવસની રજા મંજૂર કરી અને ૩૦ દિવસની સજા પણ સ્થગિત કરી છે. ન્યાયાધીશે કહ્યું કે, સસ્પેન્શનનો સમયગાળો પૂરો થવા પર તેણે વિલ્લુપુરમની ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે.

આ પણ વાંચો :-