Home Blog Page 836

કોઠારી બંધુની બહેન કહ્યું કે ‘ભાઈઓની આત્માને હવે શાંતિ મળશે’

0

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે થોડો જ સમય બાકી છે. હવે લગભગ ૫૦૦ વર્ષ પછી ભગવાન શ્રી રામનું મંદિર ફરીવાર બની રહ્યું છે. સમગ્ર દેશમાં આને લઈને ઉત્સાહનો માહોલ છે. આવી સ્થિતિમાં ૩૪ વર્ષ પહેલા અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળ પર પોલીસ ગોળીબારમાં જીવ ગુમાવનારા કાર સેવકોના પરિવારના ચહેરા પર ખુશી છે. તેઓ રામ મંદિરના ઉદ્ઘાટન પર દિવાળી અને હોળી જેવા તહેવારોની ખુશી અનુભવી રહ્યા છે.

કોલકાતાના કોઠારી બંધુઓની મોટી બહેને પણ પોતાના મંતવ્યો શેર કર્યા છે. ૨૨ વર્ષીય રામ કોઠારી અને ૨૦ વર્ષીય શરદ કોઠારી ૧૯૯૦માં અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળ પર કાર સેવા દરમિયાન પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હતા. તેની મોટી બહેન પૂર્ણિમાએ તેની ભાવનાઓ શેર કરી છે. તેણે કહ્યું કે અમારો આખો પરિવાર ઘણો ખુશ છે. મારા ભાઈઓના અવસાન પછી, ૧૯૯૦થી મેં અયોધ્યાની વાર્ષિક તીર્થયાત્રા કરી છે અને ‘રામ જન્મભૂમિ ચળવળ’ માટે પ્રાર્થના કરી છે. મારા ભાઈઓની આત્માને હવે શાંતિ મળશે.

૨૨મી જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત દેશભરમાંથી અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. રામ મંદિરમાં પ્રાયશ્ચિત પૂજા સાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થઈ ગઈ છે. આ ધાર્મિક વિધિઓ ૨૨ જાન્યુઆરી સુધી ચાલશે. તે જ સમયે, રામ મંદિરમાં રામલલાનો ગૃહ પ્રવેશ થયો છે. આજે ગુરુવારે ભગવાન રામલલા સિંહાસન પર બિરાજશે.

આ પણ વાંચો :-

શૅરબજારમાં હાહાકાર, રૂ. ચાર લાખ કરોડનો ઘટાડો

0

શેરબજારની તેજી પર બે દિવસથી બ્રેક લાગી ગઈ છે. ખરાબ ગ્લોબલ સંકેતો અને નબળાં પરિણામોને લીધે સ્થાનિક શેરબજારોમાં ભારે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. HDFC બેન્કે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં છેલ્લાં બે વર્ષનો સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બે ટકા તૂટીને બંધ થયા હતા. નિફ્ટીના ૫૦માંથી ૪૧ શેરોમાં જોરદાર વેચવાલી થઈ હતી અને સેન્સેક્સના ૩૦માંથી ૨૪ શેરોમાં વેચવાલી થઈ હતી. નિફ્ટી બેન્કમાં ૨૨ મહિનાની ઇન્ટ્રા-ડે ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ચાર લાખ કરોડનો ઘટાડો થયો હતો.

અમેરિકી ફેડ ટૂંક સમયમાં વ્યાજદરોમાં કાપ કરવાની શક્યતા હતી, પણ હવે ફેડના કેટલાક સભ્યોએ એ વાતનો સંકેત આપ્યા હતા કે વ્યાજદરોમાં કાપ કરવાની કોઈ જલદી નથી. વોલરની ટિપ્પણીએ માર્ચના દરમાં ઘટાડો કરવાની અપેક્ષા ઘટાડી હોવાથી બુધવારે કરન્સીની બાસ્કેટ સામે ડોલર ઇન્ડેક્સ એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. એ નોંધવું રહ્યું કે, જ્યારે ડોલર ઈન્ડેક્સ વધે છે ત્યારે ક્રૂડ ઓઈલ અને અન્ય કોમોડિટીઝ મોંઘી થઈ જાય છે. તે આપણા આયાત ખર્ચમાં વધારો કરે છે અને ચાલુ ખાતાની ખાધને વધારે છે.

