સરથાણામાં મંજૂરી વિના રેલી કાઢવાના કેસમાં હાર્દિક પટેલને મોટી રાહત

Share this story

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં રેલી યોજાઈ હતી. આ રેલી માટે પોલીસની મંજૂરી લેવામાં આવી નહોતી. જેથી હાર્દિક પટેલ સામે મંજૂરી વિના રેલી કરવા અંગે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યાં છે.

આ ઘટનામાં અગાઉ હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવેલી અને પોલીસે કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. નામદાર કોર્ટ સમક્ષ કેસ ચાલી જતાં કોર્ટમાં ફરિયાદ પક્ષે પુરાવો લેવામાં આવ્યો હતો. નિયમ પ્રમાણે વાહન રેલી અને જાહેર સભા અંગેની પરમીટ ની શરત નંબર ૧૪ અનુસાર કાર્યક્રમનો ઉપયોગ કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવારના પ્રચાર અથવા સમર્થન કે વિરોધ માટે થઈ શકે નહીં તેમજ કોઈ પણ ઉમેદવાર કે પક્ષ દ્વારા રેલી કે જાહેર સભામાં ચુંટણી લક્ષી ઉપયોગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવી. એવો હતો.

તે ઉપરાંત ૧૫ હજારના અપીલ જામીન રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણીમાં હાર્દિક પટેલ કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યાં હતાં. હાર્દિક પટેલે નિર્દોષ જાહેર થયા બાદ કહ્યું કે, ‘આજે સત્યનો વિજય થયો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.’રાજકીય સુત્રો એવું પણ કહી રહ્યાં છે કે, ભાજપમાં હોવાથી હાર્દિક પટેલને હવે અન્ય કેસમાંથી પણ મુક્તિ મળી જશે.

આ પણ વાંચો :-