VNSGU ફરી વિવાદમાં મહિલા પ્રોફેસરની સ્કોડે કાપલી શોધવા વિદ્યાર્થી સાથે કર્યુ આવું..

Share this story

સુરતની વીર નર્મદ યુનિવર્સિટીએ કોલેજોની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે થોડા દિવસો અગાઉ મહિલા પ્રોફેસરની સ્કોડે વિદ્યાર્થિનીઓને ટી-શર્ટ ઊંચા કરવા કહેવાયું હોવાના આક્ષેપ થયાં હતાં. જે વિવાદ તપાસના અંતે શમ્યો નથી. ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં મહિલા સ્કોડના પ્રોફેસરે પુરૂષ વિદ્યાર્થીના ખીસ્સામાં હાથ નાખ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. જેના આધારે ફેક્ટ કમિટીએ ગંભીર નોંધ લઈ તપાસ આદરી છે.

યુનિવર્સિટીની કોલેજોમાં એટીકેટીથી લઈને અલગ અલગ પરીક્ષા ચાલી રહી છે. યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર મહિલા સ્કોડની રચના કરવામાં આવી છે. ત્યારે કોલેજની પરીક્ષામાં તપાસ માટે નિમેલી મહિલા સ્કવોડ ફરી વિવાદમાં આવી છે. આ વખતે મહિલા સ્કોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓનાં ખિસ્સામાં હાથ નાખીને કાપલી ચેક કરાતા વિવાદ સર્જાયો છે. આ બાબતની ફેક્ટ કમિટીએ ગંભીર નોંધ લીધી છે. સીસીટીવીના આધારે તપાસ કરવાની છે. જેથી કોલેજ પાસેથી સીસીટીવી પણ મગાયા છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું કે, આ બાબત ફેક્ટ કમિટીની તપાસમાં સામે આવી છે. આ બાબતે વિગતવાર આગામી દિવસોમાં વધુ એક વખત ફેક્ટ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. ફેક્ટ કમિટીનો રિપોર્ટ જરૂર પડ્યે સત્તા મંડળ સમક્ષ પણ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ જે નિર્ણય આવે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ આ પ્રકારે ચેકિંગ કરવામાં આવતું જ હતું. પરીક્ષા દરમિયાન આ પ્રકારે ચેકિંગ કરી શકાય છે. ફેક્ટ કમિટીને જો કંઈક અજુગતું લાગ્યું હશે, તો આગામી દિવસોમાં ફેક્ટ કમિટી રિપોર્ટ રજૂ કરશે. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-