‘મોટી સાઈઝમાં માફીનામું છપાવો’ કોર્ટે રામદેવને ફટકાર લગાવી

Share this story
પતંજલિ આયુર્વેદ તરફથી પોતાની દવા કોરોનિલને કોરોના સામે લડનારી ઔષધિ ગણાવવાના પ્રચાર પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. પતંજલિ આયુર્વેદની ખોટી જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. યોગ ગુરૂ બાબા રામદેવ સુનાવણીમાં ભાગ લેવા માટે કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટમાં આવ્યા પહેલા જ બાબા રામદેવની સંસ્થા પતંજલિએ સાર્વજનિક માફીનામું જાહેર કર્યું છે. માફીનામામાં કહેવામાં આવ્યું કે ખોટી જાહેરાત આપવા જેવી ભૂલ ભવિષ્યમાં ફરી નહીં કરવામાં આવે.

બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ તરફથી આ માફી એવા સમયે આવી છે જ્યારે સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતો માટે રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને ફટકાર લગાવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, “પતંજલિ આયુર્વેદ માનનીય સર્વોચ્ચ અદાલતની ગરિમાનું સંપૂર્ણ સન્માન કરે છે. અમારા વકીલો દ્વારા સર્વોચ્ચ અદાલતમાં નિવેદન આપ્યા પછી પણ અમે જાહેરાત પ્રકાશિત કરવાની અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાની ભૂલ માટે દિલથી માફી માંગીએ છીએ.

સુપ્રીમ કોર્ટે રોહતગીને ઠપકો આપતા કહ્યું કે એક અન્ય અરજી દાખલ થઇ છે. જેમાં આ ફરિયાદ દાખલ કરવા બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પર ૧૦૦૦ કરોડ રૂપિયાનો દંડ લગાવવાની માંગ કરવામાં આવી છે. એવું લાગે છે કે આ આ તમારા દ્વારા દાખલ કરવામાં આવી છે. મુકુલ રોહતગીએ કહ્યું કે મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી.

સુપ્રીમ કોર્ટે યોગમાં રામદેવના યોગદાનને સ્વીકાર્યું હતું અને કહ્યું હતું કે તેઓ અને આચાર્ય બાલકૃષ્ણ તપાસ હેઠળ રહેશે. બંનેને તેમની ભૂલ સુધારવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ પતંજલિ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે કંપનીએ આધુનિક દવા અને કોવિડ-૧૯ રસી વિરુદ્ધ પ્રચાર કર્યો છે.

આ પણ વાંચો :-