Home Blog Page 835

સરથાણામાં મંજૂરી વિના રેલી કાઢવાના કેસમાં હાર્દિક પટેલને મોટી રાહત

0

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં રેલી યોજાઈ હતી. આ રેલી માટે પોલીસની મંજૂરી લેવામાં આવી નહોતી. જેથી હાર્દિક પટેલ સામે મંજૂરી વિના રેલી કરવા અંગે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યાં છે.

આ ઘટનામાં અગાઉ હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવેલી અને પોલીસે કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. નામદાર કોર્ટ સમક્ષ કેસ ચાલી જતાં કોર્ટમાં ફરિયાદ પક્ષે પુરાવો લેવામાં આવ્યો હતો. નિયમ પ્રમાણે વાહન રેલી અને જાહેર સભા અંગેની પરમીટ ની શરત નંબર ૧૪ અનુસાર કાર્યક્રમનો ઉપયોગ કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવારના પ્રચાર અથવા સમર્થન કે વિરોધ માટે થઈ શકે નહીં તેમજ કોઈ પણ ઉમેદવાર કે પક્ષ દ્વારા રેલી કે જાહેર સભામાં ચુંટણી લક્ષી ઉપયોગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવી. એવો હતો.

તે ઉપરાંત ૧૫ હજારના અપીલ જામીન રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણીમાં હાર્દિક પટેલ કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યાં હતાં. હાર્દિક પટેલે નિર્દોષ જાહેર થયા બાદ કહ્યું કે, ‘આજે સત્યનો વિજય થયો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.’રાજકીય સુત્રો એવું પણ કહી રહ્યાં છે કે, ભાજપમાં હોવાથી હાર્દિક પટેલને હવે અન્ય કેસમાંથી પણ મુક્તિ મળી જશે.

આ પણ વાંચો :-

અયોધ્યામાં નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાનો ઔલોકિક તસવીર

0

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર પહેલીવાર સામે આવી છે. વાત જાણે એમ છે કે, હાલમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન આંખે પાટા બાંધે છે. ૨૨ જાન્યુઆરીએ રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે, ત્યારબાદ જ આંખની પટ્ટી હટાવવામાં આવશે. જોકે હાલમાં ભગવાન રામની ઔલોકિક તસવીર સામે આવી છે. મહત્વનું છે છે, ૨૨ જનયુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

ગર્ભગૃહમાંથી નીકળેલી રામલલાની તસવીરમાં રામ મંદિરના નિર્માણમાં લાગેલા મજૂરો હાથ જોડીને પ્રાર્થના કરતા પણ જોવા મળી રહ્યા છે. આ પ્રતિમા કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણશિલામાં તૈયાર કરવામાં આવી છે. મૈસુરના પ્રખ્યાત શિલ્પકારોની પાંચ પેઢીની પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા અરુણ યોગીરાજ હાલમાં દેશમાં સૌથી વધુ પ્રખ્યાત શિલ્પકાર છે. અરુણ એક શિલ્પકાર છે જેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે. અરુણના પિતા યોગીરાજ પણ કુશળ શિલ્પકાર છે. તેમના દાદા બસવન્ના શિલ્પી મૈસુરના રાજા દ્વારા સુરક્ષિત હતા.

ઇઝરાયલનો દક્ષિણ ગાઝામાં હુમલો, ૧૬ પેલેસ્ટાઇનીના મોત

0

ઇઝરાઇલે ઉત્તર ગાઝા પછી હવે દક્ષિણ ગાઝામાં કરેલા હુમલામાં ૧૬ પેલેસ્ટાઇનીના મોત થયા છે. તેમા અડધા તો બાળકો છે. આ વિસ્તારમાં મોટાપાયા પર નાગરિકોએ આશ્રય લીધો છે. આ ઉપરાંત ફ્રાન્સ અને કતારને વચ્ચે રાખીને થયેલા ડીલ મુજબ હમાસે પકડેલા ડઝનેક બંધકોને દવાઓ પહોંચી છે કે નહી તેના અંગેનું કોઈ અપડેટ જાણવા મળ્યું નથી.

ઇઝરાઇલ અને હમાસ વચ્ચેના યુદ્ધને ૧૦૦ દિવસ થઈ ગયા છે. સાતમી ઓક્ટોબરના રોજ થયેલા આતંકવાદી હુમલામાં હમાસે ઇઝરાઇલની સરહદી સુરક્ષા હરોળ તોડીને ૧૨૦૦થી વધુ ઇઝરાઇલીઓની હત્યા કરી હતી અને ૨૫૦થી વધુને બંધક બનાવ્યા છે.

પેલેસ્ટાઇની નાગરિકોના મોત માટે પણ ઇઝરાઇલને હમાસને જવાબદાર ઠેરવ્યુ છે. ઇઝરાઇલનું કહેવું છે કે હમાસને તેના કેન્દ્રો માનવ વસાહતોની અંદર બનાવવાના લીધે આ સ્થિતિ સજાઈ છે.  તેના ભાગરુપે તેણે ઉત્તર ગાઝા સાફ કરી નાખ્યું છે. તેમા ૨૫ હજારથી વધારે પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. ૨૩ લાખની વસ્તીમાંથી ૮૫ ટકા એટલે કે ૨૦ લાખ લોકો  વિસ્થાપિત થઈ ગયા છે. તેમા અડધા ઉપરાંત તો સ્ત્રીઓ અને બાળકો છે. તેની સાથે ઇઝરાઇલે હમાસના નવ હજાર આતંકવાદીને ખતમ કરવાનો દાવો કર્યો છે.તેની સામે ઇઝરાઇલના પણ લગભગ ૨૦૦થી વધુ સૈનિક માર્યા ગયા હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો :-

ડાયમંડ બુર્સમા પ્રત્યેક વેપારીને ઓફિસ ખોલવાની ફરજ પાડવાનો હઠાગ્રહ શા માટે?

0
  • કારભારીઓની જડતા ચાલુ રહેશે તો એક દિવસ સુરતના ગૌરવ સમાન ડાયમંડ બુર્સ ખંડેર થઇ જતા વધુ સમય નહી લાગે
  • ડાયમંડ બુર્સને અનુરૂપ કસ્ટમ, ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતની સુવિધાઓ આપવામા કેન્દ્ર અને રાજ્ય સરકારે કોઇ કસર બાકી રાખી નથી છતાં કારણ વગરનો વિવાદ શા માટે?
  • ડાયમંડ બુર્સ કોઇ મિલિટરી સંસ્થાન નથી કે જોહુકમી કરી શકાયઃ ચેરમેન નાગજી સાકરિયાના રાજીનામા પાછળ આવા અનેક કારણો હોઇ શકે
  • મુંબઇ અને સુરતમાં ઉભા કરાયેલા પોતાના સંસ્થાનો રાતોરાત બંધ કરીને ડાયમંડ બુર્સમાં કારભાર ખસેડવાનુ શક્ય નથી, મુંબઇના ઘણા પરિવારોની સુરત આવવા તૈયારી પણ નથી   

સુરતનાં ડાયમંડ ઉદ્યોગને વૈશ્વિક નવી ઓળખ આપનાર સુરત ડાયમંડ બુર્સની વડાપ્રધાન મોદીએ રીબીન કાપ્યાનાં ગણતરીનાં દિવસોમાં ભવ્ય બિઝનેસ સેન્ટરનાં વળતા પાણી થઈ રહ્યાં હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. મૂળભૂત ડાયમંડ બુર્સનું સપનું વિરાટ હતું અને એ જ પ્રમાણે સાકાર કરાયું હતું. આંતરરાષ્ટ્રીય ડાયમંડ ઉદ્યોગનાં તમામ પાસાઓ એક તાંતણો બંધાઈ જશે એવા લોકો સપના જોઈ રહ્યા હતા. વડાપ્રધાન મોદી જાતે ઉદ્‍ઘાટન કરવા આવ્યા હતા અને એ જ દિવસે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવા ઉપરાંત સુરતથી દુબઈને જોડતી ફ્લાઈટ્સનો પ્રારંભ કરાવ્યો હતો. પરંતુ આ બધું થયાના ગણતરીનાં દિવસોમાં જાણે સુરત ડાયમંડ બુર્સને કોઈકની નજર લાગી ગઈ હતી અને ક્રમશઃ નારાજગીનો સૂર વહેતો થયો હતો.

