ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડની આશંકા, દારુ પીવાથી બે લોકોના મોત

Share this story

દહેગામના લીહોડા ગામે દારૂ પીવાથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જયારે અન્ય બે લોકોની હાલત ગંભીર છે માટે તેને ગાંધીનગરના સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા રેન્જ આઈ.જી વિરેન્દ્ર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજાવાસમ શેટ્ટી પણ લીહોડા ગામે દોડી ગયા છે. FSL નો રિપોર્ટ આવી ચુક્યો છે. FSL રિપોર્ટમાં મિથેનોલ ન હોવાનો ખુલાસો થયો છે.

લઠ્ઠાકાંડની આશંકાને લઈ ઉચ્ચ અધિકારીઓના લિહોડા ગામે પહોંચ્યા છે. રખિયાલ પોલીસે દારુના અડ્ડાઓ પર સર્ચ ઓપરેશન કર્યુ છે. રેન્જ IG અને જિલ્લા પોલીસવડાએ પણ તપાસ હાથ ધરી છે. તેમજ લિહોડા ગામે ૧૦૮ ની ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ત્યારે ગાંધીનગર પોલીસ વડાનો સ્પષ્ટ દાવો છે કે આ ગઈકાલની ઘટના છે. તેમજ પોલીસે જણાવ્યું છે કે મીથેનોલની કોઈ જ હાજરી નહી. મૃત્યુ પામનાર વ્યક્તિઓ લાંબા સમયથી દારૂ પીતા હતા. લિહોડા ગામે દારૂ પીવાથી બે વ્યકિતના મોત તેમજ અન્ય ત્રણ લોકોની સ્થિતિ બગડી હોવાની જાણ વાયુ વેગે પ્રસરી હતી.

પોલીસે લઠ્ઠાકાંડની આશંકાએ તપાસ શરૂ કરી હતી. મૃતકોની ઓળખ ૪૨ વર્ષીય કાનજી ઉમેદ સિંહ અને ૩૬ વર્ષીય વિક્રમસિંહ રંગતસિંહ તરીકે થઇ છે. જ્યારે અન્ય આઠ લોકો ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે. ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-