Home Blog Page 837

હવે indigoની ફ્લાઈટમાં અનાઉસેમન્ટ કરતાં પાઈલટ સાથે મારામારી

0

ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ મોડીપડતાં એક પેસેન્જરે ફ્લાઇટના પાઈલટને મુક્કો માર્યો હતો. આ ઘટનાથી સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઈન્ડિગો ફ્લાઇટમાં સવાર એક મુસાફરે પ્લેનના કેપ્ટનને મુક્કો માર્યો જ્યારે તે ફ્લાઇટમાં વિલંબ અંગે અનાઉસમેન્ટ કરી રહ્યો હતો. આ વીડિયો સર્ક્યુલેટ થતાં પેસેન્જર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફ્લાઇટ અંગે સમયસર જાહેરાત ન થવાને કારણે મુસાફરો ગુસ્સે ભરાયા હતા.

આ ઘટના રવિવારે સાંજે ૭ વાગે બની હતી. ઈન્ડિગોની આ ફ્લાઈટ ૬e૨૧૭૫ દિલ્હીથી ગોવા જઈ રહી હતી. તે સમયે પ્લેનના કેપ્ટને આવીને ફ્લાઇટની ઉડાનમાં વિલંબ અંગે જાહેરાત કરી હતી. આ કારણે એક મુસાફર એટલો ગુસ્સે થયો કે તેણે પાયલટને મુક્કો મારી દીધો હતો. પેસેન્જરે દાવો કર્યો હતો કે તે ફ્લાઇટ પકડવા માટે છેલ્લા ૧૩ કલાકથી રાહ જોઈ રહ્યો હતો. ધુમ્મસ અને ટ્રાફિક વચ્ચે કોઈક રીતે તે એરપોર્ટ પહોંચી ગયો. કલાકો સુધી રાહ જોયા બાદ મુસાફરોને પ્લેનમાં બેસાડવામાં આવ્યા હતા. તેમ છતાં, તેમને કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટમાં વધુ વિલંબ થશે. ફ્લાઇટ અંગે સમયસર જાહેરાત નહીં કરવામાં આવતા મુસાફર ગુસ્સે થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ વીડિયો પેસેન્જર સીટ પરથી શૂટ કરવામાં આવ્યો છે. જોવા મળે છે કે પાઈલટ અને અન્ય ક્રૂ મેમ્બર ઉભા થઈને કોઈ જાહેરાત કરી રહ્યા છે. અચાનક એક વ્યક્તિ ઝડપથી દોડી અને પાયલટ પર હુમલો કરે છે. આ ઘટના બાદ ફ્લાઈટમાં હાજર પેસેન્જર્સ અને એર હોસ્ટેસ અવાજ કરવા લાગ્યા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેપ્ટન વિલંબ પર જાહેરાત કરી રહ્યા છે, તે દરમિયાન અચાનક પીળા રંગની હૂડી પહેરેલો એક શખ્સ કેપ્ટન તરફ દોડે છે અને તેના મોઢા પર થપ્પડ મારી દે છે. કેપ્ટનની નજીક ઉભેલી ફ્લાઇટ એટેન્ડન્ટ તરત જ તેના બચાવમાં આવે છે અને કેપ્ટનની સામે ઉભા રહીને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ સ્કાય બ્લૂ હૂડી પહેરેલો અન્ય એક શખ્સ આરોપીને પાછો લઈ જાય છે. વાયરલ વીડિયોમાં ફ્લાઈટ એટેન્ડન્ટ કેપ્ટનનો બચાવ કરતાં કહે છે કે, સર તમે આવું વર્તન કરી શકતા નથી. ઘણા મુસાફરોએ આરોપીના વર્તનને યોગ્ય ઠેરવતા વિલંબ માટે ઈન્ડિગોને જવાબદાર ઠેરવ્યું હતું.

આ પણ વાંચો :-

અમિત શાહના બહેનનું નિધન, કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ કાર્યક્રમો રદ કર્યા

0

ઉત્તરાયણ મનાવવા માટે ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પરિવારમાં દુ:ખદ સમાચાર આવ્યા છે. હાલ અમદાવાદમાં જ રહેલા અમિત શાહના બહેન રાજેશ્વરીબેન પ્રદિપભાઇ શાહનું નિધન થતાં અમિતભાઇએ તેમનો આજનો બનાસકાંઠાનો કાર્યક્રમ રદ કર્યો હતો. આ કારણસર આજના ગુજરાતના અમિત શાહના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. અમિત શાહના બહેનનું અવસાન થવાના કારણે આ કાર્યક્રમો કેન્સલ કરાયા છે. આ કારણો સર અમિત શાહના આજે બનાસકાંઠા અને રક્ષા યુનિવર્સીટી ખાતેના કાર્યક્રમમં તેઓ હાજરી નહિ આપે.

રાજેશ્વરીબેન લાંબા સમયથી બિમાર હતા. અને આજે તેમનું નિધન થતાં શાહ પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. અમિતભાઇ આજે બનાસકાંઠાના પાલનપુરમાં બનાસ ડેરીના વિવિધ વિકાસ પ્રોજેક્ટમાં હાજરી આપવા માટે જવાના હતા પરંતુ તેમના બહેનના નિધનના સમાચાર મળતા કાર્યક્રમ રદ કર્યો હતો.

અમિત શાહના બહેનનું અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં નિધન થયું હતું અગાઉ તેઓને મુંબઇમાં એક હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા અને અમિતભાઇ મુંબઇ ગયા ત્યારે તેમના બહેનની મુલાકાત પણ કરી હતી અને તબીબો સાથે ચર્ચા પણ કરી હતી. અમિતભાઇ બે કલાક સુધી હોસ્પીટલમાં રોકાયા હતા. તે સમયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ તેમની સાથે જોડાયા હતા.

આ પણ વાંચો :-

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી, ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન

0

ગુજરાતમાં કડકડતી ઠંડીના ચમકારાનો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં કોલ્ડવેવની અગાહી કરાઇ છે. ત્યારે અમદાવાદ અને નલિયામાં તાપમાન ૧૦ ડિગ્રી રહ્યું છે. તેમજ સૌથી ઓછું તાપમાન ગાંધીનગર અને ડિસામાં ૯ ડિગ્રી છે. તથા ૧૨ શહેરોમાં તાપમાન ૧૫ ડિગ્રીથી ઓછુ નોંધાયુ છે.

રવિવારની વાત કરવામાં આવે તો ૧૨ શહેરોમાં ઠંડીનો પારો ૧૫ ડિગ્રીની નીચે નોંધાયો હતો અને ગાંધીનગર સૌથી ઠંડુગાર રહ્યું હતું. ગાંધીનગરમાં ૯ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે ડીસામાં ૯.૬ ડિગ્રી, નલિયામાં ૧૦.૪ ડિગ્રી, અમદાવાદમાં ૧૦.૬ ડિગ્રી તાપમાન રહ્યું હતુ. તો કેશોદમાં ૧૨.૫, રાજકોટમાં ૧૨.૭, મહુવામાં ૧૨.૯ ડિગ્રી તાપમાન રહ્યું હતું. પોરબંદરમાં ૧૩.૫, વડોદરામાં ૧૩.૬ ડિગ્રી, સુરેંદ્રનગરમાં ૧૪.૨ ડિગ્રી, ભૂજમાં ૧૪.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

દેશના ઉત્તરીય વિસ્તારોમાં કડકડતી ઠંડી યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે, જેના કારણે તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ઠંડા દિવસથી ગંભીર ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તી રહી છે. તે જ સમયે, ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ ઓછી છે, જેની અસર ટ્રાફિક પર દેખાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨-૩ દિવસમાં ધુમ્મસની તીવ્રતામાં ઘટાડો થવાની ધારણા છે, જેનાથી થોડી રાહત મળશે. તે જ સમયે, ઠંડા મોજાની સ્થિતિ થોડા દિવસો સુધી ચાલુ રહી શકે છે. સવારે અને સાંજે બહાર જનારાઓને વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડની આશંકા, દારુ પીવાથી બે લોકોના મોત

0

દહેગામના લીહોડા ગામે દારૂ પીવાથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જયારે અન્ય બે લોકોની હાલત ગંભીર છે માટે તેને ગાંધીનગરના સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા રેન્જ આઈ.જી વિરેન્દ્ર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજાવાસમ શેટ્ટી પણ લીહોડા ગામે દોડી ગયા છે. FSL નો રિપોર્ટ આવી ચુક્યો છે. FSL રિપોર્ટમાં મિથેનોલ ન હોવાનો ખુલાસો થયો છે.