ડાયમંડ બુર્સનાં ઉદ્‍ઘાટન પૂર્વેથી જ વેપારીઓ, કારખાના માલિકોમાં અસંતોષ પ્રવર્તતો હતો જ પરંતુ બધું બંધ મુઠ્ઠીમાં ચાલતું હતું. મતલબ ભૂગર્ભમાં ઉકળતો નારાજગીનો લાવા સપાટી ઉપર આવતો નહોતો અથવા તો વ્યક્તિગત સંબંધોના આધારે અસંતોષ, નારાજગીને દબાવી દેવામાં આવતા હતા. પરંતુ એક દિવસ વિસ્ફોટ થવાનો હતો અને આખરે થઈને રહ્યો.
ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘‘બાંધ્યા કણબીએ ગામ વહે નહીં’’ મતલબ કે કોઈની ઉપર બળજબરી કરવાથી ગામ વસાવી શકાય નહીં. આ કહેવત સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલા લોકો ખૂબ જ સારી રીતે સમજી શકશે. સુરત ડાયમંડ બુર્સનાં કેસમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. કોઈપણ વેપાર ઉદ્યોગનું એક ‘હબ’ બને એ આવકાર્ય છે, પરંતુ વેપારી કે કારખાનેદારને ‘હબ’માં જોડાવા માટે બળજબરી ગણો કે હઠાગ્રહ કરીને ફરજ પાડી શકાય નહીં. કારણ કે, ધંધો ભલે સમાન હોય પરંતુ દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. વેપાર, ઉદ્યોગની સરળતા માટે એક બિઝનેસ સેન્ટર ઊભું કરવામાં આવે એ બદલાતા સમયની માંગ છે. પરંતુ આ બિઝનેસ સેન્ટરમાં ફરજિયાત જોડાવાની વાત કોઈના પણ સ્વમાનને ઠેસ પહોંચાડી શકે અને આવા જોહુકમીભર્યા નિર્ણયને કારણે જ કડવાશને આમંત્રણ મળી શકે.
સુરત ડાયમંડ બુર્સ પૂર્વે સુરતમાં જેમ એન્ડ જ્વેલરી પાર્કની રચના વખતે પણ આવા વિવાદો થયા હતા અને જેમ એન્ડ જ્વેલરી પાર્કને સંપૂર્ણ કાર્યરત થતા દાયકાઓ નીકળી ગયા. આજે પણ ઘણાં પ્લોટ ખાલી પડ્યાં હશે.
ખેર, સુરત ડાયમંડ બુર્સ શરૂ કરવાનો વિચાર આવ્યો તે દિવસથી જ હીરા ઉદ્યોગનાં ખમતીધર ઉદ્યોગપતિ વલ્લભ લાખાણી (કિરણ જેમ્સ)ને જવાબદારી સોંપવામાં આવી હતી અને તે દિવસથી જ વલ્લભ લાખાણીએ ડાયમંડ બુર્સને સાકાર કરવાને પ્રતિષ્‍ઠાનો પ્રશ્ન બનાવી દીધો હતો. અલબત વલ્લભ લાખાણીનું ઝનૂન વ્યાજબી પણ હતું. કોઈ પણ કાર્ય સાકાર કરવા માટે જ્યાં સુધી મનમાં ‘ધૂન’ સવાર નહીં થાય ત્યાં સુધી અપે‌િક્ષત ફળ મળવાનું શક્ય નથી.
સુરતનાં ડાયમંડ ઉદ્યોગનાં આગેવાનો ગોવિંદ ધોળકિયા, વલ્લભ લાખાણી, સેવંતી શાહ, લાલજી પટેલ (ધર્મનંદન) વગેરેનાં પ્રભાવને કારણે સરકારમાંથી વખતોવખત મંજુરી મળતી ગઈ હતી અને ખુદ આનંદીબેન પટેલ ભૂમિપૂજન કરવા આવ્યા હતા. મતલબ રાજ્ય અને કેન્દ્ર સરકાર હીરાઉદ્યોગને પ્રોત્સાહન આપવા તત્પર હતી અને એટલે જ નક્કી કરેલી સમયમર્યાદામાં સુરતનાં આંગણે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ડાયમંડના વેપારનું કેન્દ્ર ‘સુરત ડાયમંડ બુર્સ’ સાકાર થયું હતું અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ સેન્ટર માટે જરૂરી કસ્ટમ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સગવડતા પણ ગણતરીનાં દિવસોમાં મળી ગઈ હતી. આ ઉપરાંત મુંબઈ સહિત અન્ય વેપારી મથકોને ફ્લાઈટ્સ આપવાની વાટાઘાટો પણ ચાલી રહી છે.
પરંતુ આ બધાની વચ્ચે વેપારીઓ, કારખાનેદારોને ફરજિયાત અને તત્કાળ કારોબાર ડાયમંડ બુર્સમાં જ શરૂ કરવાનો હઠાગ્રહ બધાને અકળાવી રહ્યો છે. મુંબઈ હોય કે સુરત એક સ્થળે સ્થાયી થયેલી ઓફિસો, સ્ટાફને રાતોરાત ખસેડવાનું શક્ય નથી. સુરતનાં વેપારીઓ તો ઠીક મુંબઈમાં વર્ષોથી કારોબાર કરતાં વેપારીઓને પરિવાર, ઓફિસ અને સ્ટાફ સહિત રાતોરાત સુરત સ્થળાંતર થવાની ફરજ પાડવામાં આવે તો સ્વાભાવિક વિરોધ અને નારાજગી પેદા થવાના. વળી આ બધું રાતોરાત સુરતમાં ખસેડવામાં આવે એ શક્ય પણ બની શકે નહીં.
ડાયમંડ બુર્સનાં પ્રમુખ વલ્લભ લાખાણીએ પોતે નક્કી કરેલા સમયમાં મુંબઈથી સુરત સ્થળાંતર કરી નાંખ્યું એનો મતલબ એવો નથી કે બધા જ વેપારીઓ તત્કાળ સુરત ડાયમંડ બુર્સમાં સ્થળાંતર કરી નાંખે. ઘણાં એવા વેપારીઓ હશે કે જેમના પરિવારો સુરત આવવા તૈયાર નહીં હોય. આવા સંજોગોનો પણ વિચાર કરવો અત્યંત જરૂરી છે. કારણ ડાયમંડ બુર્સ કોઈ મિલિટરી સેન્ટર નથી, એક વેપારી મથક છે, એટલે વેપારીઓની પણ અનુકુળતા જાણવી, સમજવી અનિવાર્ય છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો સુરતમાં ડાયમંડ કરતાં પણ કાપડ ઉદ્યોગ અનેક ગણો મોટો છે. કાપડ ઉદ્યોગ માત્ર સુરતમાં જ નહીં દેશભરમાં અને વિદેશમાં પણ પથરાયેલો છે અને લાખો લોકો કામ કરે છે. વળી સુરતમાં એક બે નહીં સેંકડો કાપડ માર્કેટોમાં કારોબાર ચાલે છે. અનેક સંગઠનો કાર્યરત છે પરંતુ કોઈને ચોક્કસ માર્કેટમાં અથવા તો સુરતમાં જ રહીને વેપાર કરવાની ફરજ પાડવામાં આવતી નથી.
ડાયમંડ બુર્સ સાકાર કરતાં પૂર્વે ડાયમંડ ઉદ્યોગને વેપારનું કેન્દ્ર આપવાનો મૂળભૂત આશય હતો પરંતુ કેટલાંક ચોક્કસ લોકોની પોતાની જાતને જ સર્વોપરી માનવાની માનસિકતાને કારણે અનેક વખત નાના-મોટા વિવાદો થતાં રહ્યાં હતાં અને ઉકેલાતા રહ્યાં હતા.
વલ્લભ લાખાણીનાં મજબૂત નેતૃત્વને કારણે ડાયમંડ બુર્સ સાકાર થઈ ગયું. વડાપ્રધાન મોદી ઉદ્‍ઘાટન પણ કરી ગયા અને ડાયમંડ બુર્સમાં જરૂરી કસ્ટમ સહિતની સુવિધા પણ આપી દીધી. હવે ડાયમંડ બુર્સમાં વેપારને કેન્દ્રીત કરવાની જરૂર છે. વેપારીઓ સુરતમાં રહે કે મુંબઈમાં તેના વિવાદમાં પડ્યા વગર ડાયમંડ બુર્સ ધમધમતું થઈ જાય એ મુખ્ય હેતુ હોવો જોઈએ. પરંતુ વેપારીઓ, કારખાના માલિકોને ફરજિયાત ડાયમંડ બુર્સમાં ઓફિસો તત્કાળ શરૂ કરી દેવાનો ‘હઠાગ્રહ’ રાખવાથી ઉલટાં પરિણામો આવશે અને એક અદ્‍ભૂત ઈમારત આવનારા દિવસોમાં ‘ખંડેર’ બની જશે.
થોડા દિવસ પહેલા ડાયમંડ બુર્સનાં ચેરમેન નાગજી સાકરિયાએ આવા જ વિવાદોથી કંટાળીને રાજીનામું આપી દીધું હતું. પ્રારંભે રાજીનામાની વાત છુપાવવામાં આવી હતી પરંતુ તટસ્થ સ્વભાવ અને સ્પષ્ટવકતા નાગજી સાકરિયા વિવાદોથી દૂર રહેવા માંગતા હોવાથી હવે તેઓ રાજીનામું પાછું ખેંચવાના મૂડમાં નથી. નાગજી સાકરિયાનાં રાજીનામાને પગલે ડાયમંડ બુર્સમાં ચાલી રહેલા વિવાદો વધુ સપાટી ઉપર આવ્યા છે. મામલો વહેલી તકે થાળે પાડવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં બની શકે કે વિવાદ મોટું સ્વરૂપ પણ પકડી શકે અને ડાયમંડનાં વૈશ્વિક બજારમાં પણ અસરો પહોંચી શકે.
‘સુરત ડાયમંડ બુર્સ’ સુરત અને ગુજરાત માટે ચોક્કસ ગૌરવ લેવા જેવું વ્યાપારી છે પરંતુ આ સંસ્થાનની માર્કેટમાં વિશ્વસનિયતા ટકાવી રાખવા માટે પણ તટસ્થ, નિષ્પક્ષ અને માર્કેટમાં વિશ્વાસ ધરાવતા નેતૃત્વને પણ ટકાવી રાખવાની એટલી જ અનિવાર્યતા છે. અન્યથા વડાપ્રધાન મોદીનાં મનમાં પણ સુરતનાં હીરાનાં વેપારીઓ માટેની ઉજળી ઇમેજને ચોક્કસ ધક્કો પહોંચશે અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ માટેનું કેન્દ્ર સરકારનું વલણ પણ બદલાઈ શકે.
હજુ પણ પરિસ્થિતિ એટલી હદે વણસી નથી કે બાજી સુધારી શકાય નહીં. વધુ વિવાદ વણસે ત્યાર પહેલાં અને સુરતને મળેલી એક વૈશ્વિક કક્ષાની સુવિધા છીનવાઈ જાય નહીં એ જોવું મહત્ત્વનું બની રહેશે.

૧૯ જાન્યુઆરી, ૨૦૨૪/ આ રાશિ માટે આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ, સંતાનની પ્રગતિના સાક્ષી બની શકા, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષ

માનસિક પરિતાપ રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. વસ્ત્રો સંગીતના સાધનો, સ્ત્રીરોગ નિષ્ણાંત ડોકટરો, ફોટોગ્રાફી જેવા ધંધામાં પ્રગતિ સંભવે. છુપા પ્રેમ સંબંધો પકડાઇ જાય. પતિની વાણી કડવી થાય.

વૃષભ

આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. કાર્ય સફળતા દૂર ભાગતી જણાય. સંતાનની પ્રગતિ સંભવે. માતા સાથે મતભેદની શક્યતા. માતાની તબિયત સાચવવી.

મિથુન

મનોબળ મજબૂત બને. થોડું અક્કડ વલણ રહેવા પામે. ધારેલી આવક આવવામાં મુશ્કેલી પડે. કાર્યક્ષેત્રે ધંધામાં સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. સ્વાસ્થ્ય સારૂ રહેશે. સોબતનું ધ્યાન રાખવું.

કર્ક

મગજના રોગોથી સાચવવું. માથાના દુઃખાવાને નજરઅંદાજ ન કરવો. વિશ્વાસઘાત થવાના યોગ છે. આવક વધતી જણાય. શેરબજારના રોકાણોમાં લાભ. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ.

‌સિંહ

સફળતા માટે નકારાત્મક વિચારો ઉપર કાબુ જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયદો. પરિવારમાં આનંદ. મોજશોખમાં ખર્ચ વધે. શરદી-ખાંસી વધે. થાક લાગે. ભાગ્ય બળવાન. મિત્રોનો સહકાર મળે.

કન્યા

કરેલા કાર્ય સફળ થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી. પડવા વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંધી પ્રશ્નો ઉકેલાય.ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા. પ્રવાસનું આયોજન થાય.

તુલા

આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

વૃ‌‌શ્ચિક

માનસિક પરિતાપ-ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

ધન

માનસિક અશાંતિ વધે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી-ધંધામાં સારૂ. યશ પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

મકર

વિચારોમાં સ્થિરતા વધે. માન-સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ઇચ્છાશક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ-વાહન સુખમાં વધારો.

મીન

આવકમાં ઘટાડો થતો જણાય. નાનાભાઇ બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે. નોકરી-ધંધામાં સામાન્ય.

વડોદરાના હરણી તળાવમાં બોટ ઉંધી વળતાં ૨ શિક્ષકો અને ૧૦ વિદ્યાર્થીઓના મોત

0

વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના બની છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને ૪ શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં બે શિક્ષક અને ૧૦ બાળકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય બાળકો હોસ્પિટલમાં દાખલ છે.

ધારાસભ્ય કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, આ ઘટના દુઃખદ, ખુબ જ ગોજારી કહેવાય. નાના બાળકો જે દેશનું ભવિષ્ય છે, તેની સાથે આ ઘટના બની છે. આ ઘટનામાં જે પણ નાની મોટી ચૂક હશે તેની ગંભીરતાની નોંધ લેવામાં આવશે. હાલમાં આ બાળકોને બચાવવાની પ્રથમિકતા છે. જે કોઈની ભૂલ હશે તેની સામે પગલા લેવામાં આવશે. બાળકોની સેફ્ટીને લઈ ચૂક થઈ હશે તો તે મામલે પણ તપાસ કરવામાં આવશે.વડોદરા શહેર પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ, કલેકટર, ધારાસભ્ય કેયુર રોકડીયા સહિતના અધિકારીઓ હાલ ઘટના સ્થળ પર હાજર થઈ ગયાં છે.

વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ ઘટનામાં બેદરકારી છે. નાના બાળકોને તેમના સ્કૂલના શિક્ષકો લાવ્યા હશે. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન જવાબદાર છે. જ્યારે એક હોનારત આપણે ત્યાં થઈ હતી એના પરથી પણ ના સમજ્યા. બાળકો ઉપર સેફ્ટી માટેના લાઈફ જેકેટ પણ નથી તો જવાબદાર કોણ છે. ફક્ત ભ્રષ્ટાચાર અને રૂપિયા કમાવવાની લાલસા છે.

 

બરૌની-લખનઉ એક્સપ્રેસ ટ્રેનમાં TTEની ગુંડાગર્દી સોશિયલ મીડિયા પર વાયરલ

0

ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલાંક લોકો ટિકિટ લીધા વિના યાત્રા કરતા હોય છે, જો કે તેઓ દંડ પણ ચુકવે છે. પરંતુ તાજેતરમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેનો જોઇને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક TTE ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને થપ્પડ મારતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો બરૌની-લખનઉ એક્સપ્રેસનો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો મુજબ, એક TTE ટ્રેનની અંદર બેઠેલા એક મુસાફરને માર મારી રહ્યો છે. ટીટીઈ વારંવાર તેને મારતા મુસાફરને તેની ભૂલ વિશે પૂછી રહ્યો છે. મુસાફર TTEને કહે છે કે, ‘સર, મારી કોઈ ભૂલ છે?’ વીડિયો બનાવનાર વ્યક્તિ તેને પૂછે છે કે, તે તેને કેમ મારી રહ્યો છે? પરંતુ TTE કંઈ જવાબ આપતા નથી. વીડિયોમાં આગળ, TTE મુસાફરને ફટકારે છે અને કહે છે, ‘તમે મને ટિકિટ આપો.’ એટલું જ નહીં ટીટીઈએ વીડિયો બનાવનાર વ્યક્તિના હાથમાંથી ફોન પણ છીનવી લેવાનો પ્રયાસ કરે છે. TTEએ મુસાફરને કયા આધારે માર માર્યો તેની પુષ્ટિ થઈ નથી.

એક મુસાફર જયારે આ ઘટનાનો વીડિયો બનાવવાનો પ્રયત્ન કર્યો તો TTE તેનો મોબાઈલ ફોન છીનવાનો પણ પ્રયત્ન કરે છે. વીડિયો બનાવી રહેલા મુસાફરને ઘણાં અપશબ્દો કહ્યાં હતા. જ્યારે વીડિયો બનાવનાર વ્યક્તિએ પોતાનો પરિચય એક પત્રકાર તરીકે આપ્યો, ત્યારે TTE તેને તેના વ્યવસાય અંગે પણ અપશબ્દો કહ્યાં હતા.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીરમાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં એક જવાન શહીદ, બે ઘાયલ

0

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં એક જવાન શહીદ થયો છે. બે સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી એક જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટના ફોરવર્ડ ડિફેન્સ લાઇનથી લગભગ ૩૦૦ મીટર દૂર ૮૦મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ હેઠળની ૧૭મી શીખ લાઇટ બટાલિયનની જવાબદારી વિસ્તારમાં સવારે ૧૦:૩૦ વાગ્યે બની હતી. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે સેનાના ત્રણ જવાન નિયંત્રણ રેખા પર નિયમિત દેખરેખ કરી રહ્યા હતા.

