Home Blog Page 785

સલમાન ખાનના ઘર પર હુમલાનું સુરત કનેક્શન ?

બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ઘર આગળ થોડા દિવસ પહેલા ફાયરિંગની ઘટના બની હતી. જેમની પુછપરછમાં અનેક ખુલાસા થયા છે. આ બંને આરોપી ભૂજમાંથી પકડાયા હતા, હવે આ કેસમાં આરોપીઓની પુછપરછના આધારે સુરતમાં પણ તપાસ શરુ કરવામાં આવી છે.

આજે સવારે ૪.૫૦ કલાકે ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરીને ૨ શખ્સ ફરાર થઇ ગયા હતા. ત્યારે બાદ પશ્ચિમ કચ્છ પોલીસે માતાના મઢ ખાતેથી ફાયરિંગ કરનારા વિકી સાહેબસાબ ગુપ્તા તથા સાગર શ્રીજોગેન્દ્ર પાલને ઝડપી લીધા હતા. ત્યારબાદ સલમાનખાનની સુરક્ષા વધારી દેવાઇ હતી. સમગ્ર મામલાની તપાસ મુંબઇ પોલીસ કરી રહી છે.

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં આવ્યા છે. સુરતમાં અલગ અલગ ટિમો દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મુંબઈમાં એક્ટર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા બાઈકસવારોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ગુજરાતના કચ્છથી ધરપકડ કરાઈ હતી. ત્યારે, સલમાનની સિક્યોરિટી વધારી દેવાઈ છે. હવે આ મામલે નવી અપડેટ આવી છે.

સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત પોલીસની મદદથી આરોપીઓને પકડી પાડ્યા હતા. જેમાં ૨૪ વર્ષના વિક્કી સાહબ ગુપ્તા અને ૨૧ વર્ષ સૂરજ જોગેન્દ્ર પાલનો સમાવેશ થાય છે. આરોપીઓએ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરીને યુપીના બદલે પોલીસને મૂર્ખ બનાવવાનો પ્લાન કરીને ગુજરાત આવી ગયા હતા. ગુજરાતના કચ્છમાં પહોંચેલા આરોપીઓને લાગતું હતું કે અહીં તેઓ એકદમ સુરક્ષિત છે અને પોલીસ તેમના સુધી પહોંચી નહીં શકે. બન્ને આરોપીઓએ પોલીસથી બચવા માટે પોતાનો વેશ પણ બદલી નાખ્યો હતો. આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના હોવાની વિગતો પણ સામે આવી રહી છે.

આ પણ વાંચો :-

પ્રથમ તબક્કાના ઓછા મતદાનથી ચૂંટણી પંચ ચિંતિત, હવે બનાવ્યો આ પ્લાન

0

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદારોની ઓછી ભાગીદારીએ ચૂંટણી પંચની ચિંતા વધારી દીધી છે. વિવિધ પહેલ દ્વારા, પંચ વધુને વધુ મતદારોને મતદાન મથક સુધી લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પ્રથમ તબક્કામાં મતદાનની ટકાવારી ગયા વખત કરતાં ઓછી રહી છે. ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી માટે હવે ૬ વધુ તબક્કા બાકી છે (૨૬ એપ્રિલ, ૭ મે, ૧૩ મે, ૨૦ મે, ૨૫ મે અને ૧ જૂન). ૪ જૂને મતગણતરી થશે. ૨૦૧૯ની સરખામણીએ આ વર્ષે ૧૦૨ લોકસભા સીટો પર મતદાન લગભગ ત્રણ ટકા ઓછું હતું. આવી સ્થિતિમાં, ચૂંટણી પંચ નવી વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત છે, જેથી મતદારોનો ઉત્સાહ વધુ રહે.

ચૂંટણી પંચ કારણોની વ્યાપક સમીક્ષા કરી રહ્યું છે જેથી આગામી તબક્કામાં તે દિશામાં વધુ પ્રયાસો કરી શકાય. આ સપ્તાહના અંતે ચૂંટણી પંચમાં ચર્ચા થઈ હતી અને આજથી નવી વ્યૂહરચના આગળ ધપાવવામાં આવશે. કમિશનનું માનવું છે કે ઓછા મતદાનનું સૌથી મોટું કારણ વધી રહેલી ગરમી હોઈ શકે છે કારણ કે છેલ્લી વખત કરતાં આઠ દિવસ મોડા મતદાન શરૂ થયું હતું. તહેવારોની સાથે સાથે લગ્નની પણ સિઝન છે.

એક ખાનગી મીડિયાના અહેવાલ અનુસાર ચૂંટણી પંચ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઓછા મતદાનને લઈને ચિંતા વધી છે. મતદાન વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેનું બહુ પરિણામ આવ્યું નથી. અધિકારીએ કહ્યું કે, ECએ લોકોને વોટ કરવા માટે પ્રેરિત કરવામાં જબરદસ્ત કામ કર્યું છે. આ અંગે અનેક યોજનાઓ બનાવવામાં આવી હતી. તેમજ વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ માટે જાણીતી હસ્તીઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી. BCCIના સહયોગમાં IPLનો ઉપયોગ પ્લેટફોર્મ તરીકે પણ કરવામાં આવ્યો હતો. જોકે એવું લાગે છે કે આ પ્રયાસો અપૂરતા સાબિત થયા છે.

ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી રવિ કુમારે કહ્યું કે, સમગ્ર રાજ્યમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે મતદાન પછી તેમની સંસ્થાઓ સાથે સંકળાયેલા તમામ મતદાર જાગૃતિ મંચો મતદારોના પ્રતિસાદ વિશે પંચને જાણ કરશે. આ માટે બિનસરકારી સંસ્થાઓમાં મતદાર જાગૃતિ મંચની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર ભીષણ આગ, કચરાના ડુંગરમાંથી નીકળી રહ્યો છે ઘાતક ગેસ

0

દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર લાગેલી ભીષણ આગને કારણે આસપાસમાં રહેતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. આગની આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. દિલ્હી ભાજપે કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

પૂર્વ દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર રવિવારે સાંજે ભીષણ આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે તેમને સાંજે ૫:૨૨ વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી. આ પછી, બે ફાયર એન્જિન તાત્કાલિક સ્થળ તરફ રવાના કરવામાં આવ્યા હતા. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગની આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. અગાઉ પણ અહીં આગની ઘટનાઓ બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કચરાનો મોટો હિસ્સો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પર ફેંકવામાં આવે છે.

જો કે અત્યાર સુધીમાં જાનહાનિ અંગે કોઈ માહિતી બહાર આવી નથી અને ફાયર બ્રિગેડ દ્વારા કૂલિંગનું કામ ચાલી રહ્યું છે. આ સ્થળે આગ લાગતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. MCD અધિકારીઓનું માનવું છે કે, સ્થળ પર ગેસની રચનાને કારણે અચાનક આગ લાગી હશે. ભાલ્સવા અને ઓખલા એ દિલ્હીમાં ત્રણ મુખ્ય લેન્ડફિલ સાઇટ્સ છે. આ કચરાના ઢગલામાં આગ લાગવી એ નવી વાત નથી. દર વર્ષે ઉનાળાની ઋતુમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાની સાથે જ લેન્ડફિલ સાઇટ પર આગ લાગી જાય છે જેના કારણે આસપાસ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો :-

નસીબ અને સમયનો ‘ખેલ’ઃ ભાજપના મુકેશ દલાલની જીતનો માર્ગ આસાન બનાવી દીધો

  • કોંગ્રેસના ‌નીલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર કઈ રીતે રદ્દ થયું? શા માટે રદ્દ કરાયું? તેના દેખીતાં કારણો ઉપરાંત ઘણાં કારણો હશે પરંતુ ઘણી વખત નજર સામે દેખાતા સત્યને પણ કાયદાની કોર્ટમાં પુરવાર કરી શકાતું નથી
  • ભાજપનો પાયો નાંખવામાં સિંહફાળો આપનાર સુરતના કાશીરામ રાણા, સી.આર. પાટીલ, પ્રવીણ નાયક, દર્શના જરદોશ, પ્રતાપ દેસાઈ, કિશોર વાંકાવાળા અને હવે મુકેશ દલાલ સહિત અનેક નસીબના બળિયા પુરવાર થતા આવ્યા છે
  • કોંગ્રેસ પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહીલ ભલે ફૂંફાડા મારતા હોય પરંતુ પોતાનો સિક્કો જ ‘બોદો’ હોય તો પરિણામ ક્યાંથી મળવાનું!
  • પોલીસદળમાં ફરજ બજાવતા સી.આર. પાટીલને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તેઓ એક દિવસ ભાજપમાં સર્વોચ્ચ સ્થાને બેઠા હશે, સુરતના ડૉ.મુકુલ ચોક્સીના પિતા અને જ્યોતિષશાસ્ત્રમાં નિપુણ મનહરલાલ ચોક્સીએ સી.આર. પાટીલના રાજયોગ અંગે જ્યારે સી.આર. પાટીલ કંઈ જ નહોતા ત્યારે જ્યોતિષ ભાખ્યું હતું અને પાટીલ રાતોરાત સાંસદ બની ગયા હતા
સુરત બેઠકના ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ ખરેખર નસીબના બળિયા છે. તેઓ જાહેરજીવનમાં આવ્યા તે દિવસથી આજપર્યન્ત પાછીપાની કરવી પડે એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું નથી. સુરત પીપલ્સ બેંકનું ચેરમેનપદ અને સુરત મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિનું ચેરમેનપદ સંભાળી ચૂકેલા મુકેશ દલાલ હંમેશા ‘બેદાગ’ રહ્યાં છે. આમ તો સુરતના મોટાભાગનાં ભાજપના રાજકીય આગેવાનોની કારકિર્દી સફળતાથી ભરેલી રહી છે. કાશીરામ રાણા, નરોત્તમ પટેલ, પ્રવીણ નાયક, સી.આર. પાટીલ, દર્શના જરદોશ, પૂર્ણેશ મોદી અને હવે મુકેશ દલાલ આ એવા લોકો છે કે, જેઓ સતત લોકપ્રિય રહ્યાં છે. ચૂંટણી જીતવા માટે કોઈ કાવાદાવા કરવાની જરૂર પડી નથી. આ પૈકી સી.આર. પાટીલ તો સ્થાનિક ચૂંટણી લડ્યા વગર સીધા જ સાંસદ બની ગયા હતા અને ત્રણ  ટર્મથી સુરત સહિત દ.ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. સી.આર. પાટીલનું નસીબ એટલુ બળિયુ છે કે, ભલભલા વિવાદોમાંથી પણ તેઓ આરપાર નીકળી ગયા છે. ભાજપની ટોચની નેતાગીરીનાં ગજગ્રાહમાં પણ સી.આર. પાટીલનો વાળ વાંકો થયો નથી. બલ્કે પક્ષમાં તેમનું પ્રભુત્વ વધારે મજબૂત બનીને ઊભરી આવ્યું છે. સી.આર. પાટીલ પોલીસદળમાં નોકરી કરતાં હતાં ત્યારે કદાચ કોઈને ખ્યાલ પણ નહીં હોય કે તેઓ એક દિવસ કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રીય નેતૃત્વ કરતાં હશે.
અલબત્ત જ્યારે પણ સી.આર. પાટીલની વાત આવે ત્યારે સુરતના જાણીતા તબીબ મુકુલ ચોક્સીનાં પિતા મનહરલાલ ચોક્સીને યાદ કરવા પડે. મનહરલાલ ચોક્સી વ્યાવસાયિક જ્યોતિષ નહોતા પરંતુ તેમનું જ્યોતિષ અંગેનું જ્ઞાન અદ્‍ભુત હતું.
સી.આર. પાટીલનાં ‘રાજયોગ’ અને રાજકીય નેતૃત્વ અંગે તેમણે ભવિષ્યવાણી કરી હતી તે આજે અક્ષરશઃ સાચી પડી રહી છે. સી.આર. પાટીલ સાથે સંકળાયેલા તેમના મિત્રોએ પણ કલ્પના કરી નહીં હોય કે સી.આર. પાટીલ રાજકીય જીવનમાં સર્વોચ્ચ સ્થાને બેઠા હશે. જ્યારે ભાજપનું વિપક્ષમાં પણ મહત્ત્વનું સ્થાન નહોતું એ સમયે સી.આર. પાટીલ ભાજપમાં જોડાયા હતા અને સ્થિતિ એવી હતી કે, સી.આર. પાટીલનું સ્થાન પાછલી હરોળમાં રહેતું હતું. સુરતમાં ભાજપનો પાયો મજબૂત કરવામાં કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, પ્રવીણ નાયક, ચંપક સુખડિયા, અરવિંદ ગોદીવાળા, પ્રતાપ દેસાઈ, કિશોર વાંકાવાળા, ડૉક્ટર અશોક, નરેન્દ્ર ગાંધી, પૂર્ણેશ મોદી, નીતિન ભજીયાવાળા જેવા અનેક લોકોને યશ આપી શકાય, પરંતુ સી.આર. પાટીલની સક્રિયતા બાદ સુરત અને દ‌િક્ષણ ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત બનીને ઊભરી આવ્યો છે. પક્ષમાં ઘણાં લોકોની નારાજગી અને રાજીપા વચ્ચે પણ સી.આર. પાટીલ સફળ સુકાની પુરવાર થઈ રહ્યા છે અને હવે ચોથી વખત સિનિયર સાંસદ સભ્ય તરીકે લોકસભામાં સ્થાન જમાવશે.
ખેર, મુકેશ દલાલ ખૂબ આંતરમુખી પ્રતિભા છે. નખશિખ સુરતી અને બળવાખોરી કે વિરોધ કે વિવાદથી હંમેશા દૂર રહેવામા માનતા મુકેશ દલાલ પણ ચોક્કસ નસીબનાં બળિયા કહી શકાય, અન્યથા કોઈપણ ભલામણ કે દોડધામ કર્યા વગર ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવામાં આવે એવું શક્ય બને નહીં, વળી લોકસભાની સુરત બેઠક ભાજપ માટે તેમની પસંદગી કરવાની ઘટના ખરેખર આશ્ચર્યજનક કહી શકાય. વળી કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવાની ઘટના પણ ઘણાં લોકોને ઈર્ષા આવે એવી ઘટના કહી શકાય.
સુરત બેઠક માટે મુકેશ દલાલની જીત નક્કી હતી જ, પરંતુ નીલેશ કુંભાણીનાં ટેકેદારોએ મોરચો ખોલીને મુકેશ દલાલની જીતને સાવ સરળ અને આસાન બનાવી દીધી છે. બલ્કે કોઈ મજબૂત હરીફ મેદાનમાં રહ્યો નથી. એવું કહી શકાય કે, મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવવા જેવી સ્થિતિ સર્જાશે. ઘણાં લોકોએ તો મુકેશ દલાલને ભાજપનાં દેશનાં સૌપ્રથમ વિજેતા પણ જાહેર કરી દીધા હતા. આને નસીબ નહીં તો બીજુ શું કહી શકાય.
થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવ્યા ત્યારે એરપોર્ટ ઉપર મુકેશ દલાલ સાથે કેટલીક મિનિટ વાત કરવા સાથે મુકેશ દલાલે પહેરેલી ટોપી સીધી કરી આપી હતી. આ ઘટનાનું તે દિવસે વિશેષ મહત્ત્વ જણાયું નહોતુ પરંતુ જ્યારે સુરત બેઠકના ઉમેદવાર તરીકે મુકેશ દલાલને ‘ટોપી’ પહેરાવવામાં આવી ત્યારે સુરત એરપોર્ટ ઉપર બનેલી ઘટના તાજી થઈ આવી હતી. સાથે ૮૦ લાખની વસ્તી અને પરપ્રાંતીયોથી ઉભરાતા શહેરમાં ‘સુરતી’નું પ્રભુત્વ જાળવી રાખવાની ભાજપનાં નેતૃત્વએ કાળજી લીધી છે એવું ચોક્કસ કહી શકાય.
સુરત બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર રદ્દ થવા પાછળનાં ઘણાં તર્કવિતર્ક દોડાવવામાં આવી રહ્યાં છે. નીલેશ કુંભાણીની કોંગ્રેસમાંથી ઉમેદવારીની ઘટના બાદ આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાનાં રાજીનામાની ઘટના પણ સૂચક હતી. આમ તો સૌરાષ્ટ્રવાસીઓનાં રાજકારણનાં આટાપાટાને ઓળખવા મુશ્કેલ છે. ઘણી વખત સાથે બેઠેલી વ્યક્તિ પીઠ પાછળ કેવા ખેલ કરતી હોય તેની કલ્પના કરી શકાય નહીં. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાનાં ‘આપ’માંથી નાટ્યાત્મક રાજીનામાની ઘટનાની સાથે જ કોઈક ‘રાજકીય ખેલ’ થવાની આશંકાઓ હતી જ અને નીલેશ કુંભાણીનાં ટેકેદારોએ રાતોરાત પોતે સહી નહીં કરી હોવાની એફિડેવિટ કરીને રાજકીય ચિત્ર બદલી નાંખવા સાથે ભાજપના મુકેશ દલાલનો માર્ગ સાવ સરળ બનાવી દીધો હતો.
કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીનાં હોંકારા પડકારા વચ્ચે સુરતમાં બનેલી ઘટના પાછળની ઘટનાઓનો કદાચ તેમને અંદાજ નહીં હોય. નીલેશ કુંભાણીનાં સગા બનેવી સહિત ત્રણ ટેકેદારોએ એફિડે‌િવટ કરીને પોતાની સહી કરી હોવાના ઈન્કાર પાછળ સ્વાભાવિક તર્કવિતર્ક થવાના જ. ચૂંટણી અધિકારીએ નીલેશ કુંભાણીની ઉમેદવારી રદ્દ કરવાનો આપેલો ચુકાદો કાયદાની કોર્ટમાં પડકારવામાં આવે તો જ કદાચ સત્ય બહાર આવી શકે, પરંતુ રાજકીય લડાઈમાં નજર સામે દેખાતા સત્યને ઘણીવાર પુરવાર કરી શકાતુ નથી. વળી નીલેશ કુંભાણી પોતાનું ફોર્મ રદ્દ કરવામાં આવે ત્યાર પહેલા જ કલેક્ટર કચેરી છોડીને નીકળી ગયા હતા. આ ઘટનાને પણ ઘણાં લોકો સૂચક માની રહ્યાં છે.
બીજી તરફ કોંગ્રેસનાં પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલ ભલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાના તડાકા મારતા હોય, પરંતુ પોતાનો જ રૂપિયો ‘બોદો’ હોય ત્યારે માત્ર ફૂંફાડા મારવા સિવાય કંઈ જ હાથમાં આવશે નહીં.

૨૨ એપ્રિલ, ૨૦૨૪ / ઘરેલું જીવનમાં શાંતિ જણાશે, સોમવારના દિવસે આ રાશિના જાતકોએ વાહન ચલાવવામાં રાખવી સાવધાની, જુઓ આજનું રાશિભવિષ્ય

મેષઃ

શારિરીક અને માનસિક તકલીફ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરંતુ સાંજ પછી પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ. માન સન્માનમાં વધારો થાય. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ રહે. ભાગ્ય બળવાન બને છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. સાંજ પછી આરોગ્ય સાચવવું.

મિથુનઃ

કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. નોકરીમાં બઢતી સંભવે. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. સ્થાવર જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતૃસુખ તરફથી લાભ. આરોગ્ય જળવાશે.

કર્કઃ

ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સુખ શાંતિ જળવાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સતાવે. ધંધાકીયક્ષેત્રે વિશ્વાસઘાત ન થાય એની સાવધાની રાખવી.

સિંહઃ

સિધ્ધાંતવાદી વલણ રહે. બેંક બેલેન્સ વધતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ મિલકત અંગે લીધેલા નિર્ણયો ફળદાયી નીવડે. સંતાન સંબંધી ચિંતા રહે.

કન્યાઃ

મન ચંચળ રહે. વિચારો વધારે આવતા જણાય. આર્થિક મોરચે સફળતા. બાગ્યનો સાથ મળી રહ્યો છે. સ્ત્રી વર્ગથી લાભ. આરોગ્ય સાચવવું. ખેંચ-વાઇના દર્દી માટે વિશેષ કાળજી જરૂરી છે.

તુલાઃ

ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતો અનુભવાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ વધુ કરવો પડે. પરિવારના સભ્યો સાથે શાંતિથી કામ લેવું. અગત્યના આર્થિક નિર્ણયો મુલતવી રાખવા. સાંજ પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય.

વૃ‌શ્ચિકઃ

લક્ષ્મીજીની કૃપા સમયસર મેળવી શકાશે. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ભાગ્ય સારૂ છે. મિત્રોથી લાભ. સાંજ પછી તમામ બાબતો અંગે સાવચેતી રાખવી.

ધનઃ

કાર્યક્ષેત્રે સફળતા. યશ પ્રતિષ્‍ઠા વધે. નવી પ્રોપર્ટી કે વાહન ની ખરીદી શક્ય બને. આવક અંગે મધ્યમ દિવસ. પત્નિ સાથે ઉગ્રતા ટાળવી. નોકરી-ધંધામાં પ્રગિત અનુભવી શકાય. મિત્રોનો સાથ સહકાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

મકરઃ

ભાગ્ય બળવાન છે. આથી ઓછી મહેનતે વધુ સફળતા મળે. ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન થાય. સંતાનની સફળતાથી હર્ષ. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદની અનુભૂતિ થાય. હાડકા, કમરના દુઃખાવાથી સાચવવું.

કુંભઃ

ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો. નાણાંની કિંમત સમજવી જરૂરી છે. શેરબજાર તથા પ્રોપર્ટીના કાર્યોમાં લાભ. સંતાન સાથે વાદ વિવાદ ટાળવા હિતાવહ. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે. નકારાત્મક વિચારો ટાળવા. સાંજ પછી સુધારો જણાય.

મીનઃ

મનોબળ વધવાને કારણે કાર્યમાં સફળતા મળે. નવી શક્તિનો સંચાર થાય. નાણાંની સરળતા વર્તાય. પત્નિ સાથે આનંદ. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. કોમ્પ્યુટર ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ સફળતા. આરોગ્ય જળવાશે.

૨૧ એપ્રિલ, ૨૦૨૪ / રવિવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

શારિરીક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી, ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભઃ

મોજ શોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીકસના ધંધામાં લાભ.

મિથુનઃ

વાહન સુખમાં વૃધ્ધિ. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા. આવક વધતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

પરિવારમાં સુખ શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી-ધંધામાં પ્રગતિ. નવી નોકરી-ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યાઃ

માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઇગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલાઃ

કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો આરોગ્ય સારૂં રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ

મિત્રોનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઇ શકે. અધૂરા કાર્યો પૂરા થતા જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારૂ છે. જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ

નોકરી-ધંધામાં સફળતા, નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીયક્ષેત્રે સફળતા-યશ, મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારૂં રહેશે. પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ

ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારૂં રહેશે.

કુંભઃ

નકારાત્મક વિચારો રહે, માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકારક શ‌ક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીનઃ

આત્મ વિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

VNSGU ફરી વિવાદમાં મહિલા પ્રોફેસરની સ્કોડે કાપલી શોધવા વિદ્યાર્થી સાથે કર્યુ આવું..

0

સુરતની વીર નર્મદ યુનિવર્સિટીએ કોલેજોની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે થોડા દિવસો અગાઉ મહિલા પ્રોફેસરની સ્કોડે વિદ્યાર્થિનીઓને ટી-શર્ટ ઊંચા કરવા કહેવાયું હોવાના આક્ષેપ થયાં હતાં. જે વિવાદ તપાસના અંતે શમ્યો નથી. ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં મહિલા સ્કોડના પ્રોફેસરે પુરૂષ વિદ્યાર્થીના ખીસ્સામાં હાથ નાખ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. જેના આધારે ફેક્ટ કમિટીએ ગંભીર નોંધ લઈ તપાસ આદરી છે.

યુનિવર્સિટીની કોલેજોમાં એટીકેટીથી લઈને અલગ અલગ પરીક્ષા ચાલી રહી છે. યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર મહિલા સ્કોડની રચના કરવામાં આવી છે. ત્યારે કોલેજની પરીક્ષામાં તપાસ માટે નિમેલી મહિલા સ્કવોડ ફરી વિવાદમાં આવી છે. આ વખતે મહિલા સ્કોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓનાં ખિસ્સામાં હાથ નાખીને કાપલી ચેક કરાતા વિવાદ સર્જાયો છે. આ બાબતની ફેક્ટ કમિટીએ ગંભીર નોંધ લીધી છે. સીસીટીવીના આધારે તપાસ કરવાની છે. જેથી કોલેજ પાસેથી સીસીટીવી પણ મગાયા છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું કે, આ બાબત ફેક્ટ કમિટીની તપાસમાં સામે આવી છે. આ બાબતે વિગતવાર આગામી દિવસોમાં વધુ એક વખત ફેક્ટ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. ફેક્ટ કમિટીનો રિપોર્ટ જરૂર પડ્યે સત્તા મંડળ સમક્ષ પણ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ જે નિર્ણય આવે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ આ પ્રકારે ચેકિંગ કરવામાં આવતું જ હતું. પરીક્ષા દરમિયાન આ પ્રકારે ચેકિંગ કરી શકાય છે. ફેક્ટ કમિટીને જો કંઈક અજુગતું લાગ્યું હશે, તો આગામી દિવસોમાં ફેક્ટ કમિટી રિપોર્ટ રજૂ કરશે. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

સુરતમાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ કરાયું છે. ફોર્મ રદ થતાં હવે ગુજરાત કોંગ્રેસ હાઈકોર્ટમાં જશે. ટેકેદારોએ એવું જણાવ્યું કે, સહી તેમની નથી. ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરશે.

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું માનપમાં વિરોધ પક્ષના નેતા ભુપેન્દ્ર સોલંકીએ જણાવ્યુ હતું કે, આમને કલેકટરે ૪ વાગ્યા સુધી ફોર્મની ફરીની ફરી ચકાસણી માટે બોલાવ્યા છે. ફરિયાદ શું છે, કોની ફરિયાદ છે એવું અમને ખબર નથી ટેકેદારોની ખોટી સહીઓ છે એવું કહે છે. અમે ૪ વાગ્યા કલેક્ટર કચેરી જઈશું, આમરા આગેવાનો પણ સાથે આવશે અત્યારે સ્પષ્ટ વાત ન કરી શકું કે, જ્યાં સુધી ફોર્મની ચકાસણી ન થઈ જાય. અમારી સાથે ખોટી ફરિયાદ કરી હશે તો અમે પણ મુકેશ દલાલના ફોર્મની સામે ફરિયાદ કરીશું. ટેકેદારો કોણ છે પાછા લાવીશું. ફોર્મ રદ થવાની કોઈ શક્યતા નથી.

સુરતથી કોંગ્રેસના ઉમેદવારના નિલેશ કુંભાણીના ફોર્મનો વાંધો ભાજપ દ્વારા ઉઠાવાયો હતો. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય ન હોવાનો દાવો કરાયો હતો. જે અંગે સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. હાલ ચૂંટણી કમિશ્નર કચેરી ખાતે ફોર્મ ચકાસણી ચાલુ હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લિગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગેનીબેન આક્ષેપ કર્યો કે, ભાજપના લોકોએ SC અને ST સમાજના લોકોને કોંગ્રેસના ઉમેદવારના મત તૂટે તે માટે ઉમેદવારી પત્રો ભરાયા છે. જે સમાજના લોકોએ ભાજપને ફાયદો કરવા ફોર્મ ભર્યા છે તેમને કોઈ સમાજના ટેકાથી નથી ભર્યા, વ્યક્તિગત ભર્યા છે. એ લોકો લાલચ માટે ફોર્મ ભર્યા એમાં તેમના સમાજના લોકો લાલચમાં આવવાના નથી. અંતે તો ૨૦ લાખ મતદાતાઓ ઉપર છોડો, ને તમારે ઉમેદવારોને ફોર્મ ભરાવીને લાલચો આપવી પડે. તેમને અન્ય જગ્યાએ લઈ જવા પડે એમને ઘરે ન આવવા દેવા પડે ડરાવવા પડે. આ લોકશાહીનું ગળું દબાવવાનું વર્તન થઈ રહ્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ તેમની માનસિકતા સુધરે. એમને હારની નિશાની દેખાઈ રહી છે જોકે બનાસકાંઠાની જનતા કોંગ્રેસ સાથે રહેવાની છે.

આ પણ વાંચો :-

રાજકોટ લોકસભાના ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો પાસે જાણો કેટલી સંપત્તિ ?

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. આ વચ્ચે મંગળવારે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આજે પ્રચંડ જનસભાને સંબોધ્યા બાદ શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. ફોર્મ સાથે પરષોત્તમ રૂપાલાએ સોગંદનામું રજૂ કરીને પોતાની સંપત્તિની માહિતી જાહેર કરી હતી.

સૌરાષ્ટ્ર-કચ્છની ૮ લોકસભા બેઠકમાં ગઈકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બંને મુખ્ય ડરિફ પક્ષ ભાજપ અને કોંગ્રેસ તરફથી બાકી રહેલી તમામ બેઠક દાવેદારી નોંધાઈ ચૂકી છે. ભાજપ-કોંગ્રેસના ૧૬ ઉમેદવારોમાંથી ૧૨ કરોડપતિ છે જયારે ૯ ઉપર દેણું છે. સૌથી વધુ સંપત્તિ જામનગરના ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા ૬૪.૩૪ કરોડની જાહેર કરવામાં આવી છે. જયારે સૌથી ઓછી સંપતિ કચ્છના સૌથી નાની વયના કોંગ્રેસી ઉમેદવાર નિતેશ લાલન પાસે ૧૨.૦૨ લાખ છે.

બીજેપીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા પાસે ૫.૭૯ કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે તેમના પત્ની પાસે ૫.૧૭ કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. છેલ્લા ૫ વર્ષમાં ભરેલા IT રિટર્ન મુજબ, વર્ષ ૨૦૨૨-૨૨ દરમિયાન તેમની ૧૫.૭૭લાખની વાર્ષિક આવક થઈ છે. જ્યારે તેમના પત્નીની ૨૦૨૨-૨૩ની આવક ૧૨.૭૦ લાખ રૂપિયા છે. સોગંદનામા મુજબ, હાલ રૂપાલાના હાથમાં ૧૮.૮૯ લાખની રોકડ છે, જ્યારે SBIના બે ખાતામાંથી એકમાં ૫.૦૧ લાખ અને બીજામાં ૧૩.૮૫ લાખ છે. તો તેમના પત્નીના હાથ પર ૯.૧૩ લાખની રકમ છે.જ્યારે HDFCના એકાઉન્ટમાં ૨૩.૬૫લાખ અને બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં ૩.૬૪ લાખ રૂપિયા છે.

કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પરેશ ધાનાણીએ એફીડેવીટમાં તેની કુલ ૧ કરોડ ૬૬ લાખની, તેમના પત્ની વર્ષાબેનની ૪૩.૧૩ લાખની અને પુત્રીઓના નામે ૫.૩૭ લાખની મિલકત બતાવી છે. સૌથી મોટી વાત એ છે કે તેમના નામે કોઈ રહેણાંક મકાન નથી. તેમની મુખ્ય આવક ખેતીની છે.આ ઉપરાંત તેમના કે તેમની પત્નીના નામે કોઈ વાહનો નથી. તેમની પાસે ૧.૪૦ લાખની રોકડ ઉપરાંત કુલ ૫૫.૮૮ લાખની થાપણ છે. તેમની પાસે અલગ અલગ ખેતીની જમીન મળી કુલ ૫૦.૧૪ લાખના વર્તમાન મુલ્યની જમીન છે તેમની કુલ સ્થાવર સંપત્તિ ૧ કરોડ ૧૦ લાખ છે. જેમાં ગાંધીનગર ખાતે પ્લોટનો પણ સમાવેશ થાય છે. તેમના પત્ની પાસે ૧૫ લાખની સ્થાવર મિલકત જાહેર કરાઈ છે. આ ઉપરાંત દંપતિ અને બે દીકરીઓ થઈને કુલ ૪૪ તોલા સોનુ જાહેર કરાયું છે.

આ પણ વાંચો :-