કોઠારી બંધુની બહેન કહ્યું કે ‘ભાઈઓની આત્માને હવે શાંતિ મળશે’

Share this story

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે થોડો જ સમય બાકી છે. હવે લગભગ ૫૦૦ વર્ષ પછી ભગવાન શ્રી રામનું મંદિર ફરીવાર બની રહ્યું છે. સમગ્ર દેશમાં આને લઈને ઉત્સાહનો માહોલ છે. આવી સ્થિતિમાં ૩૪ વર્ષ પહેલા અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળ પર પોલીસ ગોળીબારમાં જીવ ગુમાવનારા કાર સેવકોના પરિવારના ચહેરા પર ખુશી છે. તેઓ રામ મંદિરના ઉદ્ઘાટન પર દિવાળી અને હોળી જેવા તહેવારોની ખુશી અનુભવી રહ્યા છે.

કોલકાતાના કોઠારી બંધુઓની મોટી બહેને પણ પોતાના મંતવ્યો શેર કર્યા છે. ૨૨ વર્ષીય રામ કોઠારી અને ૨૦ વર્ષીય શરદ કોઠારી ૧૯૯૦માં અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળ પર કાર સેવા દરમિયાન પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હતા. તેની મોટી બહેન પૂર્ણિમાએ તેની ભાવનાઓ શેર કરી છે. તેણે કહ્યું કે અમારો આખો પરિવાર ઘણો ખુશ છે. મારા ભાઈઓના અવસાન પછી, ૧૯૯૦થી મેં અયોધ્યાની વાર્ષિક તીર્થયાત્રા કરી છે અને ‘રામ જન્મભૂમિ ચળવળ’ માટે પ્રાર્થના કરી છે. મારા ભાઈઓની આત્માને હવે શાંતિ મળશે.

૨૨મી જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત દેશભરમાંથી અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. રામ મંદિરમાં પ્રાયશ્ચિત પૂજા સાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થઈ ગઈ છે. આ ધાર્મિક વિધિઓ ૨૨ જાન્યુઆરી સુધી ચાલશે. તે જ સમયે, રામ મંદિરમાં રામલલાનો ગૃહ પ્રવેશ થયો છે. આજે ગુરુવારે ભગવાન રામલલા સિંહાસન પર બિરાજશે.

આ પણ વાંચો :-