વિસ્ફોટ બાદ સૈનિકોને તાત્કાલિક એરલિફ્ટ કરીને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ એક જવાન સ્થળ પર જ શહીદ થયો હતો. બે જવાનોને તાત્કાલિક હવાઈ માર્ગે સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સેનાએ હજુ સુધી શહીદ જવાન વિશે માહિતી આપી નથી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ જમ્મુ ડિવિઝનના રાજૌરી જિલ્લામાં એલઓસી પાસે લેન્ડમાઈન વિસ્ફોટ થયો હતો, જેમાં સેનાના બે પોર્ટર ઘાયલ થયા હતા. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

કોવિડ વેરિયન્ટ JN.૧નો કુલ નવા ૧૨૨૬ કેસ, સૌથી વધુ કર્ણાટકમાં

0

દેશમાં ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોવિડ-૧૯ સબ વેરિયન્ટ JN.૧નો પેસારો થયો છે. અત્યાર સુધીમાં નવા વેરિયન્ટના કુલ ૧૨૨૬ કેસ સામે આવ્યા છે. સૌથી વધુ કેસ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં નોંધાયા છે. આ માહિતી INSACOG ગુરુવારે આપી છે. ભારતીય SARS-CoV-૨ જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના ડેટા મુજબ સૌથી વધુ કેસ કર્ણાટકમાં નોંધાયા છે.

દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ  JN.૧એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી ૧૨ રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.૧ના અત્યાર સુધી ૬૬૫ દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૯ કેસો નોંધાયા છે અને  કેરળમાં ૧૪૮ કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં ૪૭, ગુજરાતમાં ૩૬, મહારાષ્ટ્રમાં ૧૩૯, તામિલનાડુમાં ૨૬,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં ૩૦, દિલ્હીમાં ૨૧ અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.દેશમાં અત્યાર સુધી ૫,૩૩,૪૨૩ લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૪,૮૬,૯૩૧ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૮૭૭ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૨૪૩૯ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા ૦.૦૧ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૮૧ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧૯,૬૦૫ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૯૩.૫૮ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૨૫ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૫૦ ટકા છે.

અગાઉ પબ્લિક હેલ્થ ડાયરેક્ટરની સલાહે આપી હતી કે, લગ્ન પ્રસંગે, ટ્રેન કે બસ તેમન જે જગ્યાઓએ ખૂબ ભીડ હોય તેવી જગ્યાએ માસ્ક પહેરવું હિતાવહ છે. તે માત્ર  કોવિડ જ નહિ પરંતુ હવાથી ફેલાતી અન્ય બીમારીથી પણ તમારું રક્ષણ કરશે. પરંતુ હાલ માસ્કને ફરજીયાત કરવાની કોઈ જરૂરિયાત નથી. વડીલો, ગર્ભવતી મહિલાઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. જો જવું જરૂરી હોય તો માસ્ક જરૂર પહેરવું જોઈએ. તેમજ જેમને શરદી, ઉધરસ કે શ્વાસની તકલીફ છે તેમણે પણ ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરીને રાખવું જોઈએ.

આ પણ વાંચો :-

સુરતમાં ધોરણ ૧૨ના છાત્રનું અચાનક મોત, દીકરાના મોતથી પરિવારમાં માતમ

0

સુરત ભીમરાડ વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ પટેલ કન્ટ્રાકશનના વ્યવસાય સાથે સંકડાયેલા છે. તેઓનો ૧૮ વર્ષીય પુત્ર દેવ ઘોરણ ૧૨માં અભ્યાસ કરતો હતો. મંગલવારે દેવ ઘરમાં બેસેલો હતો તે સમયે અચાનક તેને છાતીમાં તેમજ માથામાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તેની તબિયત લથડી હતી. તે બેભાન થઈ જતાં પરિવારજનોતેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જયાં ટુંકી સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું, વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. દેવનું હદયરોગના હુમલામાં મોત થયું હોવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પરિવારજનો દેવને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો દેવનું મોત હાર્ટઅટેકના કારણે થયું હોવાની શક્યતા કરવામાં આવી રહી છે દેવ પરિવારમાં એકનો એક પુત્ર હતો, અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દોડ બે વર્ષથી સુરતની સાથે રાજયભરમાં યુવાઓના અચાનક મોત થવાના બનાવો સતત બની રહ્યા છે.

આ પણ વાંચો :-