લઠ્ઠાકાંડની આશંકાને લઈ ઉચ્ચ અધિકારીઓના લિહોડા ગામે પહોંચ્યા છે. રખિયાલ પોલીસે દારુના અડ્ડાઓ પર સર્ચ ઓપરેશન કર્યુ છે. રેન્જ IG અને જિલ્લા પોલીસવડાએ પણ તપાસ હાથ ધરી છે. તેમજ લિહોડા ગામે ૧૦૮ ની ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ત્યારે ગાંધીનગર પોલીસ વડાનો સ્પષ્ટ દાવો છે કે આ ગઈકાલની ઘટના છે. તેમજ પોલીસે જણાવ્યું છે કે મીથેનોલની કોઈ જ હાજરી નહી. મૃત્યુ પામનાર વ્યક્તિઓ લાંબા સમયથી દારૂ પીતા હતા. લિહોડા ગામે દારૂ પીવાથી બે વ્યકિતના મોત તેમજ અન્ય ત્રણ લોકોની સ્થિતિ બગડી હોવાની જાણ વાયુ વેગે પ્રસરી હતી.

પોલીસે લઠ્ઠાકાંડની આશંકાએ તપાસ શરૂ કરી હતી. મૃતકોની ઓળખ ૪૨ વર્ષીય કાનજી ઉમેદ સિંહ અને ૩૬ વર્ષીય વિક્રમસિંહ રંગતસિંહ તરીકે થઇ છે. જ્યારે અન્ય આઠ લોકો ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે. ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

લોકપ્રિય શાયર મુનવ્વર રાણાનું નિધન

0

પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. મુનવ્વર રાણા લાંબા સમયથી બીમારીથી પીડિત હતા, અત્રે જણાવીએ કે, તેમણે લખનૌના SGPGI ખાતે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધન અંગે તેમના પુત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. મુનવ્વરને તેમની તબિયત બગડતાં ૯ જાન્યુઆરીએ લખનૌના SGPGIમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મુનવ્વર રાણા એક પ્રખ્યાત કવિ અને લેખક હતા. તેમણે ઉર્દૂ સિવાય હિન્દી અને અવધી ભાષાઓમાં લખ્યું હતું. મુનવ્વરે તેમની ગઝલો વિવિધ શૈલીમાં પ્રકાશિત કરી. તેમને ૨૦૧૪ માં ઉર્દૂ સાહિત્ય માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ૨૦૧૨ માં શહીદ શોધ સંસ્થાન દ્વારા માટી રતન સન્માનથી નવાજવામાં આવ્યા હતા. તેમણે લગભગ એક વર્ષ પછી એકેડેમી એવોર્ડ પરત કર્યો હતો. વળી, વધતી જતી અસહિષ્ણુતાને કારણે તેમણે ક્યારેય સરકારી પુરસ્કારો નહીં સ્વીકારવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

અહેવાલ અનુસાર મુનવ્વર રાણાની દીકરી સુમૈયાએ કહ્યું કે તેમના પિતાને રવિવારે મોડી રાતે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આજે તેમની દફનવિધી કરવામાં આવશે. મુનવ્વરના પરિવારમાં તેમની પત્ની, ચાર દીકરીઓ અને એક દીકરો છે. રાણાના દીકરા તબરેજે કહ્યું કે બીમારીના કારણે તેમના પિતા ૧૪-૧૫ દિવસથી સારવાર હેઠળ હતા. તેમને અગાઉ લખનઉની મેદાંતા અને પછી એસજીપીજીઆઈમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમણે રવિવારે રાતે આશરે ૧૧ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

તેઓ ઉત્તર પ્રદેશના રાજકીય વિકાસમાં પણ સક્રિય હતા. તેમની પુત્રી સુમૈયા પોતે સમાજવાદી પાર્ટીની સભ્ય છે. રાણા પોતાના રાજકીય નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હતા. તેમના નિધનના સમાચારને પગલે સાહિત્ય જગતમાં હાલ શોકનું મોજું ફેલાયું છે. આ મહાન કવિના નિધનથી સૌ કોઈ દુઃખી છે.

