તાઈવાનમાં ૮૦થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા! તીવ્રતા ૬.૩ નોંધાઇ

Share this story

ભૂકંપથી તાઈવાનની ધરતી હચમચી ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જણાવી દઇએ કે, તાઈવાનના હુઆલીન શહેર નજીક ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. સોમવારે માત્ર ૯ મિનિટની અંદર પૂર્વી તાઈવાનના શૌફેંગ ટાઉનશીપ, હુઆલીન કાઉન્ટીમાં પાંચ વખત તીવ્ર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. વળી એવા પણ અહેવાલ છે કે, અહીં રાત્રિ દરમિયાન ૮૦ થી વધુ ભૂકંપના આંચકા આવ્યા હતા જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા.

Taiwan Hit Dozens Of Earthquakes, Strongest Reaching 6.3 Magnitudeતાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર હુઆલિનની પૂર્વીય કાઉન્ટીમાં જમીનથી ૫.૫ કિલોમીટર નીચે હતું. ભૂકંપ ૬.૩ની તીવ્રતાનો સૌથી શક્તિશાળી હતો અને રાજધાની તાઈપેઈની કેટલીક ઈમારતોને હચમચાવી નાખ્યો હતો.

તાઇવાન બે ટેકનોટિક પ્લેટોના જંક્શન પર વસેલો દેશ છે, જે ભૂકંપના હિસાબથી સેન્સેટિવ માનવામાં આવી છે. ૨૦૧૬માં દક્ષિણ તાઇવાનમાં આવેલા ભૂકંપથી ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. આ પહેલા ૧૯૯૯માં ૭.૩ની તીવ્રતાના ભૂકંપમાં ૨ હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.

બે અઠવાડિયા પહેલા તાઈવાનના પૂર્વી દરિયાકાંઠે રિક્ટર સ્કેલ પર ૭.૪ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા અને ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. “ભૂકંપની પ્રાથમિક માહિતી M (૬.૫) હુઆલીન સિટી, તાઇવાનથી ૧૧ કિમી ઉત્તરપૂર્વમાં ત્રાટક્યું,” US જીઓલોજિકલ સર્વેએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ૩ એપ્રિલે હુઆલીન સિટીમાં ભૂકંપ આવ્યો હતો જેમાં ચાર લોકોના મૃત્યુ અને ૭૦૦ થી વધુ ઘાયલ થયા, ૧૩૨ લોકો એપીસેન્ટરની નજીક હુઆલીન કાઉન્ટીમાં ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :-