બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટ મોટો ચુકાદો, ૧૧ દોષિતોએ આત્મસમપર્ણ કરવું પડશે

Share this story

બિલકિસ બાનો કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોના ૧૧ દોષિતોએ આત્મસમર્પણ કરતા પહેલા વધુ સમય આપવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ દોષિતોએ ગુરુવારે વ્યક્તિગત કારણોને ટાંકીને આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે પોતાના જૂના આદેશ મુજબ તમામ આરોપીઓને ૨૧ જાન્યુઆરી સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.

૧૧માંથી ત્રણ દોષિતોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને આત્મસમર્પણની અવધિ વધારવાની માંગ કરી છે. ગોવિંદ નાઈએ કોર્ટ પાસે ૪ અઠવાડિયાના એક્સટેન્શનની માંગણી કરી છે જ્યારે મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાએ 6 અઠવાડિયાના એક્સટેન્શનની માંગ કરી છે. આ ગુનેગારોએ અંગત કારણો ટાંક્યા છે. ગુજરાતના હાઈપ્રોફાઈલ બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બીવી નાગરથનાની બેન્ચે બિલ્કીસ બાનો કેસમાં ૧૧ દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં દોષિતોને બે સપ્તાહની અંદર સરેન્ડર કરવા માટે કહ્યું હતું.

અગાઉ આ તમામ દોષિતો ૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા, પરંતુ ઓગસ્ટ ૨૦૨૨માં ગુજરાત સરકારે તેમની સજા માફ કરી તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા, જેના બાદ સુપ્રીમ કોર્ટે ૦૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરથનાની બેન્ચે આ કેસમાં તમામ ૧૧ દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો, ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવા પણ કહ્યું હતું.

આ પણ વાંચો :-