નિફ્ટી અને બેન્ક નિફ્ટીના ઘટાડામાં HDFC બેન્કનું આશરે ૫૦ ટકા યોગદાન રહ્યું હતું. બેન્કનું માર્કેટ કેપ રૂ. એક લાખ કરોડ સુધી ઘટી ચૂક્યું હતું. આ સિવાય BSE પર લિસ્ટેડ કંપની કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. ચાર લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. આ સાથે વોલેટિલિટી ઇન્ડેક્સ ૧૧ ટકા વધ્યો હતો. BSE સેન્સેક્સ ૧૬૨૮ પોઇન્ટ તૂટીને ૧૭,૫૦૧ના સ્તરે બંધ આવ્યો હતો અને નિફ્ટી ૪૬૦ પોઇન્ટ તૂટીને ૨૧,૫૭૨ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્કમાં ૨૦૬૧ પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે મિડકેપ ૫૧૬ પોઇન્ટ તૂટીને ૪૭,૧૫૨ના મથાળે બંધ રહ્યો હતો.

આ પણ વાંચો :-

થાઈલેન્ડમાં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, ૨૩લોકોના મોત

0

થાઈલેન્ડમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા ૨૩ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. રાજધાની બેંગકોકથી લગભગ ૬૦ માઈલ દૂર સુફાન બુરી પ્રાંતમાં આ ઘટના બની હોવાની જાણકારી મળી છે. ઘટનાસ્થળે હાજર બચાવકર્મીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિના બચવાની શક્યતા નથી. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી હતી જેમાં ઘટના દરમિયાન ખાલી પડેલા ડાંગરના ખેતરમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે.

અહેવાલ અનુસાર પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી હતી. જેમાં જાણ થઈ કે નવેમ્બર ૨૦૨૨માં પણ આ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો અને ત્યારે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઓગસ્ટ ૨૦૨૩ માં પણ, નરાથીવાટ પ્રાંતમાં ફટાકડાના વેરહાઉસમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૧૦૦ લોકો ઘાયલ થયા હતા.

સુફાન બુરી પ્રાંતના ગવર્નર નટ્ટપત સુવાનપ્રતિપે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં ૨૩ લોકો અત્યાર સુધી જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે વિસ્ફોટનું કારણ શું છે? તે અત્યારે જાણી શકાયું નથી. તેમણે એ પણ જણાવ્યું કે ફટાકડાની ફેક્ટરી કાયદેસર રીતે ચાલી રહી હતી અને કંપની પાસે માન્ય લાઇસન્સ પણ છે.

આ પણ વાંચો :-

૧૮ જાન્યુઆરી, ૨૦૨૪/ પ્રેમસંબંધોમાં તકલીફ, જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ, ગુરૂવારનાં દિવસે આ રાશિના જાતકો પડશે સહકારની જરૂર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભઃ

માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા. માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

મિથુનઃ

મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્કઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેર બજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

સિંહઃ

‌માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ શોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂ.

કન્યાઃ

વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલાઃ

આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિકઃ

મોજશોખનું પ્રમાણ વધશે. આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધનઃ

દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે.

મકરઃ

માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે. પરંતુ બગાડ અટકાવવો. ભાઇ- બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભઃ

જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્‍નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીનઃ

ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્‍ઠા વધે. આવકમાં વૃધ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રીવર્ગથી લાભ. નોકરીયાતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

કેનેડાનો વધુ એક ખાલિસ્તાની આતંકી જાહેર, કોણ છે લખબીર સિંહ લાંડા?