કચ્છમાં KEMO Steel કંપનીની ભઠ્ઠી બ્લાસ્ટમાં એકનું મોત, 7 લોકોને ઇજાગ્રસ્ત

0

કચ્છના અંજારથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. માહિતી મળી રહી છે કે, અંજારના બૂઢારમોરા માં KEMO Steel કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ૧૦ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રથમિક માહિતી મુજબ અત્યાર સુધીમાં આ ઘટનાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને ૪ ની હાલત અત્યંત નાજુક હોવાના કારણે તેઓને તાત્કાલિક અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં રિફર કરાયા છે. કંપનીની મોટી બેદરકારીના પગલે આ ઘટના ઘટી જેના કારણે કંપનીએ ઘટનાના છુપવવાની પણ કોશિશ કરી હતી.

૧૫ જાન્યુઆરી, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને સોમવાર થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

0

મેષઃ

આર્થિક પાસુ મજબુત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી-ધંધામાં પ્રગતિ. જુની ઉઘરાણી છુટી થતી જણાય.

વૃષભઃ

આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધૂરાકાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

‌મિથુનઃ

વકૃત્વ શક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય.સંતાનની ચિંતા રહે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

કર્કઃ

સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણી વિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં એકરાગીતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

‌સિંહઃ

નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો. આવકનું પ્રમાણ જળવાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીયક્ષેત્રે લાભ. કાપડ, સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

કન્યાઃ

મનોબળ મજબૂત રહે. શક્તિ અને સ્ફૂર્તિને અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતા ભર્યું વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલાઃ

વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકાર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃ‌શ્ચિકઃ

આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાના ભાઇ બહેન સાથે પ્રેમ જળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ સફળતા. ગળાના રોગોની કાળજી રાખવી.

ધનઃ

માનસિક પ્રસન્નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. પરિવારમાં અસંતોષનું પ્રમાણ વધે સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજીરાખવી. મિત્રોથી લાભ મળતો જણાય.

કુંભઃ

દિવસ દરમ્યાન મન આનંદમાં રહે. જુના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન, સોનીકામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યક્તિઓને વિશેષ ફાયદો. ઉલટી-ઉબકાની સમસ્યા રહે.

મી‌નઃ

ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારૂં રહેશે.

૧૪ જાન્યુઆરી, ૨૦૨૪/ ખર્ચનું પ્રમાણ અતિશય વધશે, પારિવારિક સંઘર્ષના સંકેત, આ રાશિના જાતકોનો રવિવાર જશે કષ્ટદાયક, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષ

આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. સ્વગ્રુહી શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભ

ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારૂં રહેતું અનુભવાય.

મિથુન

દિવસ દરમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના-ભાઇ બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્ક

નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ, જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

‌સિંહ

દિવસ દરમ્યાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યા

પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલા

આનંદ ઉત્સાહમાં વૃધ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ ના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃધ્ધિ થાય.

વૃ‌‌શ્ચિક

મોજ શોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઇ બહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

ધન

આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકર

ગુરૂ ચન્દ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભ

મન અશાંત રહે. એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીન

મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉઘરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્ર‌ગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

રામ ભક્તો માટે ૧ હજારથી વધુ સ્પેશ્યલ ટ્રેનો અયોધ્યા સુધી દોડાવશે

ભારતીય નૌકાદળે અપહરણ કરાયેલા માલ્ટા જહાજને બચાવ્યું

સ્કૂલે જતી વખતે ધોરણ ૧૧ના વિદ્યાર્થીને સિટી બસની મોતની ટક્કર

0

સુરત શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સવારના સમયે શાળાએ જઈ રહેલા ધોરણ ૧૧ના વિદ્યાર્થીન સિટી બસચાલકે અડફેટે લીધો હતો જેમાં ગંભીર ઈજાઓ થતા વિદ્યાર્થીનું મોત નીખ્યું છે. દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

