હિન્દુત્વ પર ભાજપ કોંગ્રેસને કઈ રીતે ઘેરશે, આવતા મહિને શ્રેષ્ઠ તક

Share this story

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામમંદિરનું ઉદ્ઘાટન ૨૦૨૪ના જાન્યુઆરી મહિનામાં થવાનું છે. દેશના વડાપ્રધાન સહિત દુનિયાભરથી ૧૦ હજાર મહેમાનો આ ઐતિહાસિક મહોત્સવનો લાહવો લેવાના છે.  રામલલાના આ મંદિરના નિર્માણમાં અત્યાર સુધી ૯૦૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. રામ મંદિર ટ્રસ્ટના સંચાલક ચંપત રાયે ગઈકાલે જણાવ્યું કે, ૫ ફેબ્રુઆરી ૨૦૨૦ થી ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં ૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને હજુ ટ્રસ્ટ પાસે 3000 કરોડનો ફંડ બચ્યો છે.

સોનિયા, મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના નેતાઓ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપશે નહીં. રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમની અયોધ્યામાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ૨૨ જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમમાં લગભગ ૮ હજાર લોકો હાજર રહેશે. જેમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ, નેતાઓ, સંતો અને હસ્તીઓ સામેલ થશે. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને પણ વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી આમંત્રણ મળ્યું છે.

આગામી દિવસોમાં દેશના અનેક રાજકીય પક્ષોના પ્રમુખોને આમંત્રણ આપવામાં આવશે. રાજકીય પક્ષોના વડાઓને બોલાવવામાં આવી રહ્યા હોવાનું ટ્રસ્ટના સૂત્રો કહે છે. આ સિવાય બંધારણીય હોદ્દા પર રહેલા અગ્રણી લોકો અને અન્ય કેટલીક હસ્તીઓને પણ બોલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત વિવિધ અખાડા અને સંપ્રદાય સાથે જોડાયેલા સંતોને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. શીખ, બૌદ્ધ અને જૈન સંપ્રદાયના લોકોને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

દરમિયાન કોંગ્રેસના નેતાઓ કાર્યક્રમમાં ન આવવાને લઈને ચર્ચાઓ તેજ બની શકે છે. વાસ્તવમાં જો કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર નહીં રહે તો ભાજપ તેના પર હુમલો કરી શકે છે. અગાઉ પણ ભાજપ હિંદુત્વના મુદ્દે કોંગ્રેસને ઘેરી રહ્યું છે અને હવે જો કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર નહીં રહે તો તેને નવી તક મળી શકે છે. જો કે હજુ સુધી કોંગ્રેસના કોઈ નેતા તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. રાહુલ ગાંધી કે પ્રિયંકા વાડ્રાને કોંગ્રેસ તરફથી રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું નથી. પાર્ટી ચીફ ખડગે, પૂર્વ પીએમ મનમોહન સિંહ અને લોકસભાના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય સોનિયા ગાંધીને વરિષ્ઠ નેતા તરીકે બોલાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-