ભારતમાં મુસ્લિમોનું ભવિષ્ય શું? PM મોદીએ ઈન્ટરવ્યુમાં આપ્યું નિવેદન, શું કહ્યું જાણો?

Share this story

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ધરતીને મુસ્લિમો માટે જન્નત બતાવી છે. વિદેશી અખબાર ‘ફાઈનાન્સિયલ ટાઈમ્સ’ને આપેલા ઈન્ટરવ્યુમાં એક સવાલના જવાબમાં PM મોદીએ કહ્યું કે, ભારતની ધરતી મુસ્લિમો માટે જન્નત છે. તેમણે કહ્યું કે, વિશ્વમાં અન્ય જગ્યાએ અત્યાચારનો સામનો કરવા છતાં, તેઓને ભારતમાં સુરક્ષિત આશ્રયસ્થાન મળ્યું છે, તેઓ ખુશીથી રહી રહ્યા છે અને સમૃદ્ધ જીવન જીવી રહ્યા છે. એટલું જ નહીં, તેમણે કેનેડા વિવાદ અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અંગે પણ ખુલીને ચર્ચા કરી. કેનેડા મુદ્દે પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અભિવ્યક્તિની આઝાદીની આડમાં હિંસાનો ખેલ રમાઈ રહ્યો છે.

પાર્ટીના ટીકાકારોનું કહેવું છે કે હાલમાં ભાજપમાં કોઈ મુસ્લિમ સાંસદ કે મુસ્લિમ વરિષ્ઠ મંત્રી નથી. જ્યારે ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે પીએમ પારસીઓની સફળતાની ચર્ચા કરવા લાગ્યા. ભારતમાં વસતા ધાર્મિક સૂક્ષ્મ લઘુમતીઓમાં પારસી સમુદાયની ગણતરી થાય છે કારણ કે તેમની વસ્તી ઘણી ઓછી છે. આમ કહીને PM એ મોટો સંદેશ આપ્યો.

જ્યારે પીએમ મોદીને ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે, ભારતમાં મુસ્લિમ લઘુમતીનું ભવિષ્ય શું છે, તો પીએમ મોદીએ તેના બદલે ભારતના પારસીઓની આર્થિક સફળતા તરફ ધ્યાન દોર્યું, જેમને તેઓ ‘ભારતમાં રહેતા ધાર્મિક માઈક્રો લઘુમતી’ માને છે. તેમણે કહ્યું, ‘વિશ્વમાં અન્યત્ર અત્યાચારનો સામનો કરવા છતાં, તેઓ (મુસ્લિમ લઘુમતી)ને ભારતમાં સુરક્ષિત આશ્રય મળ્યો છે. તેઓ સુખી અને સમૃદ્ધ જીવન જીવે છે.

અમેરિકાના આરોપો પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા વડા પ્રધાન મોદીએ બુધવારે કહ્યું કે જો અમને કોઈ માહિતી આપશે તો અમે ચોક્કસપણે તેની તપાસ કરીશું. કાયદાના શાસન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા છે. આ સાથે જ કેનેડાના મુદ્દા પર જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં હિંસાનો ખેલ રમાઈ રહ્યો છે. જ્યાં સુધી કેનેડા તેના આરોપો સાબિત નહી કરે ત્યાં સુધી ભારત તે આરોપોને સ્વીકારશે નહિ.

આ પણ વાંચો :-