શિક્ષકોની ફરિયાદ પછી સ્મૃતિ ઈરાનીએ ફોન કરીને અધિકારીનો લીધો ક્લાસ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે ‘રામોત્સવ’

0

અયોધ્યા ખાતે ભગવાન રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ૨૨ જાન્યુઆરીના દિવસે થઈ રહ્યું છે. ત્યારે દરેક ક્ષેત્રના લોકો પોતાની રીતે આ અવસરને યાદગાર બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. વિવિધ હિન્દુ સંગઠનો, સામાજિક સંસ્થાઓ અને સામાજિક અગ્રણીઓ ૨૨ જાન્યુઆરી પહેલા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીને પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.  જે અંતર્ગત ગરભા, શાસ્ત્રીય નિત્ય, નિત્ય નાટક, ડાયરો, જનજાતિય નિત્ય મહા આરતી, રામરથયાત્રાનું આયોજન કરવામાં આવ્યા. ત્યારે આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રાગણમાં ભવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટી ખાતે રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યા નગરીમાં પ્રવેશતા હોય તે પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. અંદાજે ૫૬ ઇંચ જેટલું ભવ્ય ભગવાન શ્રીરામનું કટઆઉટ લગાડવામાં આવ્યું છે. સાથે સાથે ભગવાન રામલલ્લાની જે મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે મંદિરનો આકાર પણ ઉભો કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીરામના જીવન ચરિત્રની પ્રદર્શની લગાડવામાં આવી છે. ભગવાનની જીવન યાત્રા દરમિયાન આવેલા પ્રસંગોને પણ પ્રદર્શનના ભાગરૂપે મૂકવામાં આવ્યા છે જેથી કરીને યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા અનેક લોકો તેને નિહાળી શકશે.

આ કાર્યક્રમ રોજ સાંજે ૭ થી ૧૦.૩૦ સુધી ચાલશે. જે અનુસંધાને કુલપતિ નિવાસ સ્થાને એક પત્રકાર પરિસદનું આયોજન કરવામાં આવ્યા. જેમાં કુલપતિ શ્રી કે એન ચાવડા અને કુલસચિવ શ્રી આર સી ગઢવી સિન્ડિકેટ મેમ્બર સાથે વગેરેની હાજરી માં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પણ પણ હજાર હતા.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોર ચાવડાએ જણાવ્યું કે ૧૬ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રામોત્સવ દરમિયાન યુનિવર્સિટી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને જે યુવાનો છે તેમની સામે દસ હજાર વર્ષ જૂની આપણી જે સંસ્કૃતિ છે તેને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રામોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રોજ સાંજે ૭:૦૦ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ગુજરાતના જાણીતા લોકગાયક ગીતા રબારી સહિતના અનેક કલાકારો ભાગ લેશે.

આ પણ વાંચો :-

ખાલિસ્તાની આતંકી પન્નુએ પંજાબના મુખ્યમંત્રીને આપી ધમકી, પોલીસ એલર્ટ

0

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ખાલિસ્તાની આતંકી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ ભગવંત માનને ધમખી આપી છે. એટલું જ નહીં પંજાબના ડીજીપી ગૌરવ યાદવને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

અહેવાલો અનુસાર, એક વીડિયો જાહેર કરીને પન્નુએ કહ્યું ‘પંજાબના ગેંગસ્ટરો મારો સંપર્ક કરો.’ ખાલિસ્તાની આતંકવાદીએ ૨૬મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પર વાતાવરણ બગાડવાની ધમકી આપી છે. પંજાબમાં ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટરો સામેની કાર્યવાહીથી પન્નુ સહિત અન્ય ગેંગસ્ટર અને ખાલિસ્તાની સમર્થકો હચમચી ગયા છે. મુખ્યમંત્રી ભગવંત માનને આપવામાં આવેલી ધમકી તેનું ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે પંજાબ પોલીસે ગેંગસ્ટરો અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને કેટલાક સમયથી ઝડપી કાર્યવાહી જોવા મળી રહી છે.

ખાલિસ્તાની આતંકવાદીએ ૨૬ જાન્યુઆરીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ડીજીપી ગૌરવ યાદવને મારી નાખવાની ધમકી આપી છે. આ માટે તેણે ગેંગસ્ટર્સને સાથે રહેવાની અપીલ કરી છે. ખાલિસ્તાની આતંકી પન્નુએ એક વીડિયો જાહેર કરીને ભારત પર હમાસ જેવા હુમલાની ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે પંજાબથી લઈને પેલેસ્ટાઈન સુધીના ગેરકાયદેસર કબજાવાળા લોકો પ્રતિક્રિયા આપશે અને હિંસાથી હિંસા જન્માવશે. તેમણે વધુમાં કહ્યું કે, “જો ભારત પંજાબ પર કબજો કરવાનું ચાલુ રાખશે તો તેની પ્રતિક્રિયા અપાશે. આના માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર હશે.

આ પણ વાંચો :-

મથુરાની ઈદગાહ મસ્જિદના સર્વે નહીં થાય, સુપ્રીમકોર્ટે કોર્ટે રોક લગાવી

0

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમકોર્ટે ઈદગાહ મસ્જિદના સરવે પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં શાહી ઈદગાહના સરવે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં શાહી ઈદગાહના સરવે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૨૦૨૩ની ૧૪ ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ સંકુલના સરવેની મંજૂરી આપી હતી, જેની સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેશે, પરંતુ સરવે કરાવવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક પર વચગાળાનો સ્ટે રહેશે.

હિન્દુ પક્ષનો દાવો છે કે, ઓરંગજેબે મથુરામાં મંદિર તોડી મસ્જિદ બનાવી હતી. ઓરંગજેબે ૧૬૭૦માં મથુરામાં ભગવા કેશવદેવનું મંદિર તોડાવી દીધું હતું. મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ બનાવી દેવાઈ… મથુરાનો આ વિવાદ કુલ ૧૩.૩૭ એકર જમીન પર માલીકી હકથી સંબંધીત છે. હિન્દૂ પક્ષ તરફથી શાહી ઈદગાહ મસ્જિદને હટાવવા અને તે જમીન શ્રી કૃષ્ણ જન્મસ્થાનને આપવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

વિજય માલ્યા, નીરવ મોદી ભંડારીને ભારત લાવવાની તૈયારી, ED-CBI અને NIA જશે બ્રિટન

0

ભારત સરકાર ભાગેડુ ગુનેગારોને લંડનથી લાવવાની તૈયારી કરી રહી છે. જેમાં બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા, હીરાના ઉદ્યોગપતિ નીરવ મોદી અને હથિયારોના વેપારી સંજય ભંડારીનો સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), CBI અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ તેમને લાવવા લંડન જશે.

અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર ભારતના વોન્ટેડ ભાગેડુઓને પરત લાવવા માટે પ્રયાસો કરવા જઈ રહી છે. આ સંબંધમાં મુખ્ય કેન્દ્રીય એજન્સીઓને યુનાઇટેડ કિંગડમ મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. ડિફેન્સ ડીલર સંજય ભંડારી, હીરાના વેપારી નીરવ મોદી, કિંગફિશર એરલાઈન્સના પ્રમોટર વિજય માલ્યા સહિત ભારતમાંથી ઘણા ભાગેડુ યુકેમાં રહે છે.

વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની ટીમ અને બ્રિટન સ્થિત ભારતીય હાઈ કમિશન વચ્ચે લંડનમાં બેઠક યોજાવાની છે. આ બેઠકમાં બ્રિટિશ અધિકારીઓ પણ ભાગ લેશે. આમાં ભારતીય અધિકારીઓ માહિતી એકત્રિત કરશે કે આ ભાગેડુ ગુનેગારોએ લંડન અને અન્ય દેશોમાં કઇ પ્રોપર્ટીમાં નાણાંનું રોકાણ કર્યું અને તેમણે ક્યાં વ્યવહારો કર્યા. ભારત અને બ્રિટન વચ્ચે પરસ્પર કાનૂની સહાયતા સંધિ છે જે માહિતીની આપસમાં વહેંચણી કરે છે. આ સંધિ હેઠળ અન્ય દેશોમાંથી ભાગેડુ આર્થિક ગુનેગારોની માહિતી મેળવવામાં આવે છે.

આ પણ વાંચો :-

૧૬ જાન્યુઆરી , ૨૦૨૪/ આજ મંગળવારના દિવસે આ રાશિમાં સંતાન તરફથી ચિંતા રહે, ધંધામાં પ્રગતિના યોગ રહશે , જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચલાવતી વખતે કાળજી જરૂરી. આરોગ્ય સાચવવું.

વૃષભઃ

નાણાંકીય બાબતો અંગે શુભ પરિવારના સભ્યોથી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે  કરી શકાય. સંતાન સંબંધી ચિંતા રહે. સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં મિશ્ર ફળ ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે રાહત. લક્ષ્મીનો વખતસર લાભ મળે.

‌મિથુનઃ

સ્વભાવમાં સરળતા, નિખાલસતા વર્તાય. આવકનું પાસુ મજબૂત બને. ધંધામાં પ્ર‌ગતિ થતા આવકનું પ્રમાણ વધે. પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. સાંસારિક બાબતોમાં અસંતોષ આકસ્મિક ધનલાભ શક્ય.

કર્કઃ

નસીબ બળવાન બને છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃપક્ષથી લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા. આરોગ્ય બાબતે આનંદ દામ્પત્ય ક્ષેત્રે મધ્યમ.

‌સિંહઃ

માનસિક ઉચાટ રહે. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં શાંતિ રહે. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવી. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન સંબંધીચિંતા રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ

બુધ્ધિથી કાર્યસફળતા મળતી જણાય. એડવોકેટ, વિમા સંબંધી ક્ષેત્રોથી વધુ લાભની શક્યતા. પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. હૃદયમાં અકારણ અજંપો રહે. આરોગ્ય સારૂ રહે.

તુલાઃ

અણગમતા પ્રસંગો બને. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષનું વાતાવરણ રહે. માતૃસુખ સારૂં. નવા રોકાણો ટાળવા. પિતાની તબિયત સાચવવી. ભાગ્ય જળવાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. પેટના રોગોથી સાચવવું.

વૃ‌શ્ચિકઃ

આવક જળવાય. ઉત્સાહ વધે. પરિવારમાં શાંતિ રહે. નવા રોકાણો યોગ્ય રીતે થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાન સુખ ઉત્તમ સંતાનની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીવર્ગને સફળતા. આરોગ્ય સારૂ.

ધનઃ

‌દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થશે. આવકનો સ્ત્રોત જળવાશે. પરિવારમાં થોડો વાદ-વિવાદ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આર્થિક રોકાણો ફાયદા કારક નીવડશે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. શરદી-ખાંસી રહે.

મકરઃ

માનસિક રીતે આનંદ ઉમંગ જળવાય. ઉદાર દીલ તથા પરોપકારની ભાવના પ્રબળ બને. ખોટા ખર્ચા ટાળવા. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. જીવનસાથી પ્રેમભાવમાં વધારો થાય.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક પાસુ મજબુત બને. નવી આવકના રસ્તા ખુલે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય બળવાન બને છે. ધંધાકીયક્ષેત્રે સફળતા.

મીનઃ

અંતર્મુખી, થોડો સ્વાર્થી અને થોડો અભિમાની સ્વભાવ રહે. અનાજ, ઓઇલ, પેટ્રોલ, ન્યાયક્ષેત્રને સંબંધિત કાર્યોમાં વિશેષ લાભ. દામ્પત્ય જીવનમાં આનંદમાં વધારો પિતાની કાળજી રાખવી જરૂરી. સંતાન સુખ સારૂ. આરોગ્ય મધ્યમ.

લોકસભાની ચૂંટણી માટે બસપા કોઈ મોરચામાં નહિ જોડાય: માયાવતી

0

આજે બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીનો જન્મદિવસ છે. બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના જન્મદિવસના અવસર પર મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે BSP લોકસભા ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન કરશે નહીં અને એકલા હાથે ચૂંટણી લડશે. આ દરમિયાન તેમણે અખિલેશ યાદવ પર પણ જોરદાર પ્રહારો કર્યા અને કહ્યું કે અખિલેશે કાંચિડાની જેમ રંગ બદલ્યો. કાચિંડા જેમ રંગ બદલનારાઓથી સાવધાન રહેવું જોઈએ. આ દરમિયાન, તેમણે EVM અને INDIA બ્લોકનો ઉલ્લેખ કર્યો અને જાહેરાત કરી કે તેમની પાર્ટી BSP સમગ્ર દેશમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. માયાવતીએ કહ્યું કે તેમની પાર્ટીના સમર્થનને જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે.

ગઠબંધનનો ઉલ્લેખ કરતા માયાવતીએ કહ્યું, ‘ગઠબંધન કરવાથી પાર્ટીને ફાયદો ઓછો પરંતુ નુકસાન વધુ થાય છે અને અમારી વોટ ટકાવારી પણ ઘટે છે અને અન્ય પાર્ટીઓને ફાયદો થાય છે. તેથી મોટાભાગની પાર્ટીઓ બસપા સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા માંગે છે. અમારી પાર્ટી લોકસભાની ચૂંટણી એકલા હાથે લડીને વધુ સારા પરિણામો લાવશે. અમે એકલા ચૂંટણી લડીએ છીએ કારણ કે તેનું સર્વોચ્ચ નેતૃત્વ દલિતના હાથમાં છે. ગઠબંધન કરવાથી, બસપાનો આખો મત ગઠબંધન પક્ષને જાય છે, જ્યારે તે ગઠબંધનનો મત, ખાસ કરીને ઉચ્ચ જાતિના મત, બસપાને જતો નથી.

માયાવતીએ કહ્યું કે EVM વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, આવી સ્થિતિમાં આ સિસ્ટમ ખતમ થઈ શકે છે. આથી પક્ષના સમર્થનમાં વધારો કરતા રહેવું જરૂરી છે. સાથે જ ગઠબંધનને લઈને પાર્ટીનું માનવું છે કે આ મામલે અત્યાર સુધીનો અનુભવ એ રહ્યો છે કે ગઠબંધનથી બસપાને ઓછો ફાયદો અને વધુ નુકસાન થઈ રહ્યું છે અને વોટ ટકાવારીમાં ઘટાડો થાય છે. ગઠબંધન કરનારા પક્ષને વધુ ફાયદો થાય છે. આ કારણે મોટાભાગની પાર્ટીઓ બસપા સાથે મળીને ચૂંટણી લડવા માંગે છે. પરંતુ અમારે બસપાના ફાયદા વિશે પણ વિચારવું પડશે, આથી આગામી ચૂંટણીમાં અમે એકલા હાથે લડીશું.

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણ પર માયાવતીએ કહ્યું, ‘મને આમંત્રણ મળ્યું છે, પાર્ટીના કામમાં વ્યસ્ત હોવાથી મેં ત્યાં જવાનો નિર્ણય કર્યો નથી. પરંતુ જે પણ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે તેની સામે અમને કોઈ વાંધો નથી, અમે તેને આવકારીએ છીએ, જો ભવિષ્યમાં બાબરી અંગે કંઈ થશે તો અમે તેને પણ આવકારીશું.