મથુરાની ઈદગાહ મસ્જિદના સર્વે નહીં થાય, સુપ્રીમકોર્ટે કોર્ટે રોક લગાવી

Share this story

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમકોર્ટે ઈદગાહ મસ્જિદના સરવે પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં શાહી ઈદગાહના સરવે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં શાહી ઈદગાહના સરવે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૨૦૨૩ની ૧૪ ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ સંકુલના સરવેની મંજૂરી આપી હતી, જેની સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેશે, પરંતુ સરવે કરાવવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક પર વચગાળાનો સ્ટે રહેશે.

હિન્દુ પક્ષનો દાવો છે કે, ઓરંગજેબે મથુરામાં મંદિર તોડી મસ્જિદ બનાવી હતી. ઓરંગજેબે ૧૬૭૦માં મથુરામાં ભગવા કેશવદેવનું મંદિર તોડાવી દીધું હતું. મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ બનાવી દેવાઈ… મથુરાનો આ વિવાદ કુલ ૧૩.૩૭ એકર જમીન પર માલીકી હકથી સંબંધીત છે. હિન્દૂ પક્ષ તરફથી શાહી ઈદગાહ મસ્જિદને હટાવવા અને તે જમીન શ્રી કૃષ્ણ જન્મસ્થાનને આપવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-