ઉધના બમરોલી રોડ પર પાલિકા સંચાલિત બ્લ્યુ સીટી બસની અડફેટે બનેલી અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા વિધાર્થીના મોત બાદ પાલિકાના પરિવહન વિભાગના ચેરમેન સોમનાથ મરાઠેએ સ્થળ મુલાકાત લઈ ઘટના અંગે નિરીક્ષણ કર્યું હતું.સાથે જ ઘટનામાં બસ ડેપો મેનેજર અને ચાલક કસૂરવાર જ જણાશે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી બતાવી હતી.જ્યાં આસપાસ લાગેલ સીસીટીવી ફૂટેજ ની તપાસ કરવા વિજિલન્સ ની ટીમને સૂચના આપી હતી.ઘટના અંગે ચેરમેન દુઃખ વ્યક્ત કરી પરિવારને પ્રત્યે સંવેદના દર્શાવી છે.

સબંધી સુનીલભાઈ મોરાવાલાએ જણાવ્યું હતું કે, “આ ઘટના આશાપુરી સોસાયટી નજીક વેલકમ પાન પાસે બની હતી. મારા મિત્રનો દીકરો સવારના સમયે શાળાએ જઈ રહ્યો હતો તે દરમ્યાન સિટી બસ ચાલકે તેને અડફેટે લીધો હતો. જેમાં દીકરાનું મોત થયું છે. દીકરાના મૃતદેહને હાલ સિવિલ હોસ્પિટલ લઈને પહોચ્યા છીએ. બસ ડ્રાઈવર નશામાં હતો, તે આગળ ભાગી ગયો હતો પરંતુ આગળ રાહદારીઓએ તેને પકડી લીધો હતો.

આ પણ વાંચો :-

VNSGUના વિદ્યાર્થીઓએ કાપડ-વણાટથી બનાવી રામ મંદિરની અદભૂત કલાકૃતિ

0

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લઈ સમગ્ર દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ સોનેરા અવસર પર સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યનિવર્સિટીમાં રામતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે યનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કાપડ અને વણાટ કાર્યથી સુંદર ટ્રેપેસ્ટ્રી તૈયાર કરાઈ હતી.

સુરતના વીર નર્મદ યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સ વિભાગ દ્વારા રામતોત્સવની ઉજવણીના ભાગરૂપે એક અનોખી ભેટ તૈયાર કરવામાં આવી છે. ચિત્રો જોઈને લાગશે કે આ કોઈ પોસ્ટર કે પેન્ટિંગ હશે પણ આ આખી કલાકૃતિ કાપડમાંથી તૈયાર કરવામાં આવી હતી. માંજર પાટ પર વિવિધ રંગના કાપડને પેસ્ટ કરીને ખુબ જ સુંદર સંયોજન દ્વારા ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ તેમજ હનુમાન ભગવાનની આ છબી તૈયાર કરવામાં આવી છે.

આ સંપૂર્ણ ટ્રેપેસ્ટ્રી તૈયાર કરવામાં કોટન, સાટીન, મિક્સ સિલ્ક, વેલવેટ, કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચિત્રોમાં જે ઘરેણાં દેખાય છે એ પણ સંપૂર્ણપણે કાપડમાંથી જ તૈયાર કરવામાં આવ્યા છે અને મહત્વપૂર્ણ વાત એ છે કે ભારતમાં પહેલીવાર વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા આ યુનિક આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ૨૨ બાય ૨૪ ફૂટમાં તૈયાર કરાયેલી આ વિશાળ અને સુંદર  ટ્રેપેસ્ટ્રી બનાવવા ૪૦ વિદ્યાર્થીઓએ ૧૫ દિવસ મહેનત કરી હતી. રોજ આઠ કલાક સુધી મેહનત કરનારા આ વિદ્યાર્થીઓ પણ ટ્રેપેસ્ટ્રી બન્યા બાદ ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો :-