સુરતમાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું

Share this story

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ કરાયું છે. ફોર્મ રદ થતાં હવે ગુજરાત કોંગ્રેસ હાઈકોર્ટમાં જશે. ટેકેદારોએ એવું જણાવ્યું કે, સહી તેમની નથી. ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરશે.

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું માનપમાં વિરોધ પક્ષના નેતા ભુપેન્દ્ર સોલંકીએ જણાવ્યુ હતું કે, આમને કલેકટરે ૪ વાગ્યા સુધી ફોર્મની ફરીની ફરી ચકાસણી માટે બોલાવ્યા છે. ફરિયાદ શું છે, કોની ફરિયાદ છે એવું અમને ખબર નથી ટેકેદારોની ખોટી સહીઓ છે એવું કહે છે. અમે ૪ વાગ્યા કલેક્ટર કચેરી જઈશું, આમરા આગેવાનો પણ સાથે આવશે અત્યારે સ્પષ્ટ વાત ન કરી શકું કે, જ્યાં સુધી ફોર્મની ચકાસણી ન થઈ જાય. અમારી સાથે ખોટી ફરિયાદ કરી હશે તો અમે પણ મુકેશ દલાલના ફોર્મની સામે ફરિયાદ કરીશું. ટેકેદારો કોણ છે પાછા લાવીશું. ફોર્મ રદ થવાની કોઈ શક્યતા નથી.

સુરતથી કોંગ્રેસના ઉમેદવારના નિલેશ કુંભાણીના ફોર્મનો વાંધો ભાજપ દ્વારા ઉઠાવાયો હતો. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય ન હોવાનો દાવો કરાયો હતો. જે અંગે સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. હાલ ચૂંટણી કમિશ્નર કચેરી ખાતે ફોર્મ ચકાસણી ચાલુ હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લિગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગેનીબેન આક્ષેપ કર્યો કે, ભાજપના લોકોએ SC અને ST સમાજના લોકોને કોંગ્રેસના ઉમેદવારના મત તૂટે તે માટે ઉમેદવારી પત્રો ભરાયા છે. જે સમાજના લોકોએ ભાજપને ફાયદો કરવા ફોર્મ ભર્યા છે તેમને કોઈ સમાજના ટેકાથી નથી ભર્યા, વ્યક્તિગત ભર્યા છે. એ લોકો લાલચ માટે ફોર્મ ભર્યા એમાં તેમના સમાજના લોકો લાલચમાં આવવાના નથી. અંતે તો ૨૦ લાખ મતદાતાઓ ઉપર છોડો, ને તમારે ઉમેદવારોને ફોર્મ ભરાવીને લાલચો આપવી પડે. તેમને અન્ય જગ્યાએ લઈ જવા પડે એમને ઘરે ન આવવા દેવા પડે ડરાવવા પડે. આ લોકશાહીનું ગળું દબાવવાનું વર્તન થઈ રહ્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ તેમની માનસિકતા સુધરે. એમને હારની નિશાની દેખાઈ રહી છે જોકે બનાસકાંઠાની જનતા કોંગ્રેસ સાથે રહેવાની છે.

આ પણ વાંચો :-