ભૂકંપથી તાઈવાનની ધરતી હચમચી ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જણાવી દઇએ કે, તાઈવાનના હુઆલીન શહેર નજીક ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. સોમવારે માત્ર ૯ મિનિટની અંદર પૂર્વી તાઈવાનના શૌફેંગ ટાઉનશીપ, હુઆલીન કાઉન્ટીમાં પાંચ વખત તીવ્ર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. વળી એવા પણ અહેવાલ છે કે, અહીં રાત્રિ દરમિયાન ૮૦ થી વધુ ભૂકંપના આંચકા આવ્યા હતા જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા.
તાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર હુઆલિનની પૂર્વીય કાઉન્ટીમાં જમીનથી ૫.૫ કિલોમીટર નીચે હતું. ભૂકંપ ૬.૩ની તીવ્રતાનો સૌથી શક્તિશાળી હતો અને રાજધાની તાઈપેઈની કેટલીક ઈમારતોને હચમચાવી નાખ્યો હતો.
તાઇવાન બે ટેકનોટિક પ્લેટોના જંક્શન પર વસેલો દેશ છે, જે ભૂકંપના હિસાબથી સેન્સેટિવ માનવામાં આવી છે. ૨૦૧૬માં દક્ષિણ તાઇવાનમાં આવેલા ભૂકંપથી ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. આ પહેલા ૧૯૯૯માં ૭.૩ની તીવ્રતાના ભૂકંપમાં ૨ હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.
બે અઠવાડિયા પહેલા તાઈવાનના પૂર્વી દરિયાકાંઠે રિક્ટર સ્કેલ પર ૭.૪ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા અને ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. “ભૂકંપની પ્રાથમિક માહિતી M (૬.૫) હુઆલીન સિટી, તાઇવાનથી ૧૧ કિમી ઉત્તરપૂર્વમાં ત્રાટક્યું,” US જીઓલોજિકલ સર્વેએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ૩ એપ્રિલે હુઆલીન સિટીમાં ભૂકંપ આવ્યો હતો જેમાં ચાર લોકોના મૃત્યુ અને ૭૦૦ થી વધુ ઘાયલ થયા, ૧૩૨ લોકો એપીસેન્ટરની નજીક હુઆલીન કાઉન્ટીમાં ઘાયલ થયા હતા.

ઉત્રાણ રેલવે બ્રિજ પરથી ફાયરિંગ કરનારા આરોપીઓએ તાપી નદીમાં બંને હથિયાર ફેંકી દીધાં હતાં. આ હથિયારો શોધવા માટે મુંબઈના ૬ તરવૈયા, ઉત્રાણના ૮ તરવૈયા ઉપરાંત ૨ સ્પેશિયલ બોટ લઈને તાપી નદીમાં હથિયારની શોધખોળ શરૂ કરી હતી, જેમાં એક હથિયાર મળી આવ્યું હતું, જ્યારે બીજુ હથિયાર મોડીરાત સુધી શોધખોળ કરવા છતાં મળ્યું ન હતું. આ સાથે જ મુંબઈ પોલીસે
રાઉઝ એવેન્યૂ કોર્ટે કવિતાની ન્યાયિક કસ્ટડી સીબીઆઈના કેસમાં વધારી છે, જે દિલ્હી લિકર પોલિસીથી જોડાયેલ છે. કેજરીવાલ, કવિતા અને ચનપ્રીતને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા હતા. અરવિંદ કેજરીવાલની ઈડીએ ગત મહિનાની ૨૧ માર્ચથી ધરપકડ કરી હતી. આ રીતે કેજરીવાલની ધરપકડના અઠવાડિયા પહેલા ૧૫ માર્ચે હૈદરાબાદથી ઈડીએ
સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ આજે નિલેશ કુંભાણીના ઘરે જઈને વિરોધ નોંધાવ્યો હતો. જેમની સરથાણા પોલીસે અટકાયત કરી છે. ફોર્મ ભરવાથી લઈને અત્યારસુધીનો ઘટનાક્રમ જોતા એવું લાગી રહ્યું છે કે, નિલેશ કુંભાણીએ અન્ય રાજકીય પાર્ટી સાથે ષડ્યંત્ર રચ્યું હતું. જેનો વિરોધ હવે દેખાવાનો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે તેના ઘરની બહાર બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે,
બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ તરફથી આ માફી એવા સમયે આવી છે જ્યારે સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતો માટે રામદેવ અને
પ્રશાસને આ ઘટનાની તપાસ માટે કમિશન બનાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ દેશમાં વારંવાર મિલિટરી હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓને લઈને ચિંતા વધારી દીધી છે. ગયા મહિને જ, મલેશિયન મેરીટાઇમ એન્ફોર્સમેન્ટ એજન્સી હેલિકોપ્ટર બચાવ કવાયત દરમિયાન પુલાઉ અંગસા, સેલાંગોર નજીક ક્રેશ થયું હતું. આ ઘટના ૫ માર્ચે બની હતી, જેમાં પાયલટ સહિત બે લોકોના મૃત્યુ થયા હતા.
RBIનું કહેવું છે કે
મેષ
દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે વચગાળાના જામીનની માગ કરતી PIL પર સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને જામીનની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી અને અરજદાર પર ૭૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો કે, આ બાબતે સુનાવણી દરમિયાન, 