ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર ભીષણ આગ, કચરાના ડુંગરમાંથી નીકળી રહ્યો છે ઘાતક ગેસ

Share this story

દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર લાગેલી ભીષણ આગને કારણે આસપાસમાં રહેતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. આગની આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. દિલ્હી ભાજપે કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

પૂર્વ દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર રવિવારે સાંજે ભીષણ આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે તેમને સાંજે ૫:૨૨ વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી. આ પછી, બે ફાયર એન્જિન તાત્કાલિક સ્થળ તરફ રવાના કરવામાં આવ્યા હતા. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગની આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. અગાઉ પણ અહીં આગની ઘટનાઓ બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કચરાનો મોટો હિસ્સો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પર ફેંકવામાં આવે છે.

જો કે અત્યાર સુધીમાં જાનહાનિ અંગે કોઈ માહિતી બહાર આવી નથી અને ફાયર બ્રિગેડ દ્વારા કૂલિંગનું કામ ચાલી રહ્યું છે. આ સ્થળે આગ લાગતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. MCD અધિકારીઓનું માનવું છે કે, સ્થળ પર ગેસની રચનાને કારણે અચાનક આગ લાગી હશે. ભાલ્સવા અને ઓખલા એ દિલ્હીમાં ત્રણ મુખ્ય લેન્ડફિલ સાઇટ્સ છે. આ કચરાના ઢગલામાં આગ લાગવી એ નવી વાત નથી. દર વર્ષે ઉનાળાની ઋતુમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાની સાથે જ લેન્ડફિલ સાઇટ પર આગ લાગી જાય છે જેના કારણે આસપાસ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો :-