Friday, Mar 21, 2025

સલમાન ખાનના ઘર પર હુમલાનું સુરત કનેક્શન ?

2 Min Read

બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ઘર આગળ થોડા દિવસ પહેલા ફાયરિંગની ઘટના બની હતી. જેમની પુછપરછમાં અનેક ખુલાસા થયા છે. આ બંને આરોપી ભૂજમાંથી પકડાયા હતા, હવે આ કેસમાં આરોપીઓની પુછપરછના આધારે સુરતમાં પણ તપાસ શરુ કરવામાં આવી છે.

આજે સવારે ૪.૫૦ કલાકે ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરીને ૨ શખ્સ ફરાર થઇ ગયા હતા. ત્યારે બાદ પશ્ચિમ કચ્છ પોલીસે માતાના મઢ ખાતેથી ફાયરિંગ કરનારા વિકી સાહેબસાબ ગુપ્તા તથા સાગર શ્રીજોગેન્દ્ર પાલને ઝડપી લીધા હતા. ત્યારબાદ સલમાનખાનની સુરક્ષા વધારી દેવાઇ હતી. સમગ્ર મામલાની તપાસ મુંબઇ પોલીસ કરી રહી છે.

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં આવ્યા છે. સુરતમાં અલગ અલગ ટિમો દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મુંબઈમાં એક્ટર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા બાઈકસવારોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ગુજરાતના કચ્છથી ધરપકડ કરાઈ હતી. ત્યારે, સલમાનની સિક્યોરિટી વધારી દેવાઈ છે. હવે આ મામલે નવી અપડેટ આવી છે.

સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત પોલીસની મદદથી આરોપીઓને પકડી પાડ્યા હતા. જેમાં ૨૪ વર્ષના વિક્કી સાહબ ગુપ્તા અને ૨૧ વર્ષ સૂરજ જોગેન્દ્ર પાલનો સમાવેશ થાય છે. આરોપીઓએ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરીને યુપીના બદલે પોલીસને મૂર્ખ બનાવવાનો પ્લાન કરીને ગુજરાત આવી ગયા હતા. ગુજરાતના કચ્છમાં પહોંચેલા આરોપીઓને લાગતું હતું કે અહીં તેઓ એકદમ સુરક્ષિત છે અને પોલીસ તેમના સુધી પહોંચી નહીં શકે. બન્ને આરોપીઓએ પોલીસથી બચવા માટે પોતાનો વેશ પણ બદલી નાખ્યો હતો. આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના હોવાની વિગતો પણ સામે આવી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article